રીડગુજરાતી : નવા સ્વરૂપે ! – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

આપ રીડગુજરાતીને નવા સ્વરૂપે જોઈ શકો છો. આ સ્વરૂપની ઘણી વિશેષતાઓ પૈકી એક છે લેખોની સરળ ગોઠવણી. રીડગુજરાતીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા તમામ લેખો જુદા જુદા પ્રકારમાં વહેંચીને તેની સરળ યાદી તૈયાર કરવામાં આવી છે. જેમ કે ટૂંકીવાર્તાઓ, હાસ્ય, સાહિત્ય લેખો વગેરેની કુલ બે-ત્રણ પાનની યાદીમાં આપને અગાઉના તમામ લેખ સરળતાથી મળી શકશે. તદુપરાંત ‘પ્રકીર્ણ’ પ્રકારમાં પ્રવાસવર્ણન, વાનગી, મુલાકાત, જીવનચરિત્ર, સત્યઘટનાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે કુલ 4000 લેખોને વિભાગવાર ગોઠવવામાં આવ્યા છે.

લેખોની ગોઠવણીનું કાર્ય સંપન્ન થયા બાદ વિવિધ પ્રકારની સુવિધાઓને સુવ્યવસ્થિત કરીને નવા સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કાર્ય હજુ ચાલી રહ્યું છે.  તેથી ‘ગુજરાતી કેલેન્ડર’, ‘રીડગુજરાતી મોબાઈલ’, ‘ગુજરાતીમાં લખો’, ‘ડાઉનલોડ’ વગેરે સુવિધાઓને હમણાં ક્લિક કરી શકાશે નહિ, પરંતુ ટૂંક સમયમાં જ આ સુવિધાઓ પુનઃ શરૂ થશે. વાચકમિત્રોને હજુ થોડો વધુ સમય પ્રતિક્ષા કરવા વિનંતી. નવા બે લેખોનું પ્રકાશન આપણે ગુરુવારથી શરૂ કરીશું, જેથી આ સમય દરમિયાન રીડગુજરાતીને આંતરિક રીતે વધારે સુસજ્જ કરી શકાય. આપના સુચનો સદા આવકાર્ય છે જ. ગુરુવારે સવારે (તા. 4 ઓગસ્ટ) ફરી મળીશું. ત્યાં સુધી થોડો વિરામ લઈએ. આભાર.

લિ.
તંત્રી, મૃગેશ શાહ
shah_mrugesh@yahoo.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “રીડગુજરાતી : નવા સ્વરૂપે ! – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.