[ પુનઃપ્રકાશિત : રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોહનભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. ] કવિઓની કલમે સૌરાષ્ટ્રની ધરાને ‘સોરઠ રતનની ખાણ’ એવી સુંદર ઉપમાઓથી બિરદાવી છે, કારણ…. આ ધરતીમાં અનેક નરરત્નો નીપજ્યાં છે જેના ઉચ્ચ માનવીય મૂલ્યોસભર સંસ્કારોના, દાતારીના, શુરવીરતાના સૌથી વધુ રૂડા પ્રસંગો ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરોએ અમરત્વ […]
Monthly Archives: July 2011
[ ગ્રામ્ય જનજીવન અને ગ્રામ્ય વિસ્તારની ઝાંખી કરાવતા પુસ્તક ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.] ગઈ કાલ સુધીના ગામની એક છબિ આંખેથી ઓઝલ થતી નથી. એ છબિ તે પાદરની. ચરોતરમાં પાદરને ભાગોળ કહે છે, […]
[‘ભૂમિપુત્ર’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર.] પ્યારી પુત્રી કાવુરી (કાઓરી), તારી સાથે ઓળખાણ હતી એટલે જેવું સાંભળ્યું કે તારો દેશ એક સાથે ત્રણ ત્રણ મોટાં સંકટોમાં ફસાયો છે, તેવું જ મારું મન તારા ભણી દોડી ગયું. મેં જ્યારે તારા ઘરનાં સંબંધીઓ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેં તો મને એક ગંભીર પ્રશ્ન પૂછીને […]
[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.] આ યુગનો કોઈ સૌથી મોટો શાપ હોય તો તે ‘ઉતાવળ’ છે. માણસ ઉતાવળને ઉદ્યમનું અનિવાર્ય લક્ષણ ગણે છે. જૂની કહેવત એવી હતી કે ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. પણ નવી કહેવત છે ઉતાવળા સો કામગરા, ધીરા સો ઠોઠ ! આમ જુઓ તો કાળપુરુષની બેઅદબી […]
[‘ઉદ્દેશ’ સામાયિક જુલાઈ-2011માંથી સાભાર. આપ સંધ્યાબેનનો આ નંબર પર +91 9825337714 અથવા આ સરનામે sandhyanbhatt@gmail.com સંપર્ક કરી શકો છો. ] [ડૉ. સ્વાતિ જોશી, 1973થી દિલ્હીની મિરાન્ડા હાઉસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરે છે. ભારતમાં અંગ્રેજી સાહિત્યના શિક્ષણ પાછળ રહેલાં વૈચારિક પરિબળો વિશેનું પુસ્તક ‘Rethinking English : Essays in Language, Literature […]
[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ કલ્પનાબેનનો આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.] આબુનું સનસેટ પૉઈન્ટ. અચલ આરામથી પગ લંબાવીને બેઠો હતો. ધીરે ધીરે ગોળ ગોળ ઘૂમીને ક્ષિતિજમાં ડૂબી જતાં, નારંગી રંગના સૂર્યને કૅમેરામાં કેદ કરતો રહ્યો. સૂર્યની વિદાય પછીય ક્યાંય સુધી એની નજર ત્યાં જ ખોડાઈ રહી. અચાનક […]
[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] વરંડો બહુ મોટો નહોતો. તોયે અમે એમાં નાનું એવું જામફળિયું ઊભું કર્યું. ઈલાએ તેની માવજતમાં પાછું વળીને ન જોયું. અમારી મહેનત ફળી. જામફળીને મબલખ ફાલ આવ્યો. અમે જાતજાતની ગણતરીઓ કરવા માંડી. પણ ફળ હજુ પૂરાં બેઠાંય નહોતાં ત્યાં સૂડાઓએ ત્રાસ વરતાવવા માંડ્યો. સવારે ઊઠીને જોઈએ તો ફળિયું આખું […]
મારી ઉંમર તેર-ચૌદ વર્ષની હશે. મોટીબા સહિત અમારું કુટુંબ કોટડાસાંગાણી હતું. મારા પિતા રાજકોટ હતા. વચમાં બે દિવસ માટે કોટડે આવેલા. સાંજે અરડોઈના નૃસિંહમંદિરના મહંત પ્રેમદાસજી આવ્યા. તેમની સાથે મારા પિતા સરધારની ટેકરીઓમાં આવેલ બિલેશ્વર મહાદેવે જવા તૈયાર થયા. મને સાથે જવા ઈચ્છા થઈ. પિતા મને સાથે લઈ ગયા. એ […]
રોજ હું જગતને ગોઠવું છું બરાબર, વ્યવસ્થિત : રણને ઠેકાણે રણ અને દરિયાને ઠેકાણે દરિયો પહાડને ઠેકાણે પહાડ અને નદીને ઠેકાણે નદી ઝાડને ઠેકાણે ઝાડ અને સૂર્યને ઠેકાણે સૂર્ય ગામને ઠેકાણે ગામ અને ઘરને ઠેકાણે ઘર. પણ મારો હાથ હલી જાય છે ! કે પછી ટેબલ-કંપ થાય છે કે પછી […]
ગામ આખામાં ઘૂમવાની છે વાતને પગ છે, ચાલવાની છે આ જગ્યા વૃક્ષ વાવવાની છે કે પછી ઘર બનાવવાની છે ? જોઈને આસપાસ પરીઓ, તું સ્વર્ગમાં યાદ આવવાની છે મારી પહેલી ને આખરી ઈચ્છા તારી ઈચ્છાઓ જાણવાની છે તેં કરી વાહ વાહ જેની બહુ એ ગઝલ તો મઠારવાની છે આગ આકાશમાં […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] સમજણ વિના રે સુખ નહિ જંતને રે; વસ્તુગતિ કેમ કરી ઓળખાય ? આપમાં વસે છે આપનો આતમા રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. રવિ રવિ કરતાં રે રજની નહિ મટે રે, અંધારું તો ઊગ્યા પૂંઠે જાય; રુદે રવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે, થનાર હોય તે સહેજે […]
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] વાઘને છે ચટ્ટાપટ્ટા, સિંહને છે કેશવાળી, રીંછને તો વાળ મોટા, લ્યો ટબૂકબેન ! મારો તાળી ! ઊંટભાઈની ખૂંધ મોટી, ઊંચા મોટા ઢેકાવાળી, હાથીભાઈની સૂંઢ મોટી, લ્યો ટબૂકબેન ! મારો તાળી ! સસ્સાભાઈના કાન છે સુંદર, આંખો રાતી ને રૂપાળી, લાકડું કાપે નાનો ઉંદર, લ્યો ટબૂકબેન ! મારો […]