એવા આવે છે ધરતીના સાદ રે…. હાલો ભેરુ, ગામડે !
ભીની માટીની ગંધ આવે યાદ રે…. હાલો ભેરુ, ગામડે !
બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે…. હાલો ભેરુ….
ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ….. હાલો ભેરુ….
ગાઓ રે બંધવા ! ગામડાંના ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠા નવનીત રે…… હાલો ભેરુ….
ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે….. હાલો ભેરુ…..
9 thoughts on “ધરતીના સાદ – નાથાલાલ દવે”
very good…
nice poem
આ ગીત નિશાળમા ઘણી વાર ગાયુ છે. આ ગીત સામ્ભળવા માટેની લિન્ક
http://prarthnamandir.wordpress.com/2006/12/04/halobherugamde/
સ્કુલ ના દિવસો યાદ આવિ ગયા. કવિતા તરિકે ગાઇ હતિ.
સરસ
બહુ જ સમય થી આ કવિતા શોધતો હતો…મ્રુગેશ્ ભાઈ ને વિનન્તી કરી ને તરત જ જવાબ આવ્યો ને readgujarai માં જ મળી ગયી.
નિશાળ માં ગાતા હતા. બહુ મઝ્ઝા આવી.
વાહ વાહ, સ્કુલ નેી યાદ અપાવિ દેીધિ ..
બહુ સરસ ભનત હતા ત્યાર્નિ યાદ આવિ ગૈ
સ્કૂલમાં નિયમિત ગવાતી આ કવિતા વાંચતાં જ શૈશવની યાદ આવી ગઈ.
કાશ ! કવિતા પ્રમાણેનાં ગામડાં આજે પણ ‘હયાત’ હોત !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
રમેશ જાની
6 March 2019
આત્મા મન અને દિલને જંજોડતી આ કવિતા
ધરતીના સાદ_કવિ નાથાલાલ દવે શ્રી બહુજ
નરમાઈશ થી સુંદરતા મા ઢાળવામા સફળ!
કદાચિત યુવા વસ્થા કે ઘડપણ કદાપિ ન ભુલી શકે આ કવિતાનો દોર સ્કુલ અભ્યાસ મા જેમણે માણ્યો હોય,
કવિતાનો હુ હૃદય સ્પર્શ સ: