હું તો બસ રાહ જોયા કરીશ- વૃક્ષને પાન ફૂટવાની. દોસ્તો, નદીને પૂછવું નથી પડતું દરિયાનું સરનામું કે વાદળોને જળ પહોંચાડવા જરૂર નથી પડતી નળની. ભલે હું આકાશ વગરનો રહું મારે નથી ચોંટાડવી પીઠ પર પાંખો, ભલે હું શબ્દ વગરનો રહું મારે નથી જન્માવવા ટેસ્ટ-ટ્યૂબ શબ્દો હું તો બસ, રાહ જોયા […]
Monthly Archives: June 2011
[ રીડગુજરાતીને આ ગીત મોકલવા બદલ ધ્રુવભાઈનો (કરમસદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426331058 અથવા આ સરનામે dhruv561947@yahoo.com સંપર્ક કરી શકો છો.] આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા આપને તો […]
એકપણ બાજુથી પકડાતી નથી, ગાંસડી બાંધો તો બંધાતી નથી. આ હવા પણ શું ગજબની ચીજ છે. આંખને અડકે છે દેખાતી નથી. કાં રમકડું લઈ શકું કાં રોટલી, વાત એ બાળકને સમજાતી નથી. કાં ચરણ ફંટાય છે કાં ચાહના કેડીઓ ક્યારેય ફંટાતી નથી. વેંત ઊંચી વાડ છે વિખવાદની આપણાથી એય ઠેકાતી […]
[‘પત્રયાત્રા’ પુસ્તકમાંથી આપણે થોડા સમય અગાઉ કેટલાક મનનીય વિચારમોતીઓ ભાગ-1 અને ભાગ-2 રૂપે માણ્યા હતા. આજે માણીએ ભાગ-3માં કેટલાક વધુ વિચારમોતીઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેન્દ્રભાઈ ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427572955 સંપર્ક કરી શકો છો.] [1] દુનિયાને ઊંધા ચશ્મા વગડામાં ઊગેલા-ઊભેલા વડલાની […]
[ ‘ભદ્રંભદ્ર’ એ ગુજરાતી સાહિત્યનું અમર પાત્ર છે. તેનું સર્જન શ્રી રમણભાઈ નીલકંઠે કર્યું હતું પરંતુ તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આપણા હાસ્યલેખક શ્રી રતિલાલભાઈ હવે આ પાત્રને આજના સંદર્ભમાં તેમની નવી લેખમાળા દ્વારા ‘નવનીત સમર્પણ’માં ધારાવાહી રૂપે ફરીથી રજૂ કરી રહ્યા છે, જેમાં ભદ્રંભદ્રનો સ્વર્ગવાસ થયા બાદ […]
[ ‘ભારતીય સંસ્કૃતિ’ એટલે શું ? – એમ કોઈ પૂછે તો આપણે ગર્વથી કહી શકીએ તેવું ઉત્તમ સાહિત્ય આપણી ભાષામાં ભર્યું પડ્યું છે. સામાન્ય માનવીના ઉચ્ચ જીવન વિશેની વાતો આપણને ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય કરાવે છે. જે પુસ્તકોમાં આ પ્રકારની વાતો સચવાયેલી રહી છે, તે રત્ન સમાન છે. એવા જ […]
ઉત્તમ પુસ્તકો એ આપણી ભાષાની એવી સંપત્તિ છે કે જેનું મૂલ્ય કદી આંકી શકાય તેમ નથી. એક પુસ્તક માણસની વિચારધારા બદલવા માટે પર્યાપ્ત છે; જો તે ઉત્તમ કક્ષાનું હોય તો. આજે પણ આપણે ત્યાં એ પ્રકારનું અત્યંત દુર્લભ કહી શકાય એવું ઘણું સાહિત્ય છે પરંતુ એની માટે ખોજ કરવી પડે […]
[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] નજર નજરનો ફરક પડી જાય છે. કહેવાય છે કે જેવી દષ્ટિ એવી સૃષ્ટિ. હનુમાનજી સીતામાઈની શોધમાં લંકાની અશોકવાટિકામાં પહોંચ્યા, ત્યારે એમણે સીતાજીની આસપાસ ખીલેલાં ફૂલોનો રંગ રાતોચોળ જોયો. હકીકતમાં એ ફૂલ સાવ સફેદ હતાં, પરંતુ હનુમાનજી કોપાયમાન હતા, રાવણને પાઠ શીખવવા આવ્યા હતા એટલે એમની ક્રોધે […]