વન-વંદના – નટવર હેડાઉ ‘વનવિહારી’

[‘વન-વંદના’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોને અંતે આપવામાં આવી છે.]

[1] જીવનનો નાતો

એક દિવસ આવ્યાં પંખીડાં ટોળું થઈને,
કહે બચાવો જંગલ ભઈલા ભલા થઈને.

ક્યાં બાંધીએ માળા, જઈને ક્યાં રહીએ,
લોક આવ્યાં સામટાં, હાથ કુહાડીઓ લઈને.

ચકલી, પોપટ, મોર ને, કબૂતર, કાબર આવ્યાં,
તેતર, હોલાં, સુગરી ને સારસનો સંદેશો લાવ્યાં.

જંગલનાં વૃક્ષો પડે ને, વેલીઓ આંસુ સારે,
ભર વસંતે માનવીનો, કોપ થયો છે ભારે.

સાવજ દીપડા સંતાઈ ગયા, પહાડોની બખોલે,
કોણ હવે જઈ માનવીઓની આંખો ખોલે ?

કાળા પહાડો ને કોતર, ઉઘાડાં કેવાં લાગે,
સંતાવું ક્યાં જઈ વિચારી રીંછ પણ ભાગે.

જંગલનો છું જીવ, જંગલ છે જીવન મારું,
નહીં એમ નહીં ઉજડવા દઉં જંગલ મારું.

કહી એમ લઈ વિદાય હું શહેરથી જાતો,
જંગલથી તો છે ભાઈ મારા જીવનનો નાતો.
.

[2] બાગની પ્રીત

પંખી બેસી ગાતાં ગીત,
કેવી સુંદર બાગની પ્રીત !

ગુન ગુન ભ્રમર ગૂંજે બાગમાં,
આ જ છે બધા પોતાના તાનમાં.

ફૂલોની સુગંધ કેવી ન્યારી !
મહેકે કુંજ કુંજ ક્યારી ક્યારી.

કોનો છે આ સુંદર બાગ,
જ્યાં બેસી પંખીઓ ગાય રાગ !

આવો પ્યારાં બાળકો આવો,
મીઠાં મીઠાં ફળ પણ ખાઓ.

મોર પોપટ ને કોયલ કાળી,
બેઠાં જુઓ આંબાની ડાળી.

ગાય મળી સૌ સુંદર ગીતો,
કેવી સુંદર આ બાગની રીતો !

[કુલ પાન : 172. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “વન-વંદના – નટવર હેડાઉ ‘વનવિહારી’”

Copy Protected by Chetan's WP-Copyprotect.