વ્હાલા વાચકમિત્રો,
રીડગુજરાતી સાથેની સાહિત્યયાત્રામાં વધુ એક વર્ષ ઉમેરાયા બાદ જ્યારે હું આ લેખ લખવાની શરૂઆત કરું છું ત્યારે મનમાં આખાયે વર્ષની કેટકેટલી ઘટનાઓનું સ્મરણ થઈ આવે છે. આ મધુર સંસ્મરણો વિશે કંઈક વાત કરું તે પહેલાં આજના આ મંગલ પ્રભાતે આપ સૌને મારા પ્રણામ.
રોજ સવારે અખબારના પાનાં ફેરવતાં ચોરી, હિંસા, ખૂન વગેરે સમાચારો વાંચવા મળે છે. છાપાના આ બાર પાનાં વાંચીને સમાજનો બૌદ્ધિકવર્ગ એમ માનતો થઈ જાય છે કે જમાનો બહુ બગડી ગયો છે ! આ બાબતમાં મારી માન્યતા જરા જુદી છે. હું એમ માનું છું કે અખબારના બાર પાન વાંચીને આપણે એમ સમજવું જોઈએ કે આપણી આસપાસમાં માત્ર આટલી જ ઘટનાઓ અયોગ્ય બને છે, એ સિવાય જગતમાં બધું સારું જ બને છે ! કારણ કે જે કંઈ સારું બને છે એની દુર્ભાગ્યે નોંધ લેવાતી નથી. જે કંઈ શુભ થાય છે તેની વાત લોકો સુધી પહોંચતી નથી. આ માત્ર મારી માન્યતા જ નહીં, રીડગુજરાતી સાથેની યાત્રામાંનો પ્રત્યક્ષ અનુભવ રહ્યો છે. આજે આ અનુભવ બાબતે આપની સાથે જરા દિલ ખોલીને વાત કરવી છે.
આજે આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ કે આપણા જીવનનું સઘળું મૂલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજિક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી. માત્ર તમે આર્થિક રીતે કેટલા સદ્ધર છો એ જ જોવાય છે. સાહિત્યકાર કે સંગીતકાર પણ પોતાની કલા પ્રસ્તુત કરીને કેટલા પૈસા કમાય છે ? – એ જ રીતે એને જોવામાં આવે છે. જેઓ પોતાની નોકરી કે ધંધામાં ખૂબ પરિશ્રમ કરી રહ્યાં હોય, તે છતાં તેમને જો યોગ્ય પગાર ન મળતો હોય તો સ્વાભાવિક રીતે કોઈ પૂછી બેસે છે કે ‘આટલી મોંઘવારીમાં તમે આટલા ટૂંકા પગારમાં ઘર કેવી રીતે ચલાવો છો ?’ આટલી વિકટ અને જટિલ પરિસ્થિતિ વચ્ચે આધુનિકતાના ધસમસતા પ્રવાહમાં જો કોઈ એમ કહે કે : ‘કલાના ખોળે રહીને પણ જીવન જીવી શકાય છે….’ – તો આ વાત જગતના લોકો માટે સૌથી હાસ્યાસ્પદ થઈ પડે. તનતોડ મહેનત બાદ આવક-જાવકના બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી અનુભવતા લોકો એ વાત કેવી રીતે સ્વીકારી શકે કે સાહિત્યના સહારે સર્વસ્વ પામી શકાય છે ? પરંતુ હા, જીવી શકાય છે…ચોક્કસ જ જીવી શકાય છે. હું આ વાતનો સાક્ષી છું; એ પણ એક-બે મહિનાથી નહીં, પૂરેપૂરા છ વર્ષથી !
કદાચ આપના મનમાં પ્રશ્ન થશે કે ‘ચાલો, એમ માની લઈએ કે કલાના ખોળે જીવન સમર્પિત કરવાથી દાળ-ચોખા નીકળી શકે છે; પરંતુ શું આજના સમયમાં ફક્ત દાળ-ચોખાની વ્યવસ્થાથી જ બધું કામ ચાલી જાય છે ? માત્ર એટલું જ આયોજન પૂરતું છે ?’ – સાચી વાત, માણસનું જીવન હવે ફક્ત પેટની ભૂખ સુધી સીમિત નથી રહ્યું. માણસને ટેકનોલોજી અને આધુનિકતાના પ્રવાહો સાથે તાલ મિલાવવા જરૂરી સાધનો વસાવવાં પડે છે. પરંતુ તે છતાં આ બાબતમાં પણ હું એમ મક્કમતાપૂર્વક કહી શકું છું કે સાહિત્ય ખરેખર પર્યાપ્ત છે ! કોઈ પણ કલાની સાચી ઉપાસના માણસના જીવનની આંતરિક જરૂરિયાતોની સાથે સાથે તેની ભૌતિક જરૂરિયાતોને પૂરી કરવા સક્ષમ છે. વૃત્તિ અને સાધન શુદ્ધ હોય તો આ જગતમાં શું અશક્ય છે ? આ બધી બાબતો મારે ફક્ત સિદ્ધાંતો રૂપે નહીં પરંતુ મારા પ્રત્યક્ષ અનુભવ દ્વારા આપની સામે મૂકવી છે. તેથી, આ વિશે હું આપને મારા બે અનુભવોની વાતો અહીં કહેવા માગું છું. ગત ઓક્ટોબર માસમાં અચાનક મારું લેપટોપ ચોરાઈ ગયું. ખબર નહીં કેવી રીતે, પરંતુ એ દિવસોમાં આસપાસના વિસ્તારોમાંથી ઘણા લેપટોપ ગયાં. સ્વાભાવિક છે કે અચાનક આવી ઘટના બનવાથી અસ્વસ્થ થઈ જવાય. શું કરવું એ સમજ ન પડે. જે કંઈ માહિતી હતી એ તો બધી સચવાયેલી હતી, જેથી ડેટાનું નુકશાન ઓછું થયું, પરંતુ સાધનનું શું ? એના વગર કામ શી રીતે થઈ શકે ? એ દિવસે મેં આ વાત એક નાની નોંધ રૂપે સાઈટ પર મૂકી હતી. મારા આશ્ચર્ય વચ્ચે બે જ કલાકમાં ચારેબાજુથી એટલી બધી મદદ પ્રાપ્ત થઈ કે મારે સૌને ઈ-મેઈલ કરવો પડ્યો કે કૃપયા હવે તમારું વધુ યોગદાન ન મોકલશો. એ જ દિવસે બીજું લેપટોપ લેવાનું શક્ય બન્યું, એ આ સાહિત્યની દેન નહીં તો બીજું શું છે ? કહેવાનો અર્થ એ છે કે સાહિત્ય કંઈ બિચારા-બાપડા અને લાચાર લોકોની દુનિયા નથી. સાહિત્યમાં માંડ-માંડ ગાડું ગબડે એવી વાત નથી. એ તો તમને પાંખો પણ આપે છે.
હવે આ અનુસંધાનમાં એક બીજો પ્રસંગ જોઈએ. મને ખબર નથી કે આપ મારી આ વાત સાચી માનશો કે નહિ પરંતુ સાહિત્યએ મને જે આપ્યું છે એ તો મારે કહેવું જ પડશે. આ વાત છે થોડા મહિનાઓ પૂર્વેની. એક દિવસ અમેરિકાથી એક વાચકબેનનો ફોન આવ્યો કે તેઓ ભારતની મુલાકાતે આવવાના છે અને રીડગુજરાતીને કંઈક યોગદાન આપવા ઈચ્છે છે. એમની વિશેષ ઈચ્છા એવી હતી કે થોડુંક વધુ યોગદાન આપી શકું તો રીડગુજરાતીના અન્ય ખર્ચાઓ માટે મદદરૂપ થઈ શકું. એમણે મને પૂછ્યું કે હાલમાં તમારી શું જરૂરિયાત છે ? મેં એમને સંકોચપૂર્વક જણાવ્યું કે ‘મારે તો એક કારની જરૂરિયાત છે !’ સાથે મેં એમને કહ્યું કે આપને મારી વાત અતિશયોક્તિભરી લાગે અને કદાચ એમ પણ થાય કે કાર તો લકઝરીમાં ગણાય, એ જરૂરિયાતની વસ્તુ શી રીતે હોઈ શકે ? પરંતુ એ મારા માટે જરૂરિયાતની વસ્તુ છે એ પણ એટલું જ સાચું છે. કઈ રીતે ? વાતનો ખુલાસો કરતાં મેં કહ્યું કે ‘બને છે એવું કે રીડગુજરાતીને કારણે મારે ત્યાં અનેક સાહિત્યકારોની અવરજવર વર્ષ દરમ્યાન સતત ચાલતી રહે છે. મોટા ભાગનાં સાહિત્યકારો વડીલ હોય અને ઘણીવાર તેઓ ટ્રેન દ્વારા મુસાફરી કરીને દૂરથી આવતાં હોય. કોઈ પોતાના પુસ્તક વિમોચનનું નિમંત્રણ પાઠવવા આવ્યાં હોય તો કોઈ અંગત વાર્તાલાપ માટે સમય લઈને પધાર્યા હોય. આ સૌ વિદ્વાનો માટે આપણે બીજું તો શું કરી શકીએ ? પરંતુ તેમની લેવા-મૂકવાની સગવડ સાચવી શકાય તોય ઘણું – એમ મારા મનમાં થયા કરે. એ સિવાય જ્યારે ખૂબ અંતરિયાળ ગામડાઓમાં કામ કરતી સંસ્થાઓની મુલાકાત લેવાનું થાય ત્યારે એવા વિસ્તારોમાં બસની સુવિધા ન હોવાથી ભારે અગવડ પડે અને પરિણામે સુંદર કાર્યો કરતી સંસ્થાઓ સુધી પહોંચવાનું અઘરું થઈ પડે. વળી, ઘણીવાર જે સાહિત્યકારોએ રીડગુજરાતીને પોતાના લેખ મોકલ્યા હોય તેમને ત્યાં જવાનું થાય ત્યારે સ્વાભાવિક એવી ઈચ્છા થઈ આવે કે તમને લૅપટૉપની મદદથી લેખ પર પ્રાપ્ત થયેલા પ્રતિભાવો બતાવી શકાય તો ઘણું સારું. આ બધા માટે પોતાનું એક સાધન હોય તો કદાચ વધુ અનુકૂળતા રહે.
તેમણે મારી વાત સાંભળીને તુરંત સંમતિ દર્શાવી અને પોતાની તરફથી અમુક રકમ નિશ્ચિતપણે આપવાનું જણાવ્યું. એ સાથે તેમણે એમ કહ્યું કે ‘જે સાધનનો લોકો મોજશોખ માટે ઉપયોગ કરતાં હોય છે એ સાધનનો આવો સદુપયોગ થતો હોય તો એમાં કશું જ ખોટું નથી, માટે તમે આ વિચાર તમારા કેટલાક નજીકના વાચકમિત્રો સુધી વિના સંકોચે પહોંચાડો, તેઓ જરૂર યોગદાન કરશે જ.’ છેવટે બન્યું પણ એમ જ. સૌએ આ વિચારને વધાવી લીધો અને જોતજોતામાં ઘણી મોટી (લગભગ 70%) રકમ ભેગી થઈ ગઈ. એમાં મેં પણ મારા તરફથી યથાશક્તિ ઉમેરો કર્યો અને પરિણામે એક નવી કાર (ALTO LXI) લેવાનું શક્ય બન્યું. હું તો આને એક અનન્ય ઘટના ગણું છું. સાહિત્ય શું નથી આપતું ? આ ઘટના તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે. કોઈ પણ કલાના ક્ષેત્રમાં જે કોઈ નિષ્ઠાપૂર્વક કામ કરે છે તેને અસ્તિત્વ જરૂરી સાધનો પહોંચાડતું જ રહે છે. મારે આજે આ બધી વાતોની સ્પષ્ટતા એટલા માટે કરવી પડે છે કે સમાજના મનમાં એક ગ્રંથિ ઘર કરી ગઈ છે કે ‘સાહિત્ય તો નવરા લોકોનું કામ….સાહિત્યમાં તો ભૂખે મરવું પડે…. સાહિત્યમાં તો ખભે બગલથેલો લટકાવીને ઘસાયેલાં ચંપલ પહેરીને ફરવું પડે…..’ આ છાપને હવે ભૂંસી નાખવી પડશે. કવિ અને લેખક સામે લોકો દયામણી નજરે જોતા હોય છે. એ હવે બંધ થવું જોઈએ. સમાજમાં કલાને યોગ્ય આદર મળવો જોઈએ. કલાના સંવર્ધન માટે જેઓ આવું યોગદાન કરતાં હોય તેમની સમાજે નોંધ લેવી જોઈએ. શુભ ઘટનાઓ આપણી આસપાસ આજે પણ બને છે. બસ, એને જોવા માટે દષ્ટિ કેળવવી જોઈશે.
મુખ્ય વાત મારે એ કહેવાની હતી કે ભાષા-સાહિત્ય માટે લોકો આજે પણ આટલું યોગદાન કરે છે એ વાતની સૌને જાણ થવી જોઈએ. આપણે ત્યાં મોટે ભાગે બને છે એવું કે દાન લેનાર વ્યક્તિ પોતાને કેટલું દાન મળે છે તે જાહેર નથી કરતો. કદાચ એમાં એક ભય રહેલો હોય છે કે જાહેર કરવાથી લોકો આપતા બંધ તો નહીં થઈ જાય ને ? – પરંતુ આ ભય અસ્થાને છે. આપણને જે કંઈ મળતું હોય તેની વાત આપણે જાહેરમાં કરવી જોઈએ. આપણે આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે એમ નહીં કરીએ તો લોકોનો સાહિત્ય પરથી વિશ્વાસ ઊઠી જશે. ગુજરાતી ભાષા બચાવવા માટે ઠેર-ઠેર આંદોલનો થતાં રહે છે પરંતુ કેટલાક લોકો ગુજરાતી ભાષા માટે આ રીતે કંઈક આપતા હોય છે એવી વાતો તો ક્યાંય સંભળાતી નથી ! આપનારની ગરિમા સચવાય એ રીતે લેનારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે ‘હા, મને યથાયોગ્ય પ્રમાણમાં મળી રહે છે.’ હું તો ત્યાં સુધી કહેવા માગું છું કે રીડગુજરાતીની આ યાત્રામાં એવા ઘણાં વાચકમિત્રો છે જેમણે રીડગુજરાતીને એકવાર નહીં પરંતુ દસથીયે વધારે વખત યોગદાન કર્યું હોય. એ સૌ યોગદાન કરનારને મારી સ્પષ્ટ સૂચના હોય છે કે તમે આપેલાં યોગદાનનો હું રીડગુજરાતીની સાથે મારા જીવનનિર્વાહના ખર્ચ માટે પણ ઉપયોગ કરું છું, પરંતુ તેમ છતાં તેઓ દર વર્ષે આપ્યે જ જાય છે, આપ્યે જ જાય છે…. કોઈ પણ જાતના પ્રત્યક્ષ પરિચય વગર જે લોકો આપણામાં આટલો વિશ્વાસ મૂકે છે એમને આપણે કેમ ભૂલી શકીએ ?
રીડગુજરાતીને ક્યારે ક્યારે અને કેવા કેવા પ્રકારે ડોનેશન મળ્યું છે, એની જો હું યાદી બનાવું તો સ્તબ્ધ થઈ જાઉં છું. મને ખુદને વિશ્વાસ આવતો નથી કે શું જગતમાં આવું પણ બની શકે છે ? સતયુગને પણ શરમાવે એવી ઘટનાઓના સાક્ષી બનવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. ક્યારેક એવું બને છે કે કોઈક સવારે હું મારું બેંક ખાતું ઈન્ટરનેટ પર તપાસું ત્યારે કોઈ અજાણ્યા દાતાએ બે-ત્રણ હજાર રૂપિયા નામ વગર જમા કરાવી દીધા હોય ! પરદેશમાં ભણતી એક વિદ્યાર્થીનીએ રીડગુજરાતીના ઈન્ટરનેટ ખર્ચ માટે યથાશક્તિ આજીવન સહાય કરવાનું વચન આપ્યું છે. પોતાને ગમતાં સામાયિકોના લવાજમ વાચકો જાતે જ ભરી દે છે, અને એ સામાયિક મને મળે ત્યારે ખબર પડે છે કે આનું તો લવાજમ કોઈક વાચકે ભર્યું છે ! થોડા વર્ષ અગાઉ મુંબઈના કોઈ વડીલે પૂરાં બે વર્ષ સુધી ‘મુંબઈ સમાચાર-જન્મભૂમિ’ના લવાજમ ભરી દીધાં હતાં. પરદેશથી આવનાર વાચકમિત્રો જ્યારે મળવા આવે ત્યારે ચૂપચાપ મારા ટેબલ પર એક કવર મૂકી જાય છે. એ કવરમાંની રકમ સામાન્ય નથી હોતી. કેટલીકવાર તો જાહેરાત આપનાર પણ એમ કહે છે કે ‘આ તો એ બહાને અમે કંઈક મદદરૂપ થઈ શકીએ…!’ એકવાર એક ભાઈ મને એમ કહેતા હતા કે આજે અમારા પિતાજીની પુણ્યતિથિ છે, તેથી અમે અમુક રકમ તમારા ખાતામાં જમા કરાવી છે જે તમે રીડગુજરાતીના કામ માટે વાપરજો. વળી, જ્યારે સર્વરની તકલીફ થઈ હોય ત્યારે અનેક લોકોએ અનેક વખત સહાય કરી છે. આનો અર્થ એ નથી કે રીડગુજરાતીને ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો ન કરવો પડ્યો હોય પરંતુ જે લોકો સાહિત્યની તાકાતને ઓછી આંકતા હોય તે સૌને મારા આ જવાબો છે. આ સત્યઘટનાઓ છે, કલ્પનાજગતની વાતો નથી.
હવે એથી એક ડગલું આગળ જોઈએ. રીડગુજરાતી સાથેની આ યાત્રામાં ખૂબ ફરવાનું થતું રહે છે એથી ઘણીવાર એવા લોકોને મળવાનું થાય છે કે જેમને પોતાના વિકાસ માટે કોઈ સાધનની જરૂર હોય. તેમની સ્થિતિ જોઈને મને એમ થાય કે આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને યોગ્ય સહાયતા મળવી જોઈએ. કોઈકવાર આ પ્રકારની માહિતી હું મારા વાચકમિત્રોને આપતો રહું છું અને મને એ વાતનો ગર્વ છે કે આટલા વર્ષોમાં એ રીતે કેટલાક વાચકમિત્રો સાથે જોડાઈને અમુક યોગ્ય વ્યક્તિઓને જરૂરી સાધનો આપવાની અમૂલ્ય તક અમને સૌને પ્રાપ્ત થઈ છે. એ અભાવગ્રસ્ત ચહેરા પર અપાર આનંદ છલકાતો જોયો ત્યારે અમને અનુભવાયું કે આપવામાં જ જગતનો સર્વોચ્ચ આનંદ સમાયેલો છે ! કોઈ વિદ્યાર્થીનીની ફી ભરવાની હોય કે કોઈ ઘરડાઘરને ફ્રિજની જરૂર હોય કે પછી કોઈને કોમ્પ્યુટરની આવશ્યકતા હોય અથવા કેટલાકને રોજગારી માટે સિલાઈના સંચાની જરૂર હોય, કોઈના કોલેજની ફી ભરવાની હોય…. – આ બધા જ પ્રસંગોમાં બધાએ ભેગાં થઈને મન મૂકીને સહાય કરી છે. હજી હમણાં ગત સપ્તાહે જ એક તેજસ્વી વિદ્યાર્થીનીને નવું લેપટોપ આપવાનું કાર્ય ગણતરીના દિવસોમાં જ સંપન્ન થયું. આ બધી વાતો અહીં લખીને રીડગુજરાતીની મહત્તા કે દાતાઓના વખાણ કરવાનો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ મુખ્ય બાબત એ છે કે આ બધી વાતો લોકો સુધી પહોંચવી જોઈએ જેથી સમાજમાં આ પ્રકારનાં કાર્યો કરવાની કોઈને પ્રેરણા મળે.
કહેવાનું તાત્પર્ય એ કે કલા બધું જ આપે છે પરંતુ આ બધી બાબતો દ્વારા મારો કહેવાનો હેતુ એવો જરા પણ નથી કે કલાના ક્ષેત્રમાં જગતની તમામ સુખસાહ્યબી છે. એમાં તો નિરંતર સંઘર્ષ છે. પોતાનું અસ્તિત્વ ટકાવવાથી માંડીને રોજગારી સુધીના અનેક પ્રશ્નો છે. તમામ ગણતરીઓ એક બાજુએ મૂકીને આ માર્ગે એકલા ચાલવાનું હોય છે. દુનિયાના લોકોનો ઉપહાસ સહન કરીને આપબળે આગળ વધવાનું હોય છે. તેમ છતાં આ બધું ખૂબ ગમે છે કારણ કે કલાની શીતળ છાંય એવી છે કે એ જગતના તાપનો અનુભવ થવા દેતી નથી. સાહિત્ય આ અર્થમાં એક પ્રચંડ શક્તિ છે. રીડગુજરાતી દ્વારા મારી ખોજ એવા ઊર્જાવાન સાહિત્યની રહી છે કે જે જીવનને પ્રકાશિત કરનારું છે. આપ સૌ જાણો છો કે અહીં મનોરંજનનો કોઈ હેતુ નથી. જે કંઈ શુભ છે, જીવનને સારા માર્ગે પ્રેરિત કરનારું છે તે સૌ લોકો સુધી પહોંચે તેવો એક પ્રયાસ છે. જીવનનું યોગ્ય ઘડતર કરી શકે તેવા શિષ્ટ વાંચનની આજે જરૂર છે. આ માટે રીડગુજરાતીના બધા જ લેખો કંઈ ઉત્તમ કક્ષાના હોય એવું નથી, પરંતુ જીવન વિકાસની દિશામાં એક નાનકડું ડગલું ભરી શકાય એવો પ્રયત્ન તો ચોક્કસ છે.
ટૂંકમાં, સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મારો કહેવાનો સાર એ હતો કે જગતમાં ઘણું શુભ બનતું હોય છે. માત્ર રોજબરોજના સમાચારોના આધારે આપણે જગતને મૂલવી શકીએ નહીં. આ છ વર્ષની યાત્રાના મારા આ બધા અંગત અનુભવો રહ્યાં છે. વર્ષમાં એક દિવસ આ મળે છે કે જ્યારે રીડગુજરાતીના પડદા પાછળ બની રહેલી ઘટનાઓ આપની સાથે વહેંચવાની આવી તક મળે છે. મને એ વાતનો આનંદ છે કે રીડગુજરાતીને આવા જાગૃત અને મૂલ્યનિષ્ઠ વાચકો મળ્યાં છે. દર વર્ષે અનેક વાચકો અને સાહિત્યકારો ઉમેરાતા જાય છે અને તેમાંથી ઘણાં લોકોને પ્રત્યક્ષ મળવાનું પણ બને છે. કેટલી બધી વ્યસ્તતા વચ્ચે આપ સૌ થોડો સમય લઈને દૂર દૂરથી મળવા આવો છો ! વડીલ સાહિત્યકારો અને મહાનુભાવો માટે તો શું કહેવું ? અહીં મને વિશેષરૂપે સ્મરણ કરવાનું મન થાય છે કે ચાલુ વર્ષે મારે ત્યાં પધારેલા કુન્દનિકાબેન કાપડિઆ, મીરાબેન ભટ્ટ, પૂ. મોરારિબાપુ તથા અન્ય સૌ વડીલોએ મને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમની સાથેના વિચાર વિનિમયથી મને લેખોની પસંદગી કરવામાં વધુ પ્રકાશ પ્રાપ્ત થયો છે. 4000 લેખોની આ યાત્રામાં સૌ સાહિત્યકારોને વંદન કરું એટલા ઓછા પડે. તેમનો અપાર સહયોગ સતત મળતો રહ્યો છે. ઉત્તમ પુસ્તકો રીડગુજરાતી સુધી પહોંચાડનાર સૌ પ્રકાશકોનો પણ એટલો જ આભાર. જેમના આશીર્વાદથી આ યાત્રા નિર્વિઘ્ને ચાલી રહી છે તે મારા સ્વ.માતા અને પિતાને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું તથા જેમની કૃપાથી સાહિત્યના ખોળે વિશ્રામ અને આનંદ મળ્યો તે પરમ તત્વનું પણ સ્મરણ કરી લઉં છું. રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાથી લઈને અન્ય તમામ ખર્ચ માટે સહાયતા કરનારા સૌ દાતાઓને મારા નમન. છેલ્લે, મારા કુટુંબીજનો જેવા વિશ્વના તમામ વાચકોને મારા ભાવપૂર્વક વંદન. રીડગુજરાતી આપણા સૌના જીવનપથને વધારે ને વધારે ઉજ્જ્વળ અને પ્રકાશિત કરવામાં નિમિત્ત બને તેવી પ્રાર્થના સાથે વીરમું છું.
લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી
+91 9898064256
shah_mrugesh@yahoo.com
(તા.ક. : રીડગુજરાતી પર રવિવાર તથા સોમવારે રજા રહેશે. તા. 12 જુલાઈની સવારે બે લેખો સાથે ફરી મળીશું. વાર્તા-સ્પર્ધાની 10 જુલાઈ છેલ્લી તારીખ છે. ભાગ લેનાર તમામ સ્પર્ધકોની યાદી બે-ત્રણ દિવસમાં અહીં પ્રકાશિત કરવામાં આવશે.)
135 thoughts on “રીડગુજરાતી : સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી”
Congratulation to read gujarati and
MRUGESHBHAI
THIS ALL CREDIT GOES TO YOUR HARD WORK
GOD BLESS YOU FOR THIS GOOD WORK
RAJ
સુંદર કામ સાહિત્યનાક્ષેત્રમાં થઇ રહ્યું
છે,જેની નોંધ લેવી ઘટે.
બહુ જ સરસ્
mrugeshbhai
congratulations
ane
background design superb che
Congratulations to mrugeshbhai –and wish you this a a birthday of ur website !!!!! I wish you and your social work many many returns of this mangal day !!!!!!!!
સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ખૂબ-ખૂબ અભિનંદન…….
આ બધુ તમારી અથાગ અવિરત મહેનત અને સાહિત્ય રુચિને લીધે જ શક્ય બન્યુ છે.
અનિવાર્ય સંજોગોને લઈને હમણાનું પહેલાની જેમ નિયમિત વંચાતુ નથી પણ જ્યારે મેળ પડે ત્યારે વાંચી લઉ છુ.
ફરીથી એક વખત અભિનંદન અને આભાર
સીમા
Namaste Mrugeshbhai,
My hearty congratulations to you specially and everyone associated with the publication of ReadGujarati for the last six years. I appreciate your hard work and conscientious effort in reaching this milestone that we all feel very proud of.
My best wishes to you and the ReadGujarati kutumb parivar.
Kind regards,
Arvind Dullabh
Papakura
New Zealand
HAPPPYYY BIRTHDAYYY MRUGESH BHAIIII
AND TO YOUR READGUJARATI WEBSITE… IN THE BEGINING, I USED TO READ ALOT BUT NOW GOT CAUGHT UP WITH MY UNI AND JOB SO DON’T HAVE MUCH TIME.. BUT STILL I GO ON IT TO READ JOKES LOL NOW… HAHA
ANYWAYSSS
IT’S BEEN GREAT 7 YEARS OF YR FRIENDSHIP AND THIS WONDERFUL WEBSITE 🙂
THANKS ALOOTTT AND WISH YOU THE BESTTT FOR YOUR FUTURE 🙂
– GIRA N JANKI
AND YAA… LOVE THIS NEW BACKGROUND OF YOUR SITE 😉 LOOK BEAUTIFULLLL 😉
Many many return of the day Happy Birthday ” Read Gujarati”
Congratulations to Mrugeshbhai.
this is great. please keep it up. many many congratulations.
શ્રેી મ્રુગેશભાઈ,
રેીડગુજરાતેી.કોમ ને જન્મ દેીવસ શુભેછા
આપને પણ ખુબ ખુબ અભિનન્દન.
રીડ ગુજરાતીના નવા વર્ષે નવા વાઘા 🙂 જાણે જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણ ને નવા નવા વાઘા ને શણગાર!
રીડગુજરાતી સાહિત્યની સફરમાં લાંબી મજલ કાપે તેવી શુભેચ્છાઓ. નવું વર્ષ (તમારા માટે અને રીડગુજરાતી) માટે શુભ રહે તેવી પ્રાર્થના!
Congrats, Mrugeshbhai and ReadGujarati.com!!
Heartily congratulation for entering into seventh year. What you do is a great thing for making Gujarati alive. Those like me who are addicted to open ‘Readgujarati’ in the morning are very much obliged for making our morning good. Thank you very much, Mrugueshbhai. May God bless you and Readgujarati with lot of love! – Dr Janak Shah
આપને અભિનન્દ્દાન …
Congratulations Shri Mrugeshbhai and team to coninue for ever!
congratulations to readgujarati and mrugeshbhai and also all reader`s
રીડગુજરાતી અને મૃગેશભાઈને જન્મદિવસના ઘણા ઘણા અભિનંદન.
રીડ ગુજરાતીનું છઠ્ઠું વર્ષ પૂરું થયું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હજુ અનેક વર્ષો સુધી તેનો સાથ રહે તેવી શુભેચ્છાઓ.
Happy birthday and many many congrats….
માનનીય મૃગેશભાઈ,
આપના તથા Read Gujarati ના જન્મદિવસે આપને ખુબ-ખુબ અભિનંદન! આજના fast યુગ સાથે તાલમેલ મેળવવાના પ્રયત્નમાં ત્રસ્ત બનેલા માનવને Read Gujarati ના માધ્યમથી જીવનનું સાચું સુખ અને શાંતિનો અનુભવ આપ કરાવી રહ્યા છો.
આપનો આ પ્રયાસ પ્રભુકૃપાથી સફળ થાય અને Read Gujarati ના વિકાસમાં વાચકોનો વધુને વધુ સહયોગ આપને પ્રાપ્ત થાય એવી આજના મહત્વના દિવસે શુભેચ્છા.
છ વર્ષની યાત્રાના સંસ્મરણો ખરેખર રોચક તેમજ આનંદદાયક છે. આવનારા સમયમાં વધુ ને વધુ રોમાંચક અનુભવો આપને થાય એ જ અભિલાષા.
૭ મા વર્ષના પ્રવેશ નિમિત્તે હાર્દિક અભિનંદન. તમારી વેબસાઈટ ઘણી ઘણી ઉપયોગી છે તેમાં બે મત નથી. ઘણાં લેખો મેં ઉતાર્યા છે અને સગાં સંબંધીઓને વંચાવ્યા છે. ઈમેઈલથી પણ મોકલ્યા છે.
આશા રાખું છું કે આવોજ સુન્દર તંત્રીલેખ સીતેરમી વર્ષગાંઠ ના રોજ પણ વાંચવા મળે.
DEAR MRUGESHBHAI,
Heartily congratulation for entering into seventh year.
my best wished with readgujarati & you.
aniket telang
Wish you a very Happy Birthday Mrugeshbhai! All the best for ReadGujarati’s Success in coming years!
Congratulation to readgujarati & Mrugeshbhai.
Happy birthday “READ GUJARATI” may you have many many more,.,., god bless you
રીડગુજરાતી.કોમ અને મૃગેશભાઈને ખુબ ખુબ અભિનંદન
અનેક વર્ષો સુધી સાહિત્યની સફર નો સાથ રહે તેવી શુભેચ્છાઓ.
માત્ર સાહિત્ય નહિં કોઈ પણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર મનુષ્ય કદી અભાવ અનુભવતો નથી. જરૂર છે માત્ર ને માત્ર પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠાની. છ વર્ષની આપની નિષ્ઠાપૂર્વકની સાહિત્ય સફર બદલ ધન્યવાદ અને આ સફરમાં અમને થયેલ અવર્ણનીય આનંદ માટે આભાર.
આદરણિય શ્રી મૃગેશભાઈ,
રીડગુજરાતીની સફરના છ વર્ષ પુરા થયા એ નિમિતે હાર્દિક અભિનંદન.
આપણા દેશ પરદેશના ગુજરાતીઓને ઈન્ટરનેટ પર ગુજરાતી વાંચતા કરી દેવાનું શ્રેય આપને જાય છે. કેમ કે આજ થી સાત વર્ષ પહેલા નેટ પર ગુજરાતીમાં આટલું વ્યવસ્થિત હતુ જ નહિ.
આજે ફેસબુક અને બીજી અનેક સોસિયલ નેટવર્કિંગ સાઈટો પર આટલુ સરસ ગુજરાતી જોવા મળે છે એમાં રીડ ગુજરાતીનો ફાળો નાનો સુનો નથી.
આપે સાહિત્ય ક્ષેત્રે છેલ્લા છ વર્ષથી જે અથાગ પ્રયત્ન કર્યો છે એ ઉડીને આંખે વળગે એવો છે.
અનેક વર્ષો સુધી આપ સાથે સાહિત્યની આ સફર નો સાથ રહે તેવી ઇશ્વર પાસે અપેક્ષા અમે સૌ વાચકો રાખીએ છીએ.
આપને આપના જન્મદિવસે અને રીડ ગુજરાતીના જન્મદિવસે અનેકોનેક શુભેચ્છાઓ.
એકદમ સાચી વાંત કરી. હું ૧૦૦%સહમત છું.
Congratulation to ReadGujarati…….thank you for spreading Gujarati Language to the World………….
સ્નેહી મ્રુગેશભાઈ,
સૌ પ્રથમ તો આપને આપના ખુદના જન્મ-દિવસની ઘણી મુબારકબાદીઓ….ત્યારબાદ રીડગુજરાતીને ૬ વરસ પહેલા જન્મ આપી ઓનલઇન ‘સાહિત્યિક મર્દાનગી’ બતાવી તે બદલ…થોડી વધારે….
Dear Mrugeshbhai,
Congratulations to Read Gujarati.com and to you on completion of six years of
successful journey towards service to Gujarati Literature.
Many many happy returns of the day. May God bless you!
જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ ……
હ્રદય સ્પર્શી લેખ……..
સૌ પ્રથમ તો રીડગુજરાતીની સફરના છ વર્ષ પુરા થયા એ નિમિતે હાર્દિક અભિનંદન અને
જન્મદિવસ ની હાર્દિક શુભેછા વધારે ના કહેતા હું ફક્ત એજ કહું છું કે
તમારા દુશ્મન કે હરીફનું સાંભળો કારણ કે તમારી ભૂલનો સૌથી વધુ ખ્યાલ તેને જ હોય છે.
શ્રી મૃગેશભાઈ,
જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ
રીડગુજરાતીને સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ખૂબ-ખૂબ અભિનંદન…
મૃગેશભાઈ, ખુબ ખુબ અભિનંદન.
જનમ દિવસ નિ
Wish you a very Happy Birthday Mrugeshbhai! All the best for ReadGujarati’s Success in coming years!
HAPPY BIRTHDAY!! 7MA VARSHMA MANGAL PRAVESH MATE ABHINANDAN!! KHOOB VIKASO,KHOOB LAKHO, AEM KARINE MARA JEVANI VANCHAN PYAS BOOZAO!!!
મૃગેશભાઈ,
તમને અભિનંદન અને સાથે સાથે તમારો જેટલો આભાર માનીએ એટલુ ઓછું છે. તમારો આ તંત્રીલેખ વાંચીને ભાવવિભોર થઈ જવાયુ. સમાજનો કલા પ્રત્યેનો દુર્વ્યવહારને લઈને તમારી પીડા તમારા શબ્દોમાં છલકાય છે, પરંતુ તમે જણાવ્યુ તેમ કલા અને સાહિત્યની કદર કરનારાઓ પણ ઘણા છે તે જાણીને આનંદ થયો.
ફેસબુક પર કલાકો વીતાવી નાખનારા ૧૫ મિનિટ પણ આપણા સાહિત્ય માટે ફાળવી નથી શકતા એ ઘણી દુઃખદ બાબત છે.
રીડગુજરાતીની યાત્રા અવિરત ચાલતી રહે એવી પ્રભુપ્રાર્થના.
આભાર,
નયન
congratulations
સાતમા વર્ષમા પ્રવેશવા બદલ રીડ ગુજરાતી, મ્રુગેન શાહ અને તેના વાંચકો ને ખૂબ જ્હૂબ અભિનંદન. વધુ વિકસે તેવી શુભેચ્છા.
આદરણીય મૃગેશભાઈ,
રીડ ગુજરાતીની વર્ષગાંઠ નિમિતે ખુબ ખુબ શુભેચ્છાઓ,
રીડ ગુજરાતી વરસો વરસ અપાર પ્રગતિ કરતી રહે એવી શુભકામનાઓ.
– કૌશલ દેરાસરી
Hello,
Get to gather Karo for read Gujarati readers .. 🙂
congratulations keep it up. .. god bless you..
Regards,
Manisha
ખૂબ ગમ્યો..લેખ… બસ.. આ શુભયાત્રા અવિરતપણે ચાલતી રહે…અને વધુ ને વધુ સુંદર અનુભવોથી સમૃધ્ધ થતા રહો એવી હાર્દિક શુભકામના..
મૃગેશભાઇ, તમારો લેખ વાચીને હૈયુ ગદગદિત થઇ ગયુ…
લતા જ હિરાણી
રીડ ગુજરાતીની વર્ષગાંઠ નિમિતે ખુબ ખુબ શુભેચ્છાઓ,
રીડ ગુજરાતી વરસો વરસ અપાર પ્રગતિ કરતી રહે એવી શુભકામનાઓ.
My best wishes for you…
Great job sir.
સાત પગલા ઈન્ટર નૅટ પર, અભિનન્દન
Many Many Happy Returns of the Day.
Heartly congratulations and Best wishes to Mrugeshbhai and Readgujarati.
May the good work initiated by you go on forever. Congrats..
શ્રી મૃગેશભાઈ,
રીડ ગુજરાતીને ૭ માં વરસના જન્મદિન પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ. તમારો લેખ વાંચીને ખરેખર આનંદ થયો કે સાહિત્ય અને સાહિત્યની કદર કરનારા ગુજરાતીઓ પણ છે.
Dear Mrugeshbhai,
I heartily congratulate you for so nicely presenting selected Gujarati literature prov iding a very good opporutnity to a large numbers of readers to enrich thier life with pleasure of artistic form.
With sincerity and hard work even any artists can live in society with credit in addition to bread and butter. In your editorial article, you have highlighted this truth with true events is really ispiring to growing artists. The artist must be faithful to his inner voice without coming in impression to anybody whosoever he is…. I pray almighty God to make you more powerful in this extraordinary task of enriching lives of our society. Donot hesitate to contact at any time whenever you are in trouble.
Wishing you all the best once again,
CHANDRESH SHAH , jAMNAGAR
CONGRATULATIONS MRUGESHBHAI.
YOU ARE DOING A WONDERFUL WORK TO PRESERVE OUR HERITAGE AND INSTILL NEW ENERGY IN ALL GUJARATI LOVERS. BEST WISHES TO CONTINUE THIS NOBLE WORK FOR MANY MANY MORE YEARS.
THANK YOU,
MAHENDRA SHAH, M.D.
મૃગેશભાઈ, ખુબ ખુબ અભિનંદન.
આદરણીય શ્રી મૃગેશભાઈ રીડગુજરાતીની સાહિત્યિક સફરના છ વર્ષ પુરા થયા તે બદલ અભિનંદન અને વધુ ને વધુ સફળતાઓ પ્રાપ્ત કરો તવી શુભેચ્છાઓ .
cogratulation khub khub aabhar keep it up.
Every body with u bhagvan tamne vadhare shakti aape a mari prathna.
ભાઇશ્રેી મ્રૂગેશભાઇ (ગુરુજી) !ઘણુઁ લખવુઁ છે.તમારાઁ બે વાક્યો બહુ ગમ્યાઁ.
વ્રુત્તિ અને સાધન શુદ્ધ હોય તો જગતમાઁ શુઁ અશક્ય છે ? અને બીજુઁ વાક્ય
કલા બધુઁ જ આપે છે.હવે મારે કહેવાનુઁ ;કઁઇક મેળવવા કઁઇક ખોવુઁ પડે છે.
કાર મેળવવા લેપટૉપ ખોવુઁ પડે !બીજુઁ…સલામ મિત્રો સો મળે,તાળી મિત્ર
અનેક…ભીડભઁજન કોઇ વીરલા,સો લાખનમેઁ એક ! સાતમા વાર્ષિક પ્રવેશ
માટે અનેકાનેક અભિનઁદનસહિત મારી શુભેચ્છાઓ ! બાપુજીને પ્રણામ !
ભૂલચૂક સુધારીને વાઁચી લેવા વિનઁતી છે.ઓકે મ્રુગેશજી !
આપણે નવેઁબરમાઁ મળીશુઁ..શુભેચ્છા સહિત શુભાશિષ……
SUPERB ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !!!
Excellant services by your whole team.
બે બે જન્મદિનની વધાઈ.
પ્રેરણારુપ પત્રનોઆનન્દ.
કલા તમને હજી વધુ ને વધુ આપે એ જ શુભેચ્છા
SUPERB services by your whole team.CONGRAT to ALL of YOU.
હા ર્દિક અભિનન્દન અને ખુબ ખુબ આભાર સારુ વાન્ચન પિરસ્વા માતે
હુ સિનિયર સિટિઝન થયાપછિ કોમ્પુ. શિખિ અને તેય એક ભઐએ મને પહેલ્વહેલુ રિડગુજરાતીજ ખોલતા શિખવાડેલુ અને ત્યાર પછી
કોમ્પ્યુ. શિખવાની ઇચ્છા પ્રબળ થઈઅને પાચ દિવસના સિનિયર સિટિઝનના વર્ગો ભરીને હુ શિખિ. રીડ ગુજરાતીનો ફાળો આમ મરા માટે
ીક અમૂલ્ય તક બની ગયો છે.
સાતમા વર્ષમા પ્રવેશ તા રીડ ગુજરાતીની યાત્રા – અનન્ત બની રહે એનો સૂર્ય કદીએ અસ્ત ન થાય એવી આજના મન્ગલ પ્રવેશ્
નિમિત્તે ઈષ્વરને પ્રાર્થના.
શ્રિ મ્રુગેશ્ભાઈ .
શુભ્-કમના અને અભિનન્દન્,
Heartily congratulation……on 7th pleasure yatra.
ખુબ અભીન’દન મ્રુગેશ ભાઇ
ખુબ ખુબ અભિનન્દન
સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મૃગેશભાઈ અને ‘રીડગુજરાતી’ને હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
MRUGESHBHAI,
IT IS RALLY W WONDERFUL WORK YOU ARE DOING.STILL I FEEL THE MOST OF THE PEOPLE OUTSIDE INDIA
MAY NOT BE KNOWING THIS WEBSITE.I AMGLAD TO LEARN THAT PROPLE DO COME FOR THE HELP WHENEVER REQUIRED. WISH ALL THE BEST FOR YOUR EFFORTS THANKS
રીડગુજરાતી અને આપને ખુબખુબ અભિનંદન.પરમાત્મા સદાય આપના કાર્યમા સહાય કરે.
સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મૃગેશભાઈ અને ‘રીડગુજરાતી’ને હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
Congratulation to read gujarati and
MRUGESHBHAI
THIS ALL CREDIT GOES TO YOUR HARD WORK
GOD BLESS YOU FOR THIS GOOD WORK.
હાર્દિક અભિનન્દન અને અનેક શુભેચ્છાઓ.
માનનીય શ્રી મૃગેશભાઈ,
રીડગુજરાતીની સાહિત્યિક યાત્રાના છ વર્ષ પુરા થયા તે બદલ અભિનંદન અને આવનારા વર્ષો માટે હાર્દિક શુભેચ્છાઓ.
તમારી આ કૃતિ સેવાયજ્ઞ કરવાની ઇચ્છા રાખનાર માટે પ્રેરણાદાયી અને હિંમત આપે તેવી છે.
મારા જેવા પરદેશ વસનારા માટે તો રીડગુજરાતી એક આશિર્વાદ છે.
જવાહર
Florence, USA
ધર્મ- it refers to one’s personal obligations, calling and duties. મૃગેશભઇ ગુજરાતી સાહિત્યનું રક્ષણ કરવાનું સદ્કાર્ય કરે છે અને તે પણ હકારાત્મક વલણ (Positive Thinking) સાથે અને તે પણ નિખાલસ ભાવે. જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે. એ ન્યાયે કુદરત આપણા જેવા વાચક મિત્રોને સાધન બનાવી એમને મદદ કરે એ સ્વાભાવિક છે. સારા કર્મોનું ફળ તો સારું જ મળે ને?
મૃગેશભઇને શુભેચ્છા અને અબિનંદન.
અભિનન્દન !! જય ગરવેી ગુજરાત….જય જય ગરવેી ગુજરાત…..જય રેીડ ગુજરાત !! સુવર્ણ સુવિચારો નો સન્ગમ આમ જ પ્રતિદિન પ્રગતિ કરે એ શુભકામના સાથે જય હિન્દ્….જય જય ગરવેી ગુજરાત !!
RED GUJARATI NA TAMAM STAFF NE 7 MA VARSE NE MANGAL SHUBESHAO AAP NO AA WEBSITE UTTARO UTTAR PRAGATI KARATO RAHE AA SITE PAR AAP SARAS LAKHO VISHE MAHITI AAPO CHHO
MRUGESHBHAI HAPPY BIRTHDAY
AAP JIYO HAJARO SAAL YE HAI HAMARI AARAJU
RANJIT ZALA
AT GAUCHAR NA MUVADA
MO 8469205455
Hi Mrugeshbhai,
Congratulations 🙂 Keep it up…
મૃગેશભાઈ,
અભિનંદન. કહે છે ને કે….સારા કામમાં સો વિધ્નો આવે પણ આપને એ વિધ્નોમાં સારા લોકોનો સાથ મળ્યો તેનો શ્રેય ઈશ્વરકૃપા અને આપની સાધન શુધ્ધિને આપી શકાય.
સામાજીક અને કાર્યસ્થળની વધેલી જવાબદારીઓને કારણે નિયમિત અભિપ્રાયો નથી આપી શકતો પણ આ અનિયમિતતા માં પણ સારા લેખો જરુર વાંચી જાઊ છુ.
,, read gujarati na janma divas na khub khub abhinandan.Aje jyare aakhi duniyae bhautik sukho pachal dot muki chhe tyare tamara jeva yuvan ni aatli nikhalas ane satvik vaato vaanchine khub aanand thayo.Atyant umda karya read gujarati dwara kari rahya chho.Tamara karya maa vadhu ne vadhu safalta male evi prarthana.
ખુબ ખુબ અભિનંદન!
આવનાર સમય માં રીડગુજરાતી વધારે અને વધારે માહિતી સભર બને તેવી સુભાકામાંના .
કર્મ કરો ને પવિત્ર રહો – ભગવદ ગીતા સિદ્ધન્ત પર ચલુ રહેલિ READ GUJARATI.COM ને ખુબ ખુબ અભિનન્દન્.
રીડગુજરાતીની સફરના છ વર્ષ પુરા થયા એ નિમિતે હાર્દિક અભિનંદન અને
જન્મદિવસ ની હાર્દિક શુભેછા
પ્રીય મૃગેશભાઈ,
રીડ ગુજરાતીના સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે અંતઃકરણથી આપને વધાઈ.
ગુજરાતી ભાષા માટેનો પ્રેમ પુનઃજીવીત કરવામાં આપે અપનાવેલો કઠીન રસ્તો તેની મંઝીલ સર કરી રહ્યો છે તેનો વિશેષ આનંદ છે.
આગળ વધતા રહો.
સાતમા વર્ષમા પ્રવેશ નિમિત્તે ખુબખુબ અભિનન્દન
ખુબ ખુબ અભિનન્દન અને શુભેચ્છાઓ !
પ્રદેીપ શાહ્
શ્રી મૃગેશભાઈ,
આપને ખુબ ખુબ અભિનદન…………………જન્મદિવસની શુભકામનાઓ……………………..
ખુબ ખુબ અભિનન્દન્ મ્રુગેશ્ ભાઇ …………અને ખુબ ખુબ આભાર્…….
many many happy returns of the day…….wish you all good luck for future….
સાત પગલાં (ઈન્ટરનેટ ) આસમાનમાં………….અભિનંદન.
આ લખીને જ્યારે એમ વિચાર્યું કે આ વાંચનયાત્રામાં ક્યા લેખ વાંચવા વધુ હકારાત્મક લાગે છે ત્યારે સૌથી પહેલાં વિનોબા નું નામ મનમાં આવ્યું. એમ તો વાર્તાઓ માણવી પણ ગમે અને લેખકના પોતાના સંસ્મરણો પરથી આલેખાયેલા લેખ પણ મજેદાર લાગે છે.
બસ આમ જ આ યાત્રા સફળતાપૂર્વક આગળ વધતી રહે એવી હાર્દિક શુભેચ્છા.
ખુબ ખુબ અભિનન્દન્ મ્રુગેશ્ ભાઇ …………અને ખુબ ખુબ આભાર્…….
many many happy returns of the day…….wish you all good luck for future….
તમને ખુબ અભિનન્દન તમે રિડ ગુજરાતિ સાતમા વરસ મા આવ્યા બદલ
હુ જયારે પહેલિ વાર લન્ડન ગય હતિ તયારે તમારિ ક્રુતિ ઘણી વાચિ હતિ અને સમય પસાર કરવાનિ મજા આવિ ગૈ
કેમ ચ્હો સિર્,
ખુબ ખુબ અભિનન્દન્ અને હર્દિક શુભ કમના
સાતમ વર્ષ ના મંગળ પ્રવેશ નિમિતે ખુબ ખુબ અભિનંદન….
ખુબ ખુબ અભિનંદન.
રીડગુજરાતી.કોમ, મૃગેશભાઈ અને સૌ વાચકો કે જેઓ આ જીવનપોષક તત્વ જેવા ઝરણાંને વહેતું રાખવામાં પોતાનો સહયોગ આપી રહ્યા છે, તે સૌને આ મહામુલા ૭ વર્ષો ખુબ ખુબ મુબારક.. અને અનેક અભિનંદન..
મૃગેશભાઈને ખૂબ ખૂબ અભિનંદનઘ ઘણી બધી શુભેચ્છાઓ. આભાર
Congratulations to Readgujarati.com & Mrugeshbhai.
ખુબ ખુબ શુભ કામના , અભિનન્દન્
સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ખૂબ-ખૂબ અભિનંદન…….
તમારી આ સાહિત્ય યાત્રા અવિરત ચાલ્તી રહે અને સાહિત્યની સેવા કરતા રહો એવી શુભકામના
ખૂબ ખૂબ અભિનંદન ! ! !
congress…..
“આપણે એમ સમજવું જોઈએ કે આપણી આસપાસમાં માત્ર આટલી જ ઘટનાઓ અયોગ્ય બને છે, એ સિવાય જગતમાં બધું સારું જ બને છે !” – I Like this sentance very much. Many many congratulations, Many happy returns of the day, Happy Birthday to “ReadGujarati.com”. Thanks for providing such a good artical.
ખૂબ ખૂબ અભિનંદન મૃગેશભાઈ સાહિત્યની સેવા કરતા રહો એવી શુભકામના
congratulation to readgujarati for the Milestone
Heartily congratulation!
આપનુ કાર્ય ખરેખર વખાણવા લાયક છે…….આપ આ જ રીતે સાહિત્યનો ખજાનો લોકો સુધી પહોચાડતા રહો
સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ખૂબ-ખૂબ અભિનંદન…….આ યાત્રા સફળતાપૂર્વક આગળ વધતી રહે એવી હાર્દિક શુભેચ્છા.
શ્રી મૃગેશભાઈ,
રીડગુજરાતી.કોમ ની સાતમી વરસગાંઠ નિમિત્તે હાર્દિક અભિનંદન…
Many Many Happy Returns of the day and congratulations to the readgujarati..
Shri Mrugeshbhai & Family
Happy Happy Birthday & Congratulations
Every Day — I Need First Read Gujarati.com
If You Need Any Kind Help Please Send Email
KK – California (USA )
Dear Mr. Shah,
You have provided valuable service with fine articles. It is very refreshing. Father Volace has said about our Gujarati language that it is very simple and if someone finds any other similar simple language then he has discovered something new!
Wishing you happy and healthy life to serve our Gujarati.
અભિનંદન… 🙂
KHUB J SARAS ANTARMAN NE GAME TEVOLEKH.KETLU SAHAJ RITE TAME TAMARI YATRA NU VARNAN KARYU CHHE.KHARE J,LAGANANE SANNISTH PRAYAS KARO TO TENU FALMALEJ.BAS GARVI GUJARATI BHASA TAMARA THAKI FALE FULEEJ MAHECHCHA
hearty congrats to Mrugeshbhai and best wishes for years to come..
Mrugeshbhai, Abhinandan… Aapni sahitya yatra 6 varas pura kare chhe,hu manu chhu tya sudhi aa 6 varas ma aape ghana chadhav-uttar joya hashe chhata aapni aa yatra avirat vaheti raheli chhe, Bhagvan ne prathna karu ke aa yatra avirat nirvighna chalu rahe ne tame tena dwara sauna prerak,pathdarshak banta rahi sahitya ne jivant rakhta raho tevi antar ni shubhkamna..આ યત્ર અવિરત વહેતિ રહેલિ ચ્હે હગ્વન ને પ્રતથ્ન કરુ કે આ યત્ર અવિરત નિર્વિગઘ્ન ચલુ રહે ને તમે તેન દ્વર સૌન પ્રેરક્પતથ્દર્સશક બન્ત રહિ સહિત્ય ને જિવન્ત રકખ્ત રહો તેવિ અન્તર નિ સશુબભ્કમ્ન
ખુબ ખુબ અભીનન્દન.
ઘણી શુભકામનાઓ સાથે.
આ લેખ ઘણો ગમ્યો, કરણ વાસ્તવીક્તા ની ખબર મળી.
અભિનંદન અને શુભેચ્છાઓ..
સાત વર્શ સપ્તરન્ગિ બને એજ અભ્યર્થના . હમ સાથ -સાથ હે… ખુબ ખૂબ અભિનન્દન
સ્નેહી મ્રુગેશભાઈ,
આભાર, અભિનન્દન અને હાર્દીક શુભકામના,રીડગુજરાતી.કોમને સાતમા વર્ષમાં મંગળ પ્રવેશવા બદલ.
સુન્દર વાન્ચન પુરુ પાડવા બદલ આભાર,સુન્દર સન્ચાલન બદલ અને ઉજ્વ્વળ ભાવિ માટે હાર્દીક શુભકામના,
-રાજેન્દ્ર નામજોશી-વૈશાલી વકીલ,સુરત
તમારી નિખાલસતા અને તમારી સાહિત્યપ્રીતિ તમને સુંદર અનુભવ આપતા જ રહો.
રીડગુજરાતીને તેમજ મૃગેશ શાહને અભિનન્દન. સાહિત્ય અને સંસ્કારને ઉજાળતી આ પ્રવૃતિ અહોનિશ ચાલતી રહો. સાહિત્ય અકાદમી કે પરિષદ કરી શકે એથી અદકેરું કાર્ય એકલા હાથે કરનાર મૃગેશભાઈને સન્માનવા કોઈ આગળ આવશે? અન્ય કોઇ કરે કે ના કરે, રીડગુજરાતીના વાચકો આ દિશામાં વિચારે તો સાહિત્યના આ એકલવ્યને બાકીની દુનિયા પણ પિછાણે.
શ્રી મૃગેશભાઈ,
રીડગુજરાતીની સફરના છ વર્ષ પુરા થયા એ નિમિતે હાર્દિક અભિનંદન.
Congratulations to you and readgujarati.com on completing six years serving Gujarti community giving them positive and progressive literature. Gita says “Honest and sincere efforts always bear fruits”. Best of Luck to you and your endeavor to serve our community and Bharatmata. Jai Hind!
મૃગેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન.
તમારી આ સાધના નિર્વિધ્ને સતત આગળ વધતી રહે તેવી શુભકામના.
તમે આ કપરો માર્ગ સમાજનો ઉપહાસ અને તાપ વહોરીને પણ કેમ અને કેવી રીતે પસંદ કર્યો, તે અંગે ક્યારેક લખવા વિનંતી. બીજા વાચકો પણ તે જાણવા ઉત્સુક હશે જ.
અકલ્પય કાર્ય દ્રઢ મનોબળના સહારે આપે રીડ ગુજરાતી ડોટ કોમના બીજનું રોપણ કરી વટવૃક્ષ બનાવી સમાજને સંસ્કારરૂપી શીતળતા આપવાના ભગિરથ યજ્ઞ બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા. વર્તમાન તમામ બદીઓ દુર કરવામાં મહાલયો સમા ધર્મ સ્થાનો, ધર્મગુરૂઓ, સમાજ શ્રેષ્ઠીઓ વિગેરે જયારે નિષ્ફળ ગયા છે ત્યારે આપ જેવા કર્મયોગીઓએ સમાજમાં અદ્રશ્યરૂપે પણ પ્રગટ થઈ હાલની બદીઓ વિશે જાહેર ચર્ચા છેડી તેના નિરૂપણ શોધવા નમ્ર પ્રયાસ હાથ ધરવાની અપેક્ષા અસ્થાને નહિં જણાય.
ફરી અભિનંદન સહ શુભેચ્છા.
પિયુષ.
CONTRATULATION TO YOU ! WISH YOU ALL THE BEST.
શુ કહેવુ ?શુ કહેશુ ?
ચમત્કાર !
ના..ના..નહિ જ ,
આ તો
છે નમસ્કાર
શબ્દોને
જે
તમારી
લાગણી +બુધ્ધીના
વરસાદે
ઉગી
નીકળ્યા છે
NETની
ભુમિપર
આપને અને રેીડગુજરાતેીને શુભેચ્છાઓ. થોડા વર્ષો પહેલા, રિડગુજરાતેી
વિશે જાણ્યા પછેી, નિયમિત વાન્ચતો રહ્યો છુ. રિડગુજરાતેી એ મને ઘણુ
શિખવ્યુ છે. એ બદલ હુ આપનો આભારેી છુ.
મને રીડગુજરાતી વિશે દોઢેક વરસ પહેલાં જ ખબર પડી, ગુજરાતી વાંચન સાથે મારો નાતો સાવ તૂટી ગયો હતો, તે રીડગુજરાતી અને બીજા બ્લોગસ દ્વારા સજીવન થયો. હમણાંથી સંજોગો વશાત, વાંચન થઇ શકતું નથી. પણ કેટલાંક લેખોની ઘણી ઉંડી છાપ મારા ચિત્ત પર પડી છે. એ માટે હું રીડગુજરાતીની ઋણી રહીશ.
ઘણીવાર તો મને કેટલાંક વિચારદાયી પ્રતિભાવો પણ ઘણાં પસંદ પડે છે. કેટલાંક વાંચકો સાથે પણ એક ાનુસંધાન જોડાઇ ગયું હોય તેમ અનુભવું છું.
તમારા અનુભવો ખરેખર પ્રેરણાદાયી છે. એ માટે તમામ દાતાઓને ભાવપૂર્વક નમસ્કાર કરું છું. તમારું દ્રઢ મનોબળ ઘણું શીખવી જાય છે. તમે ખુબ આગળ વધો અને રીડગુજરાતી દ્વારા વધુને વધુ લોકોને લાભ મળે તે જ શુભકામના.
શ્રી મૃગેશભાઈ,
રીડ ગુજરાતીની વર્ષગાંઠ નિમિતે હર્દિક અભિનંદન!
આજના જમાનામાં આવી સહિત્યિક પ્રવૃતિ માટે ભેખ લઈ આટલાં વર્ષો
સાતત્ય જાળવી શીષ્ટ અને ઉત્તમ કક્ષાનું ગુજરાતી સહિત્ય પીરસવાનું તમારું
આ સુંદર કાર્ય ખરેખર કબિલેદાદ છે.
રીડ ગુજરાતી વરસો વરસ અપાર પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા!
દિનેશ પંડ્યા
શ્રી મૃગેશ શાહ,
ઘણા વખત પછે આપની સાથે વર્તાલાપ કરવાની તક પ્રાપ્ત થૈ છે . ખરે ખર તો મોડુ થયુ છે પણ ભુ લ્યા ત્યાર થિ ગણી લેવુ. ખરેખર ખુબ અઘરુ કામ આપના હાથમા લઈ આગળ વધયા છો. શુભેચ્છાઑ સાથે. વિરમુ છુ.
અભિનંદન અને આભાર………….ખુબ અઘરુ કામ આપના હાથમા લઈ
આગળ વધયા છો…ખરેખર શુભેચ્છાઑ..
==વિર
આગળ વધતા રહો, અમે વાચકો તમારી સાથે છીએ.