ગામ આખામાં ઘૂમવાની છે
વાતને પગ છે, ચાલવાની છે
આ જગ્યા વૃક્ષ વાવવાની છે
કે પછી ઘર બનાવવાની છે ?
જોઈને આસપાસ પરીઓ, તું
સ્વર્ગમાં યાદ આવવાની છે
મારી પહેલી ને આખરી ઈચ્છા
તારી ઈચ્છાઓ જાણવાની છે
તેં કરી વાહ વાહ જેની બહુ
એ ગઝલ તો મઠારવાની છે
આગ આકાશમાં જ લાગી છે
જે સહુને જિવાડવાની છે
3 thoughts on “ઘૂમવાની છે – ભરત વિંઝુડા”
આગ આકાશમાં જ લાગી છે
જે સહુને જિવાડવાની છે
ખુબ સરસ…
“….વાતને પગ છે ચાલવાની છે.”
ઉપરોક્ત શેરમાં કવિએ વાતને પગ હોવાનું સાચું જ કહ્યું છે તે અનુસંધાને મારે વિશેષમાં વાતની ચાલવાની ઝડપ વિશે પણ કહેવું છે કે, સારી કરતાં નરસી વાત ગામમાં વધુ ઝડપથી ફરી વળે છે.
ગઝલ માણવાનેી મજા આવેી.