અદના તે આદમી છઈએ,
…… હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
ઝાઝું તે મૂંગા રહીએ,
…… હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા,
…… ખાણના ખોદનારા છઈએ;
હોડીના હાંકનારા, મારગના બાંધનારા,
…… ગીતોના ગાનારા થઈએ,
…… હે જી અમે રંગોની રચનાય દઈએ !
છઈએ રચનારા અમે છઈએ ઘડનારા,
…… તે સંહારની વાતું નહીં સહીએ !
જીવતરનો સાથી છે સર્જન અમારો :
…… નહીં મોતના હાથા થઈએ,
હે જી એની વાતુંને કાન નહીં દઈએ !
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
5 thoughts on “અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ”
હે જી એની વાતુંને કાન નહીં દઈએ !
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
વાહ ખુબ સરસ………
આ કવિતા મારા ભણવામા આવતી હતી આજે ઘણા વર્ષો બાદ અહિ જોઇ વાચી આનદ થયો
સૌથી વધુ ગમ્યુ
…………..”ઝાઝું તે મૂંગા રહીએ,
…… હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
મે ગામડામા બાળપણ વિતાવ્યુ એટ્લે ઘણા “અદના તે આદમી”ને બહુ જ નજીકથી જોયા …
..જી જી હેરમા
ગાધીનગર્
GOOD I LIKE IT AN SHERE IT
Very heart touching.
પારેખ સાહેબ,
અદના આદમી જ સાચા અર્થમાં સાચા અને સારા આદમી હોય છે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }