લઈ ખિસ્સામાં તડકો – મનોજ શુક્લ

[‘લઈ ખિસ્સામાં તડકો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મનોજભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

[1] ક્યાં શોધું હંસ ?

આંખ અદીઠી દેખે છે ગંધ,
બાવળ શૂળે ઝૂલે છે પંડ.

ખીલે બાંધ્યા વાછરડા જ્યમ
સૌ સૌના પડછાયે છે બંધ.

ભાંભરડાને વ્યર્થ ન સમજો,
ભાગ્ય ભુવનમાં બેઠો છે કંસ.

વાત કરું શું, હે રે વનચર !
માનવ કરતો કોનો છે સંગ.

મોતી થઈ ગયા કંકર કંકર
ક્યાં શોધું જે સ્વપ્ને છે હંસ ?

[2] મૃગજળ

મૃગજળ
તું છો મારા મનનું
એક અભેદ્ય સપનું
તારું
જન્મીને વરાળ બની વહેવું
અને
આ સુક્કા રણમાં રોજ રોજ
મારે તરસે તરસ્યું મરવું.
તારા અને મારા
જન્મ અને મરણને
છે દરરોજનું રહેવું.
ચાલ, આપણે સમજુતી કરીએ-
એક દિવસ
તું મૃગજળ
ને
એક દિવસ
હું મૃગજળ

[કુલ પાન : 112. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : મનોજ જ. શુકલ. 64, મધુવન સોસાયટી, 150 ફૂટ રીંગ રોડ, જલારામ-3. રાજકોટ-360005. ફોન : +91 281 2586952.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “લઈ ખિસ્સામાં તડકો – મનોજ શુક્લ”

Copy Protected by Chetan's WP-Copyprotect.