એક પતિની વ્યથા-કથા – ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી
[‘જન્મભૂમિ પ્રવાસી’ મધૂવનપૂર્તિમાંથી સાભાર.]
દુનિયામાં લોકોને જાતજાતનાં દુઃખ હોય, આર્થિક તકલીફ હોય, સાંસારિક-કૌટુંબિક પ્રશ્નો હોય, શારીરિક સમસ્યા હોય વિ. વિ., તો કોઈક પતિને ગમાર, અણઘડ, અરસિક કે કર્કશા પત્ની મળી હોય. મારે આવી કોઈ જ તકલીફ નથી, છતાંય એક તકલીફ તો છે, જે કહેવાય તો સાવ મામૂલી, પણ તેના લીધે મને જીવનમાં ક્યાંય શાંતિ નથી.
આમ તો મારી પત્ની હોશિયાર, ઘરરખ્ખુ અને સુશીલ છે, પિયર-સાસરામાં બધાં સાથે તેને સારાસારી છે તેમ જ કુશળતાથી ઘર, બાળકો અને વ્યવહાર સાચવે છે, પણ તેને એક જ વળગણ છે – ચોખ્ખાઈ અને સુઘડતાનું. ઘરમાં ક્યાંય ડાઘ ન પડવો જોઈએ, છાપાંની ઘડી બરાબર થવી જોઈએ. બાથરૂમમાંથી બહાર આવતાં પગલૂછણિયા પર પગ લૂછીને જ બહાર આવવું જોઈએ વિ. વિ. એમાં જો જરાક પણ ભૂલ થઈ તો આવી જ બન્યું સમજો.
આજે તો સવાર સવારમાં જ હું વાંકમાં આવી ગયો. નાહીને નીકળ્યો ત્યાં ફોનની ઘંટડી વાગી ને હું દોડ્યો ભીના પગે ફોન લેવા કે તરત લપસી પડ્યો અને ટિપૉયનો ખૂણો પગમાં વાગી ગયો અને હું પગ પકડીને બેસી પડ્યો. ત્યાં તો શ્રીમતીજીએ લેકચર આપવા માંડ્યું, ‘એમ દોડવાની શી જરૂર હતી ? ફોન જેનો પણ હોય તે ફરીથી કરત ને ? હવે આ દોડવાની ઉંમર છે ? કેટલી વાર કહ્યું કે પગ બરાબર લૂછીને જ બહાર આવવું, પણ આ બધું યાદ કોણ રાખે ? લાવો આયોડેક્સ લગાડી દઉં અને પછી થોડી વાર ત્યાં જ બેસી રહેજો.’ હજી તો કલાક થયો હશે ત્યાં મને યાદ આવ્યું કે લાવ જરા બે-ત્રણ ફોન કરી લઉં. મારા મોબાઈલમાં વાત ચાલુ હતી ત્યાં લેન્ડલાઈનનો ફોન રણક્યો. મારી સાળીનો ફોન હતો. મેં એને કહ્યું કે શ્રીમતીજીને બોલાવું છું. મેં શ્રીમતીને બૂમ પાડીને કહ્યું પણ ખરું કે ‘તારો ફોન છે…..’ અને હું પાછો મારા મોબાઈલ પર વાતોમાં વ્યસ્ત થઈ ગયો. અડધા કલાકે શ્રીમતીજી રૂમમાં આવ્યાં ને જોયું કે રિસિવર નીચે મૂક્યું છે એટલે પૂછ્યું કે રિસિવર કેમ નીચે મૂક્યું છે ? મેં કહ્યું કે, ‘લે ! તારી બેનનો ફોન હતો તે તેં લીધો નહીં ?’ અને ખલાસ…. મારા પર વરસી પડ્યા. કહે કે ‘મેં આવું કર્યું હોત તો ? મેં એકવાર બૂમ ન સાંભળી તો બીજી વાર ન કહેવાય ? નહીં તો ઊભા થઈને રસોડામાં આવીને ન કહેવાય ? એવો તે ક્યા ગવર્નરનો ફોન હતો – તે વચ્ચે ‘ડિસ્ટર્બ’ ન થાય ?
હવે શું કહેવું મારે એને ? કોઈક વાર આવું થાય પણ ખરું, એમાં કાંઈ મોટો ગુનો થઈ ગયો ? એનાથી તો જાણે કંઈ ભૂલ થતી જ નહીં હોય ! ગુસ્સામાં મનોમન બબડતાં લાઈટનું બિલ ભરવા નીકળ્યો. ત્યાં જોયું કે બિલ સાથેનો ચેક તો નથી ! એ ક્યાં ગયો ? મેં ઘરે ફોન કર્યો કે ચેક ઘરે તો નથી રહી ગયો ને ? ત્યાં તો અપેક્ષા મુજબ જ સાંભળવા મળ્યું, ‘મને હતું જ કે કંઈક તો ગરબડ થશે જ. આવી રીતે ક્યાં ચેક પાડી આવ્યા ? હવે કરો બૅન્ક સાથે સ્ટૉપ પેમેન્ટની માથાકૂટ અને ઘરે આવીને બીજો ચેક લઈ જાવ. અડધા અડધા કામ કરે ને મગજમારી થાય તે જુદી.’ સવારથી માથું પાકી ગયું હતું. ભરતડકે ઘરે આવી, બીજો ચેક લખી બિલ ભર્યું અને બૅન્કમાં જઈ જરૂરી કાર્યવાહી કરી અને પાછો ફર્યો તો ઘર પાસે કૂંડામાં ચેક ઊડીને પડેલો તે મળ્યો. મને તો હસવું કે રડવું તે જ સમજ ન પડી.
ઘરે આવીને હજી હિંચકે બેઠો ન બેઠો ત્યાં ફરમાન છૂટ્યું, હમણાં કામવાળી બાઈ આવી જશે એટલે હાથ ધોઈને પહેલાં જમવા બેસો. પછી જે કરવું હોય તે કરજો. દલીલ કરવી વ્યર્થ હતી. આજે તો ન બોલવામાં જ સાર હતો એટલે ચૂપચાપ જમવા બેસી ગયો. સવારથી છાપામાંય નજર કરી નહોતી તેથી હાથમાં છાપું લઈને જમવા બેઠો. ત્યાં તો એ મને ટપારતાં કહે છે, ‘તમારું નવું શર્ટ છે તો બદલી કાઢો. ક્યાંક ડાઘા પડશે.’ મારુંય મગજ ગયું. મેં કહ્યું, ‘નહીં પડે ડાઘા…હવે પીરસને જલદી…’ હજી તો એકાદ પાનુંય નહીં વાંચ્યું હોય ત્યાં તો શ્રીમતીજી ઉગ્રસ્વરે ઠપકો આપતાં બોલ્યાં, ‘જોયું ને ! હું કહેતી’તી કે શર્ટ બદલીને જમવા બેસો. પાડ્યા ને દાળ શાકના ડાઘા ! મને ખબર જ હતી કે તમારાથી ડાઘ પડ્યા વગર ભાગ્યે જ રહે અને એમાંય છાપું વાંચતાં જમો ત્યારે તો ખાસ પડે. હવે કાઢો જલદી શર્ટ, પહેલાં ડાઘ સાફ કરી નાખું, નહિતર લૉન્ડ્રીમાં આપીશને તોય નહીં જાય. તમારું તો સાવ નાના છોકરા જેવું છે !’
જમીને માંડ આડો પડ્યો અને ગરમી બહુ લાગી એટલે ઍરકન્ડિશનર ચાલુ કર્યું અને થાક્યોપાક્યો હોવાથી મીઠીમજાની ઊંઘ આવી ગઈ. ત્યાં તો સંભળાયું, ‘અરરર ! કેવા માણસ છે ? એ.સી. ચાલુ કર્યું, પણ બારીય બંધ કરતા નથી. આવા તે કેવા સાવ છો ? આટલી બેદરકારી ?’ મારી મીઠીમજાની ઊંઘ ઉડાડી નાખી. હવે બારી ખુલ્લી રહી ગઈ હોય તો ચૂપચાપ બારી બંધ કરી ન દેવાય ? હું તો ચૂપચાપ પડી રહ્યો.
બપોરે ઊઠીને જોયું તો ‘એ’ હજી ઊંઘતી હતી. મને થયું ભલે આરામ કરે. આજે તો હું મારી જાતે જ ચા બનાવી લઉં. ચા ગૅસ પર મૂકી ત્યાં બેલ વાગી. જોયું તો કુરિયરવાળો. સહી કરીને કવર લીધું અને ખોલી વાંચ્યું ત્યાં તો અચાનક ચા યાદ આવી. જઈને જોયું તો ચા ઊભરાઈ ગઈ હતી. તપેલીય બળી ગઈ હતી. હું ચૂપચાપ સાફ કરવામાં પડ્યો ત્યાં તો બળવાની વાસથી શ્રીમતીજી જાગીને રસોડામાં આવ્યાં અને મોઢું ચડાવીને બોલ્યાં કે ‘આમ હોય ? આમ ને આમ કોઈક દિવસ ઘરમાં આગ લાગવાની છે !’ (કેમ જાણે શ્રીમતીજીથી તો કોઈ દિવસ ચા-દૂધ ઊભરાયાં જ ન હોય !) સાંજે મને થયું કે ચાલ, આજે દરિયાકિનારે ચાલવા જાઉં. ‘ફ્રેશ’ થઈ જઈશ. મારા મિત્રોને પણ ફોન કર્યા અને મિત્રો સાથે ફરવાની મજા પણ ખૂબ આવી. ઘરે આવીને આરામથી સોફા પર બેસી ટીવી ચાલુ કર્યું. ત્યાં તો શ્રીમતીજીનો ગુસ્સો સાતમા આસમાને ! ‘આવા રેતીવાળા બૂટ પહેરી આખા ઘરમાં ચાલ્યા ? કોઈ બાબતનું ધ્યાન જ નહીં રાખવાનું ? આ તે કઈ રીત છે ? હું તો કહી કહીને થાકી, પણ ઘરને ઘર જેવું રાખવા જ દેતા નથી ! હવે ઘરમાં ઝાડું કોણ કાઢશે ?’
આજે તો આખા દિવસની કઠણાઈ મારે લમણે લખાયેલી હતી તેથી મારે માટે તો ‘મૌનીબાબા’ બન્યા સિવાય ક્યાં કોઈ બીજો રસ્તો હતો ? મારું આ દુઃખ મારે કોને કહેવું ?



પત્નીનો તો બબડવાનો સ્વભાવ હોય ,તમતમારે મોબાઈલ પર વાત ચાલુ રાખો!
ટીવી જુઓ ને તમારામાં મસ્ત રહો………જીવન chhe ચાઈલા કરે!
Kalpanaben,
If you are on mobil, you will not able talk to the other person, because will not able to concentrate. TV is okey.
One of my friend had trouble with his wife. When he gives her lift in the car. As soon as, she gets in car, she start talking and will not stop. I asked my friend, how would you stop her. He said that he would plug his ears and tune her out. So he will not worry about what she says. This is a true story.
All woman are not this kind, but 50% are this type.
You must be from Surat or near by. I am from Gandevi,close to Billimora
Have a g
જી હર્ષદભાઈ,
તમે ગણડેવીના ને ઉં હુરટની,
વાચકોના પ્રતિભાવોમાં પત્નીઓની ખેલદિલી …..કે’વું પડે!
પતિઓએ પણ ભૂલ કબૂલીને કાન પકડ્યા…..સરસ .
પરિણામ? જૈસે થે!
fantastically hilarious.
wife is wife
but thodi chilly hoy to j majja ave……..
અતિ સુદર ! ! !
જાણે, કેટલાયે પતી દેવોની આબેહુબ હાલત રજુ કરતી જીવન કહાણી
hari icchha…
બધાની દશા એક જેવી જ છે
સરસ…મારી સામે મારા ઘર નુ વાતાવરણ ખડુ થઈ ગયુ. મારા ઘર મા આજ હાલત છે. હું ચોખ્ખાઈ ની અને વ્યવસ્થાપણા કડાક આગ્રહી ને ક્શુ આડુ તેડુ પડેલુ હોય તો ચેન ન પડે. જ્યારે મારી દિકરી અને મારા વર ને બધુ ચાલે. ચોકલેટ ખાઈ ને કાગળ જ્યાં બેઠા હોય ત્યાં રાખિ મુકવુ, મેલા કપડા ધોવા ન નાખવા, અખબાર વાંચી ને જ્યાં ત્યા રખડતા મુકી દેવા, વિ……અને આ બધી બાબત મા દિકરી પપ્પા જેવી જ, અને કાંઈ પણ કહેવા જાઊ તો તેનુ તકિયા કલમ ચલાવે ‘દિકરી બાપ પર જાય’ આમ દેખાય મારા જેવી (લોકો તો એટલે સુધી કહે, કે આતો જાણે એની માની કાર્બન કોપી અને ખાસ કરિ ને જેમને મને તેના ઉંમરની જોઈ હોય તે તો ખાસ કહ્યા વગર ના રહે) પણ બીજી બધી રિતે તેના પપ્પા જેવી. ઘણિવાર તો બાપ-દિકરી એક થઈ ને મને પજવવા માટે પણ ઘર અવ્યવસ્થિત રાખે અને હું ચિડાવ એટલે મને વધુ ચિડવે….
લેખ વાંચવા ની મઝા પડી ગઈ. વાંચતા વાંચતા નાયક ના સ્વરુપ મા મને મારા વરજી ના દર્શન થયા ને હું હસવુ ખાળી ના શકી.
હું તમારી સાથે સહમત થાઉં છું. હું અને મારા પપ્પા પણ આવું જ કરતાં. પણ આજે મા બનવાને ઉંબરે ઉભી છું રાહ જોઉ છું કે મારી સાથે શું થાય છે.
wow nice description very nice.
Hey ,
I exactly behave like this …. we women r totally lost into our home world and want to keep it neat and tidy but i feel sometimes to let it loose…. just relax and chill
hi really nice one,jo mara husband aa lekh read karse to e pan ej kahese ke badhi ladies ek sarkhi j hoy che,KAHANI GAR GAR KI
મોટેભાગે હાસ્યલેખો પુરુષો દ્વારા લખાતા હોય છે અને તેમાં પત્નીને જ નિશાન બનાવાય છે. આજનો હાસ્યલેખ એક સ્ત્રી દ્વારા લખાયો છે, અને દેખિતી રીતે જે પત્નીની કચકચની જે કુટેવ હોય છે એ બધીજ પતિના અલેકરાપણાને આભારી હોય છે તેનુ સરસ નિરુપણ થયું છે!
આમ તો મૌનીબાબા બનીને આ લેખ વાંચીને જતા રહેવું હતુ – પણ હસવું ખાળી ન શક્યો એટલે બોલાઈ ગયું 🙂
awesome ..Super liked it. For singles ” મુજ બિતિ તુજ બિતસે ધિરે બાપુદિયા “
આ કૃતિકાર તો બહુ હોશિયાર નિકળ્યા. પુરુષની વ્યથાને વાચા આપવાને બહાને પુરુષોની અણઆવડતોનો ભાંડો ફોડી નાંખ્યો. ખેર! હું પુરુષ હોવા છતાં મારે કૃતિકારને અભિનંદન તો આપવાજ પડશે કેમકે કૃતિ ખૂબ મજાની છે. જીવનમાં ખેલદિલી તો હોવી જ જોવે ને!
જો લેખકના નામ ને બદલે મારુ નામ લખુ તો વાર્તાનુ નામ હોય “મારી વાત”. સ્વાનુભવમા હસવુ નથી આવતુ.
very realistic. true picture.I am also very systematic and like to keep things in order but sometimes we must relax.
like closing the windows when ac was on was a sensible thing to do rather than shouting.In life things do go wrong, things break, things get lost and we do miss trains, buses flights serials and movies It should also happen sometimes that is what makes life khatta mithha but some wives make these things bitter by such behavior. well written indeed
તો પણ તમે નશીબદાર છો, કે પત્નિ સટકવે છે …..કે પત્નિ નુ સહન કરવુ પડે છે
બિચારા મનમોહન ને જ જુઓ ને વગર પત્નિ એ સોનિયા બેન ખખડાવિ જાય છે.
સોનિયા નુ સહન કરવુ પડે છે…..દેશ ની જ હાલત આવી છે તો ….ઘર ની વાત ક્યાં કરવી.
We have other way round, I like clean and tidy home and my wife keeps all junk and messy. Finally I got high BP by mid-age some what due to this nature.
અતિ સરસ વ્યથા…
બધાની દશા એક જેવી જ છે, કૃતિકારને અભિનંદન.
i am very happy to view good inspairing comments.
પત્નિ દેવો ભવ……………..!
બાપ રે…મારા વિશે લખાયું હોય તેમ લાગ્યું…મરી દિકરીઓ અને પતિદેવનો એક જ સૂર…કોઇ વાર હુ બિમાર થાવ તો કહે કે ‘તારે તો ‘આરામ કેમનો કરવો’ એવા કોઇ ક્લાસીસ હોય તો કરવા જોઇએ’
વાહ તમે આરામ જ ક્રરો મજા આવ શે
Khub saras. Nice story.good
VERY NICE
Excellent ………
આ એક હાસ્યલેખ હતો,તેમા મનમોહન કે સોનિયા ને વચ્ચે લાવવાનિ જરુર નથિ રાનાબાબુ લેખ ને સમજો
etle j to ene pati kevay 6…….
હાસ્ય લેખ્.મજા આવેી.ઘર ઘરકેી કહાનેી.
ભાઈ જીવન થોડા દિવસ ઘર છોડી ને બહાર ફરવા જાવ અને થોડા સમય પછી તમારા ધર્મ પત્ની ની કેવી યાદ આવે તે જોજો અને અને પુરુષ નાથ વગર ના બળદ જોવો હોય છે જો પત્ની નામે નાથ હોય તો જીવન મા સંયમ રહે અને જીવન જીવ ની મજા આવે છે
હું તમારી સાથે સહમત થવ છુ
સરસ.
બતમીજી ઔર બીબી તભી અશી લગતી હૈ જબ દુસરોકી હો…..સાહેબ……….સરસ…..લેખ…..