આખી દુનિયામાં…. – બરકત વીરાણી ‘બેફામ’

આખી દુનિયામાં બિચારાં એક તું ને એક હું,
એક બીજાના સહારા એક તું ને એક હું.

જેની વચ્ચેથી વહે છે પ્રેમનો એક જ પ્રવાહ,
એ નદીના બે કિનારા એક તું ને એક હું.

ચાંદસૂરજને ય ઈર્ષા થાય છે જેની કદી,
બે જ છે એવા સિતારા એક તું ને એક હું.

એકબીજાની તરફ ઢળીએ છતાં મળીએ નહીં,
ઝૂલતા એવા મિનારા એક તું ને એક હું.

બાગ એક જ, વાસ એક જ, રંગ એક જ, એ છતાં,
નોખેનોખા ફૂલાક્યારા એક તું ને એક હું.

બાકીની બેફામની ગઝલો રે કે ન રહે,
રહી જશે બે શેઅર સારા એક તું ને એક હું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “આખી દુનિયામાં…. – બરકત વીરાણી ‘બેફામ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.