કહો, કોની પરવા ? – સુરેશ દલાલ

શરીર સાબૂત હોય
કે સાબૂત ન પણ હોય
પણ મન આ મજબૂત હોય
તો ડરવાનું શું ને પછી કોની પરવા ?
જીવવાનું હોય
યા મરવાનું હોય
તો ડરવાનું શું ને પછી કોને પરવા ?

તનના તંબુમાં
મરણનો આરબ
એના ઊંટ સાથે હોય
પણ આપણા આ હોઠ સામે
અમરતના ઘૂંટ હોય
આનંદ લખલૂંટ હોય
પછી કોને પરવા ને કોની પરવા ?

આપણે તો મરજી-વા
ડૂબવા નીકળ્યા
ને જળની કેડી પર નીકળ્યા ફરવા
હવે કોને પરવા ને કોની પરવા ?

રોજ રોજ ડૂબવાનું
રોજ રોજ તરવાનું
રોજ રોજ ઊગવાનું
ને આપણે આથમવાનું:
ફરી પાછું ઊગવાનું:
કાંઈ નહીં પૂછવાનું:
સ્મિત નહીં લૂછવાનું:
….. કહો, કોને પરવા ?
…… કહો, કોની પરવા ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વન-વંદના – નટવર હેડાઉ ‘વનવિહારી’
ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ Next »   

4 પ્રતિભાવો : કહો, કોની પરવા ? – સુરેશ દલાલ

 1. trupti says:

  ખુબ સરસ રચના….

 2. દ્લાલ સાહેબ
  ડોશા ડોશીની ક્માલ્ – લગાવ્ જેવી આપની અનેક ઘણી સુદર રચનાની મઝા માણી હોય.
  કોણ્ જાણે કેમ આ કાવ્યમા મને એવી મઝા ન મળી.

 3. tejas dave says:

  wah suresh sir maza avi gai

 4. Bharat b Desai says:

  Vha Vha vha wonderful

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.