નવી ઋતુમાં – રમણીક અગ્રાવત

ઓચિંતી ઊમટી પડી સઘન શ્યામલ ભીડ,
ધરતીને શી ઊપડી લીલીલબરક પીડ.

છાતી વીંધી સીમની લહર સોંસરી જાય,
હૈયેહૈયું ભીંસતાં વાદળ ઘાંઘાં થાય.

છાંટો પડ્યે પળ એકમાં, હભળક જાગ્યું રાન,
મોલાત્યુંમાં મલકતો મલક મારો મસ્તાન.

ગ્હેંક્યા મોર ઉગમણે, આથમણે ઉત્પાત,
ઉત્તરદખ્ખણ એકરસ વરસે બારે મેઘ.

પગમાં ફૂટે મૂળ દસે આંગળીએ પાન,
હું હરખંતું ઝાડવું નવી ઋતુનું આજ.

મન મૂકી ઊંઘી લઉં ટાઢે હૈયે લાવ,
ઝરમર ઝરમર સામટાં તું સપનાં વરસાવ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “નવી ઋતુમાં – રમણીક અગ્રાવત”

Copy Protected by Chetan's WP-Copyprotect.