દંભ નામે દેશમાં પેદા થતી તલવારનો
આપણે હાથો છીએ બસ એમના હથિયારનો,
બદનજર નાખે જ શેનો ભૂલથીયે આ પવન,
રેડ એની આંખમાં તેજાબ પેલ્લી ધારનો
હું તને ભૂલી ગઈ છું તું મને ભૂલી જ જા….
એટલો ઉત્તર મળ્યો માએ લખેલા તારનો,
મેં જરા અમથી હલાવી પાંખ પિંજરમાં જ ત્યાં
એમણે ચીંધી બતાવ્યો ચોપડો ઉપકારનો
બસ અમે તો રોટલાથી રોટલા વચ્ચે જીવ્યા
ખ્યાલ અમને હોય ક્યાંથી વાર કે તહેવારનો
એક તરણું ભૂલથી અડકી ગયું શું આભને….
ટોચને મુદ્દો મળી ગ્યો ખીણથી તકરારનો
12 thoughts on “ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’”
કેટ્લુ સુદર ! ! ! સમયને અનુરુપ્ મથાળુ !
દભ નામે દેશમા ……………બસ એમના હ્થીયાર્ર્નૉ
“મેં જરા અમથી હલાવી પાંખ પિંજરમાં જ ત્યાં . . .”
આ શેર ખૂબ ગમ્યો. પિંજરમાંથી મુક્ત થવા માટેનો સળવળાટ પણ માલિક કેમ સાંખી લ્યે ? કેદ રાખીને જાણે ઉપકાર કર્યો હોય તેમ, તેની યાદી ધરી દેતા પણ ન અચકાય ! ચંદ્રેશભાઈને ધન્યવાદ.
ખુબજ સુન્દર
ખરેખર શોર્ટકટ મા કહિએ તો હવે હજુ એક ઇન્દિરા ગાન્ધિનિ જરુર છે…..
બહુ સરસ લખ્યુ ચ્હે ઉત્તમ સહિત્ય.
દંભ નામે દેશમાં પેદા થતી તલવારનો
આપણે હાથો છીએ બસ એમના હથિયારનો,
એક તરણું ભૂલથી અડકી ગયું શું આભને….
ટોચને મુદ્દો મળી ગ્યો ખીણથી તકરારનો
ખુબ જ સરસ.
ખુબ્ જ સરસ્
ખૂબ જ સુંદર અને તાજગીસભર ગઝલ!
સુધીર પટેલ.
khub gamiyu. vadhu gajal mukva vinti
Bauj Saras Lakhyu chhe… Dil ne chhu i ne nikdyu
bahu saras. gandhinagar nu ngaurav so tame. makvana
મથાદુ જ ઘનુ કહિ જાય ચ્હે