સમજણ વિના રે – અખો

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

સમજણ વિના રે સુખ નહિ જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખાય ?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.

રવિ રવિ કરતાં રે રજની નહિ મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે રવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતાં રે તૃષ્ણા તુરત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.

પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે.
એને લઈ રૂમાં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય.

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તે ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous લ્યો ટબૂકબેન ! મારો તાળી ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
ઘૂમવાની છે – ભરત વિંઝુડા Next »   

4 પ્રતિભાવો : સમજણ વિના રે – અખો

 1. ખુબ સુંદર

  “રવિ રવિ કરતાં રે રજની નહિ મટે રે,
  અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;”….

 2. Das says:

  પારસમણિ વિના રે જે પથરા મળે રે,
  તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
  સમજણ વિના રે જે સાધન કરેરે,
  તેણે કાંઈ જીવપણું નવ જાય.

 3. Das says:

  પારસમણિ વિના રે જે પથરા મળે રે,
  તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
  સમજણ વિના રે જે સાધન કરેરે,
  તેણે કાંઈ જીવપણું નવ જાય.

 4. જગત દવે says:

  અખા એ અહીં પણ ચાબખા જ માર્યા છે….જો કળતા આવડે તો

  જે જે નર સમજ્યા રે તે તે ત્યાં સમ્યા રે,
  કહે અખો ઊતર્યા પેલે પાર.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.