ગોઠવું છું – જગદીશ વ્યાસ

રોજ હું જગતને ગોઠવું છું બરાબર, વ્યવસ્થિત :

રણને ઠેકાણે રણ અને દરિયાને ઠેકાણે દરિયો
પહાડને ઠેકાણે પહાડ અને નદીને ઠેકાણે નદી
ઝાડને ઠેકાણે ઝાડ અને સૂર્યને ઠેકાણે સૂર્ય
ગામને ઠેકાણે ગામ અને ઘરને ઠેકાણે ઘર.

પણ મારો હાથ હલી જાય છે !
કે પછી ટેબલ-કંપ થાય છે
કે પછી બધું આપોઆપ થાય છે
શી ખબર કેમ ?

ઘરમાં રણ ઘૂસી જાય છે અને રણમાં ઝાડ
ઝાડ પર ચડી જાય છે દરિયો અને દરિયા પર ગામ
ગામ પર ચડી જાય છે પહાડ અને પહાડ પર નદી
નદીમાં તરે છે સૂર્ય અને સૂર્યમાં ઘર

પછી હું ઝીણી સાવરણી લઈને ધીમે ધીમે
રેતનો એકએક કણ વાળી કાઢું છું ઘરમાંથી
અને ફરી એક વાર ગોઠવું છું જગતને.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “ગોઠવું છું – જગદીશ વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.