વિશેષ નોંધ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

આપ સૌને વાચનમાં સરળતા રહે અને આપ આપના મનપસંદ લેખ સહેલાઈથી શોધી શકો તે માટે રીડગુજરાતીના સ્વરૂપમાં કેટલોક મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય છેલ્લા તબક્કામાં છે. આ કાર્યને સંપન્ન કરવા માટે સાઈટને થોડા સમય માટે સ્થગિત કરવી પડે તેમ છે. આથી, રીડગુજરાતી પર આશરે ત્રણ-ચાર દિવસ સુધી નવા લેખો પ્રકાશિત કરી શકાશે નહીં, જેની નોંધ લેશો. નિયમિત વાચકો આ અસુવિધા બદલ ક્ષમા કરે તેવી વિનંતી. આ સમય દરમિયાન સાઈટનો કોઈ પણ વિભાગ ગમે ત્યારે બંધ રહી શકે છે. આ જરૂરી ફેરફારો પૂર્ણ થતાંની સાથે જ ખૂબ જલ્દીથી નવા લેખોનું પ્રકાશન શરૂ થશે.

રીડગુજરાતી પર થનારા ફેરફારોની એક ઝલક :

[1]  વાર્તા, નિબંધ, હાસ્ય, કાવ્ય આદિ પ્રકારો પ્રમાણે તમામ લેખો એક જ જગ્યાએથી વાંચી શકાય તેમજ બધા જ લેખોની એક સરળ યાદી ઉપલબ્ધ બને તેવી સુવિધા.

[2]  લેખકના નામ પરથી કોઈ પણ લેખ શોધી શકાય તેવી સુવિધા.

[3]  ઑપેરા-મિનિ સિવાય અન્ય રીતે મોબાઈલ પર ગુજરાતી વાંચી શકાય તેવી સુવિધા તેમજ એ માટેનું માર્ગદર્શન.

[4]  રીડગુજરાતીના તમામ વિભાગોમાં સરળતાથી જઈ શકાય અને અગાઉ પ્રકાશિત થયેલા તમામ લેખો સરળતાથી શોધી શકાય તેવી સુવિધા.

[5]  સાઈટના તમામ વિભાગોને સરળતાથી સમજી શકાય તે માટે ‘સાઈટ-મૅપ’ સહિત એક ‘એનિમેશન-ટ્યૂટર’.

આપ સૌના સહકાર સહ,
સૌ વાચકમિત્રોને વંદન.

લિ.
મૃગેશ શાહ.
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “વિશેષ નોંધ – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.