કહેશો તો એને ચાલશે – હનીફ સાહિલ

છૂટા મેલ્યા છે કેશ કોરા પવનમાં
……….. વાદળ કહેશો તો એને ચાલશે;
દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં
……….. કાજળ કહેશો તો એને ચાલશે….

જૂડામાં પાંગરે છે ભીની સુગંધ અને
……….. આંખોમાં ખીલ્યા ગુલમો’ર,
અષાઢી રાતોમાં ગ્હેક્યા કરે છે હવે
……….. છાતી છૂંદાવેલો મોર.
છાતીમાં ઊમટ્યાં છે ભમ્મરિયાં પૂર હવે
………..મૃગજળ કહેશો તો એને ચાલશે;

ખાખરાના પાનની સુક્કી રેખાઓ તમે
……….. વાંચી શકો તો રાજ ! વાંચજો;
લિખિતંગ રાજવણ્યની ભીનીછમ્મ યાદ તમે
……….. વાંચીને ઝટ વહી આવજો;
પીળું આ પાંદ મારા હાથે સર્યું છે તમે
……….. કાગળ કહેશો તો એને ચાલશે;

દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં
……….. કાજળ કહેશો તો એને ચાલશે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ
આપો તો આટલું આપો રે ! – રવીન્દ્રનાથ ઠાકુર (અનુ. જુગતરામ દવે) Next »   

3 પ્રતિભાવો : કહેશો તો એને ચાલશે – હનીફ સાહિલ

  1. JyoTs says:

    વાહ …અતિ સુન્દર્….

  2. Sudhir Patel says:

    ખૂબ સુંદર ગીત માણવાની મજા પડી!
    સુધીર પટેલ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.