મુગ્ધાવસ્થાનો મોહ – કલ્પના જિતેન્દ્ર
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ કલ્પનાબેનનો આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.]
આબુનું સનસેટ પૉઈન્ટ.
અચલ આરામથી પગ લંબાવીને બેઠો હતો. ધીરે ધીરે ગોળ ગોળ ઘૂમીને ક્ષિતિજમાં ડૂબી જતાં, નારંગી રંગના સૂર્યને કૅમેરામાં કેદ કરતો રહ્યો. સૂર્યની વિદાય પછીય ક્યાંય સુધી એની નજર ત્યાં જ ખોડાઈ રહી. અચાનક એને લાગ્યું કે કોઈ એને તાકી રહ્યું છે ! આજુબાજુ નજર ફેરવી, ઘણા લોકો હતા. કોઈ બેઠાં બેઠાં તો કોઈ જગ્યા ન મળવાને કારણે ઊભા રહી પ્રકૃતિના રસમય નજારાને નીરખી રહ્યા હતા. ‘કોણ હશે ?….. છટ, કદાચ ભ્રમ થયો હશે !’ એણે કૅમેરો લોક કરી કવરમાં મૂક્યો ત્યાં જ બૂમ સંભળાઈ, ‘અચલ ?…. અચલ તો નહીં !’
પેન્ટ પર લાગેલી ધૂળ ખંખેરતો એ ઊભો થયો. ત્યાં તો ગળામાં દૂરબીન ને હાથમાં કૅમેરો લઈ એક જાજરમાન સ્ત્રી નજીક આવી. અચલ ઘડીક જોઈ રહ્યો, ને એના મોંઢેથી હર્ષોદગાર સરી પડ્યો : ‘બિની ?…. બિનિતા ?… તું અહીં ??’ ને એકદમ જ બન્નેના હાથ બિડાઈ ગયા !
‘કેટલાં ?…. કેટલાં વર્ષે ?…. લગભગ પચીસ વર્ષ પછી મળીએ છીએ, નહીં ?’ અચલ ભાવુક બન્યો.
શ્વર તો બિનિતાનો પણ રૂંધાયો, ‘ઓહ અચલ ! મને કલ્પના પણ નહીં કે આપણે આમ અચાનક મળી જઈશું. ક્યારનીય મારી નજર તારા પર હતી, ખાતરી થઈ કે તું જ છો એટલે બૂમ મારી.’
‘થેંક ગૉડ ! તો આપણે મળાયું. ચાલો, આ પણ એક યોગાનુયોગ ! આપણી પ્રથમ મુલાકાત પણ આ જ સ્થળે !….. યાદ છે ને ? અચ્છા, એકલી આવી છો ? ક્યાં છે તું ? શું કરે છે તું ?’
‘ઓહ અચલ ! તેં તો એકસાથે કેટલાય પ્રશ્નો પૂછી નાખ્યા ! જોકે આજ પ્રશ્નો મારે પણ તને કરવાના છે…. પણ એ બધું નિરાંતે ! અત્યારે તો હું બૉમ્બેથી કૉલેજના વિદ્યાર્થીઓની ટૂર લઈને ગઈકાલે આવી. હજુ ત્રણ દિવસ અહીં છું. તું પણ છે ને ? નિરાંતે મળીએ…. તારો નંબર આપ તો… ત્યાં સૌ મારી રાહ જુએ છે. મોબાઈલથી મળીએ છીએ.’
બિનિતા ઉતાવળે ઢાળ ઊતરી ગઈ.
જોકે એમને મોબાઈલથી વાત કરવાની જરૂર ન પડી. બીજા દિવસે વહેલી સવારે બન્ને અચલગઢ મળી ગયાં.
‘જો, આમ જ મળવાનું છે ને આપણે ?’ અચલ મલક્યો.
બિનિતાએ વિદ્યાર્થીઓને કહી દીધું, ‘પગમાં તકલીફ છે. આટલાં બધાં પગથિયાં હું નહીં ચડી શકું. તમે સૌ જઈ આવો, હું અહીં બેઠી છું.’
‘મેડમ, તમે એકલા પડી જશો !’ નીકીએ કહ્યું તો ખરું, પણ ઉપરછલ્લું ! વાસ્તવમાં એ સૌ એકલાં પડવા ઈચ્છતા હતાં. મેડમની ગેરહાજરીમાં બિન્દાસ મજાકમસ્તી કરી શકાય ને ? એટલે તો મેડમના જવાબનીય રાહ જોયા વિના સૌ પગથિયાં ચડવા માંડ્યા. બિનિતા સમજી ને હસી પડી. હોય એ તો ! આ ઉંમર છે એમની !
અચલે બિનિતા પાસે પગથિયાં પર જ જમાવ્યું.
‘જો આ પણ કેવો યોગાનુયોગ ! આપણે અહીં જ મળતાં ને પગથિયાં પર જ બેસતાં યાદ છે ને ?’
‘ને આમ જ કૉલેજમાંથી આઠ દિવસની શિબિરમાં આવેલાં પચ્ચીસ વર્ષ પહેલાં. ખરું ને ?’
‘હા, બહુ મજા કરી આપણે. ત્યારે એકાંત પણ ઘણું મળતું. આજે તો માણસો ઊભરાય છે, જ્યાં ને ત્યાં ! અચલે આમતેમ નજર ફેરવતાં કહ્યું…. ‘અહીં, આપણે લીંબુપાણી પીતાં, એ જ માત્ર મળતું…. ને વળતાં પેલા ધાબામાં દાલ-બાટી ખાતાં, યાદ છે ને ?’
‘હા, યાદ છે રજેરજ ! જિંદગીના ઉગમોગમ દિવસો કેમ વીસરાય ? એ તો હૃદયમાં જડાઈ ગયા છે કાયમને માટે !’ ભીના અવાજે કહેતાં બિનિતા મલકી.
‘પણ, એ પછીનો સમય ?… કેમ આવું બન્યું ? ક્યાં ઊણાં ઊતર્યાં આપણે ?…. અચલે બિનીની આંખમાં નજર નોંધી, ‘હું ઘણીવાર વિચારું છું, કાંઈ સમજાતું નથી…. એક સમયે આપણે ભાગી જઈ, લગ્ન કરી લેવા તૈયાર હતાં બરાબરને ? તો પછી ?’
‘હા પણ, ત્યારે આપણે હજુ અભ્યાસ કરતાં હતાં, સંસાર માંડવા જેટલાં મેચ્યોર નહોતાં…. સાચું કહું ? મને તો હવે બધું જ સમજાઈ ગયું છે ને સાચું સમજાયું છે.’
‘શું સમજાયું છે એ કહો તો મેડમ !’ આછું મલકતાં અચલે કહ્યું ને એકદમ નજીક સરક્યો. બિનિતા સહેજ દૂર ખસી ગઈ. અચલ ઝંખવાયો. પણ બિનિતાએ જોયું ન જોયું કરી વાત સાંધી :
‘કે આપણાં માતાપિતાનો નિર્ણય યોગ્ય હતો.’
‘કેવી વાત કરે છે તું ? માતાપિતાની અસંમતિના કારણે તો આપણે પરણી ન શક્યાં ! એ નિર્ણયને તું ઉચિત ગણે છે ? સાચું કહે, તેં ક્યારેય મને મિસ નથી કર્યો ? સંતુષ્ટ છે તારી જિંદગીથી ?…. મારા વિનાની તારી જિંદગીથી ?’ અચલે છેલ્લા શબ્દો પર ખાસ ભાર મૂક્યો.
‘હા, સંતુષ્ટ છું, સુખી છું મારી જિંદગીથી….. તને કદાચ આવું સાંભળવું નહીં ગમે, પણ આ હકીકત છે. એકસાથે બંને સત્ય છે. તને વારંવાર મિસ પણ કર્યો છે… ને છતાંય, હું સુખી છું મારા માળામાં ! હા, મારો પતિ બિઝનેસમૅન છે. એ મારો મિત્ર નથી બની શક્યો, પણ એ મારો પતિ છે, મારાં બાળકોનો પિતા છે. મને અત્યંત ચાહે છે. હું પણ ચાહું છું એને ! મારાં બાળકોને ! મારા સંસારને ! અત્યંત જતનથી મેં મારો માળો ગૂંથ્યો છે.’
‘માળો તો આપણે બન્ને પણ ગૂંથી શકત !’
‘ના !…. આવો માળો ન ગૂંથી શકાત. માઠું ન લગાડીશ, પણ સાચું કહું ? આપણો પ્રેમ મુગ્ધાવસ્થાનો હતો. એમાં પ્રેમ કરતાં મોહ વિશેષ હતો. વિજાતીય આકર્ષણની એ ઉંમર હતી. આપણે છૂટાં પડ્યાં ત્યારે શરૂઆતમાં ખૂબ દુઃખ થયું, પણ પાછળથી ધીરે ધીરે સમજાયું કે ત્યારે લગ્ન કરીને ઘર ચલાવવા જેટલાં આપણે મેચ્યોર નહોતાં. જો સમજાવું તને !… હું અત્યારે કૉલેજમાં અધ્યાપિકા છું. મોટો દીકરો અમેરિકા સ્થાયી થયો છે. નાનો કૅનેડા અભ્યાસ કરે છે. તારાં સંતાનો શું કરે છે ?’
‘મોટી દીકરી ડૉકટર થઈ, નાનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સારું કમાય છે ને મારો બિઝનેસ પણ સારો ચાલે છે.’
‘વાહ ! તો પછી ?…. ખ્યાલ આવે છે તને ? કૉલેજનો અભ્યાસ અધૂરો મૂકી આપણે પરણી ગયાં હોત તો તું કદાચ અત્યારે માત્ર કલાર્ક હોત !…. ને હું તો માંડ-માંડ ચાર છેડા સાંધતી સીધીસાદી ગૃહિણી બની ગઈ હોત !…. ને અભાવો સાથેની જિંદગી વેંઢારતા આપણો પ્રેમ તો ક્યાંય હવાઈ જાત !… કદાચ તદ્દન એવું ન બનત… પણ એટલું તો ચોક્કસ કે આપણે કશા જ આયોજન વિના ઉતાવળે પરણી ગયાં હોત તો આજે જેટલી સ્થિરતા, સમૃદ્ધિ બન્ને પક્ષે છે એ ન હોત ! આપણો વ્યવસાય, બાળકોનો ઉચ્ચ અભ્યાસ આ બધાને કારણે સમાજમાં મળતું માન-સન્માન એ પણ ન હોત !
કાચી વયે લગ્ન નહીં કરવાનો નિર્ણય યોગ્ય જ હતો. જોકે એ નિર્ણય વડીલોનો હતો ને ત્યારે તો આપણને જરાય ગમ્યો નહોતો !…. પણ પાછળથી સમજાયું કે એમનો નિર્ણય વ્યવહારુ હતો. સમજપૂર્વકનો હતો. આપણી વચ્ચે ત્યારે પણ પ્રેમ હતો ને હજુ પણ છે જ. પ્રેમને હું અહીં વિશાળ અર્થમાં લઉં છું. શારીરિક આકર્ષણથી પર પણ પ્રેમ હોય છે ! પહેલાં તને જોઈને હું અત્યંત રોમાંચિત થઈ જતી, તારા સ્પર્શ માત્રથી મારું રોમ-રોમ ઝંકૃત થઈ ઊઠતું હતું. તને પામવા, તારામાં સમાઈ જવા હું આતુર રહેતી !…. એવું નથી કે આજે તને મળવા આતુર નથી, પણ તને પામવા કે તારામાં સમાઈ જવાની ઝંખના હવે નથી રહી. ચોક્કસ આજે પણ મારા હૃદયમાં તારું એક નિશ્ચિત સ્થાન છે, પણ એક ગાઢ મિત્ર તરીકે ! આજે, આટલાં વર્ષે તને મળીને મારી આંખમાં આંસુ ઊમટે છે એ વ્યથાના નથી, હર્ષાશ્રુ છે.’
અચલનો મૂરઝાયેલો ચહેરો ક્રાંતિથી ચમકી ઊઠ્યો, ‘થેંક્સ બિની, તેં આજે મને સત્ય સમજાવી એક મૂંઝવણમાંથી ઉગારી લીધો છે. તારા જેવી સહૃદય મિત્ર મેળવવા બદલ હું અત્યંત ગર્વ અનુભવું છું.’
‘થેંક્સ અચલ, આપણે જિંદગીભર અરસપરસ એક મિત્ર તરીકે ચાહ્યા કરીશું. બન્ને એકબીજાનાં ઘરે સારા-માઠા પ્રસંગે મળતાં રહીશું. પતિ-પત્ની, બાળકોને કૉલેજના પુરાણા મિત્ર તરીકે પરિચય કરાવીશું. એકબીજાની હૂંફ ને ઓથ મેળવતાં રહીશું. બીજું શું જોઈએ જિંદગીમાં ?’



ખુબ જ સુંદર આલેખ્ન. મજા પડી ગઈ.
આભાર
વાહ ખુબ સરસ ……..
ખુબ સરસ લેખ
ખુબ જ સુંદર.
ખરેખર ખુબજ સરસ ,
Very nice
આજ ના યુવાનો ને મુગ્ધાવસ્થા ની સ્થિતી ની જાણ આપતો ખુબજ સુંદર લેખ .
heart touching article….its a reality of someone’s life….
a very ordinary story, i mean it is almost common thing.
વાર્તા નો હાર્દ સમજસાશે તો સામાન્ય નહિ લાગે.
જ્યારે એક છોકરો અને છોકરી મુગ્ધા અવસ્થા મા હોય છે ત્યારે, મા-બાપ નુ ગમે તેટલુ દબાણ તેમને સ્પર્શી નથી શકતુ.
પ્રસ્તુત વાર્તા મા નાયક અને નાયિકા પ્રેમ છે, પણ મા-બાપ ને તેમનો પ્રેમ મંજુર નથી માટે તેઓ આ સંબધ ને પોતાની મંજુરી નથી આપતા, નાયક અને નાયિકા કહ્યાગરા કંથ બની તેમની વાત માને છે અને અંતે ન જોડાવા નો નિર્ણય કરે છે અને જ્યારે તેવો મુગ્ધા અવસ્થા માથી બહાર આવે છે ત્યારે તેમને સત્ય સમજાય છે કે તેમને જે પ્રેમ કર્યો હતો કે જેને પ્રેમ ગણતા હતા તે પ્રેમ નહીં પણ મુગ્ધા અવસ્થા નુ આકર્ષણ હતુ જે ને આપણૅ અંગ્રેજી મા ‘ઈનફેચ્યુએશન’ કહી એ છીએ, માટે સામાન્ય લાગતી વાર્તા બોધ આપવાનુ કામ કરે છે.
i understand that Trupti, but if they had married and persuaded the same career path, they would not only have only achieved what they did but also enjoyed each other, looking back and admiring what they did was right was as unimaginative as that,
but the point is this story has no heart, it is not a story at all, some fact of life. the sentences are so superficial and there is no deep feelings anywhere.
It is a very common topic saying my children are well settled and abroad means i have achieved everything in life as if that is the only purpose of human relationship. It is well written no doubt but lacks soul, does not stay at all for a moment after you read it.
I find many articles now a days just to make up for 2 articles………
mrugesh bhai , of course when he writes it is so meaningful one loves to read.
else all looks શુફિયાનિઇ સલાહો
તમે સરસ વાત લખી કે વાર્તામાં ક્યાંય દિલથી રેડાયેલી લાગણીઓ, એમાંથી ખમીર પ્રગટાવવાની તાકાત, સંજોગો સામે ઝઝુમવાનું, ધીરજ, ખંત, પ્રેમની કસોટી વગેરે કશું જ નથી, અને તમારી વાત કે ‘It is a very common topic saying my children are well settled and abroad means i have achieved everything in life as if that is the only purpose of human relationship. It is well written no doubt but lacks soul, does not stay at all for a moment after you read it.’
સમાજમાં આવા લોકો અને એમનાં દ્રષ્ટિકોણ , સફળતાના (ભૌતિકતાના) માપદંડ વગેરેને કારણે, નૈતિકતા, પ્રામાણિકતાનાં મુલ્યો અને એવાં મુલ્યનિષ્ઠ માણસોને ઘણું સહન કરવું પડે છે.
જીવનની દરેક ઘટમાળમાં દરેકના સમય, સંજોગો અને દરેકની સમજ અલગ જ હોવાની, પણ કેળવણી એટલે શું? પલાયનવાદને ભૌતિક સુખ-સાધનો સાથે જોડીને લોકો ઘણીવાર પોતાની જાતને છેતરતા હોય છે પોતાની જાણ બહાર. જો કે આ તો ભારતભૂમિ છે, જ્યાં પોતાને ઓળખવાની વાત , આધ્યાત્મિકતા વગેરે વગેરે ઠાંસી ઠાંસીને શીખવવામાં આવે છે?????!!!!
guys your discussion on this story is lil more interesting then story. by this comment i does not mean that story is not good.
very true & very touching story.
પ્રેમ મુગ્ધાવસ્થાનો હતો તેથી જે તે સમયે વાસ્તવિકતા સમજવી અને પચાવવી કઠણ હતી. આમ જોઈએ તો વાર્તાના નાયક કરતા નાયિકા વધુ પાકટ છે, તે નાયકનો ભ્રમ દૂર કરે છે. સુંદર કૃતિ, આભાર.
aamey ladies are more mature than men.. read it somewhere, haven’t experienced yet 😉
Mr.Rajan, Please Don’t comment like this.Ladies are also maure.But Gents are always underestimate them.
રાજન જેી, કયા જમાના મા જેીવો ચ્હો.તમને ઇન્ટર્નેટ યુઝ કરતા આવ્દે ચ્હે.એટલે કે તમે આ જમાના ના ચ્હો અને હજેી પણ ૧૯૨૦ ના વિચારો ધરાવો ચ્હો?
વિશયવસ્તુ ખરેખર સરસ. હજુ એને ધારદાર બનાવેી શકાઈ હોત્. તો યે આ ક્રુતિને સારિ તો કહેવિ જ રહે.
સરસ વાસ્તવીક વીચાર સહીતનિ સુદર વાર્તા.
No wonder, arrenged marrige are more succesfull than love marrige ! ! !
લગ્નની સફળતાની વ્યાખ્યા શું? એ છુટ્ટા છેડામા ન ઉદ્ભવે એટલે જ સફળ થયા કહેવાય? સફળતાની પારમિતિ શું હોય? ફક્ત ભૌતિક સુખ? એમા લાગણીયોણી માટે જગ્યા હોય ખરી?
ખુબ વ્યવહારુ નિર્ણયો જીવનને ભૌતિક સન્તોષતો દરેક વખતે આપેજ છે પરંતુ જો એક બીજાની આંખમા (વિરુદ્ધ દિશામા) જોવાને બદલે ભેગા થઈને એક જ દિશામા સાથે જોતા રહેવાથી બન્નેની મંજીલને એક બનાવી પ્રણયલગ્નને પણ આટલુજ સમૃદ્ધ, પુર્ણ અને પરિપક્વ બનાવી શકાય છે. સવાલ માત્ર સમજશક્તિ, સંસ્કારિતા અને વિચારોનિ પરિપક્વતાનો છે.
સરસ વાર્તા.
સ્પિચ લેસ ….બસ અવાચક …. નિઃશબ્દ ….. સમય ને ઉભો રાખિ દિધો
Really?????????????????????????????????????????????????
KHUB SARAS KRUTI .CHAR DAYAKA NA PAHELA NO MADHUR SAMAY YAAD AAVI GAYO
સરસ્….. અણ સમજણ મા દેહ અને ફક્ત શારીરિક આક્ર્શણ વધારે હોય…. ત્યારે વડિલો ની વાતો આપણ ને ગમતી નથી… ત્યારે દુનિયા મા બીજુ કોઇ દેખાતુ જ નથી….. આ વાર્તામા નાયક અને નાઈકા ની સમજદારી સરસ રીતે રજુ કરેલ…. પ્રેમ પરીપકવતા નો હોય તો જીવન સારી રીતે ચાલે……
Really Heart touching story….
very nice article.
nice …….very nice….. what a lovely artical
યુવાનોએ સરસ મઝાનો બોધપાઠ આપતી વાર્તા આજના યુવાનોને સાચો નિર્ણય લેવામા ખૂબજ ઉપયોગી સાબિત થાય તેવી છે. લેખકને અભિનંદન.
યુવાનોએ સરસ મઝાનો બોધપાઠ આપતી વાર્તા આજના યુવાનોને સાચો નિર્ણય લેવામા ખૂબજ ઉપયોગી સાબિત થાય તેવી છે. લેખકને અભિનંદન.
KHRE-KHR JIVAN MA AA VARTA GHNU BADHU SIKHVI JAY CHHE
There is always an option to wait… wait till the education is over… wait till both are settled in their careers…
Ashish Dave
તુજ કો પા લેને મે વો લિજ્જત કહા ,ઝિન્દગિ વહિ હે જો તેરિ જુત્સજુ મે કટ ગઈ.
good story….pan jo ae loko ae am nakki kryu hot ke hume potana pag par ubha rahi ne lgn kriye to kadch saaru hot…kem ke jaruri nathi ke potana pag par ubha reva mate potan premi ne chodi dewo…amne lgan nu pot ptana ghare potana pag par ubha rahi ne pachi kidhu hot kadch wadhare saru udaharan malat samaja ne
really beautiful story…………..
Beautiful story. Thanks for sharing Ms. Kalpana Jeetendra.
ખુબ સરસ્…… જો આજના યુવાનો આવુ વિચારે તો કેવુ સારુ વાત નાનિ ચે પન ખુબ જ પ્રેરનાદાયિ …..
sachi vat chhe tamari………aaj na yuvano aavu vichari nathi sakta…..karan k te prem ne samji nath sakta.
Beautiful story. Speechless. It has really happened in someones life. But now they are much closer as a true friend than before. Maturity counts.
Very nice story and the way the author has explained few things is too too good really loved this one 🙂
very nice…I can understand what’s the meaning of this story….inspiration for younge genaration
સુ સ્ટોરી સે
its nice stories but they also would have become well settled life partner if they resolved at that time that they would postpone their marriage plan till they would complete graduation and settle in good job or business.
superb story
Hu bhavnaben sathe ane krupa sathe sahemat chu..prem karyo ane paami na sakya etle man ne manava purti aa dalil sari che..pan matr samrudhi khatar prem ne chhodi devo ketlo yogya che? Su paiso prem thi vdhare mahatv no che? Jo naseeb ma hot to samrudhi bnne na lagn baad pan madi j ret.. Tme shu pasand krso? Atla varso pachhi prem karnaro premi k MITR N BANI SHAKNARO MATR “pati”?
લેખકને અભિનંદન.
very nice…
યુવાનો આવુ વચતા થાય તોય ઘનુ
યુવાનોએ સરસ મઝાનો બોધપાઠ આપતી વાર્તા આજના યુવાનોને સાચો નિર્ણય લેવામા ખૂબજ ઉપયોગી સાબિત થાય તેવી છે.