રાજસ્થાન – જયન્ત પાઠક

અરધા ડુંગર, અરધી રેતી,
વચમાં વચમાં થોડીક ખેતી.

થોડાં બકરાં, થોડાં ઘેટાં,
ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટા !

વનરાજિ સમ આછીપાંખી
પ્રજા ઉઘાડી અરધી ઢાંકી.

રેત અને પથ્થરના વ્હેળા
વહે રુધિરના રેલા ભેળા.

સૂનો મહેલ, છતોને માથે,
કાળ લટકતો ઊંધે માથે.

ટેકરીઓ પર ઊગે ભાણ,
ચેતક ઠેકે પ્હાણે પ્હાણ.

ભાલા, તીર, બખ્તર ને ઢાલ:
સંગ્રહસ્થાને કેદી કાળ !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સરદારની દીકરી – પરાજિત પટેલ
અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ Next »   

4 પ્રતિભાવો : રાજસ્થાન – જયન્ત પાઠક

  1. aravinad says:

    કવિ એ બહુજ ઓછા શબ્દો્ મા રાજસ્થાન નુ ચિત્ત હરતુ વણર્ન કરી ને કમાલ કરી છે.

  2. devina says:

    i love visiting rajsthan again and again ,kavie fari maari yaado taji karavi

  3. રાજ્સ્થાનની પ્રકૃતિનુ આબેહુબ વણૅન કવિ જયન્તે કર્યુ છે………..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.