લ્યો ટબૂકબેન ! મારો તાળી ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

વાઘને છે ચટ્ટાપટ્ટા, સિંહને છે કેશવાળી,
રીંછને તો વાળ મોટા, લ્યો ટબૂકબેન ! મારો તાળી !

ઊંટભાઈની ખૂંધ મોટી, ઊંચા મોટા ઢેકાવાળી,
હાથીભાઈની સૂંઢ મોટી, લ્યો ટબૂકબેન ! મારો તાળી !

સસ્સાભાઈના કાન છે સુંદર, આંખો રાતી ને રૂપાળી,
લાકડું કાપે નાનો ઉંદર, લ્યો ટબૂકબેન ! મારો તાળી !

વાંદરાભાઈની પૂંછડી લાંબી, છેડે મોટા ગુચ્છાવાળી,
ચિત્તાને કોઈ શકે ન આંબી, લ્યો ટબૂકબેન ! મારો તાળી !

શિયાળભાઈ તો ખૂબ જ લુચ્ચા, રાત્રે કરતા લાંબી લાળી,
જીરાફભાઈ છે ખૂબ જ ઊંચ્ચા, લ્યો ટબૂકબેન ! મારો તાળી !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “લ્યો ટબૂકબેન ! મારો તાળી ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા”

Copy Protected by Chetan's WP-Copyprotect.