હાસ્યરંગની રંગોળી – સંકલિત
દર્દી (ડૉક્ટરને) : ‘ડોકટર સાહેબ, મારું આખું શરીર દુઃખે છે, જ્યાં પણ અડું ત્યાં દુઃખે છે.’
ડૉક્ટર : ‘ખરેખર એમ નથી. હકીકતે તમારી આંગળીમાં જ ફેકચર થયું છે !’
*********
સાહેબ (પટાવાળાને) : ‘સમજ નથી પડતી કે જ્યારે બુદ્ધિ વહેંચવામાં આવતી હતી ત્યારે તું ક્યાં હતો ?’
પટાવાળો : ‘સાહેબ, એ સમયે હું તમારી સાથે ટૂર પર હતો.’
*********
પ્રેમી : ‘તારા પપ્પા જો આપણાં લગ્ન નહીં થવા દે તો હું ઝેર પીને મરી જઈશ. પછી ભૂત બનીને એમને ડરાવીશ.’
પ્રેમિકા : ‘કંઈ ફાયદો નહીં થાય. મારા પપ્પા ભૂત-પ્રેતમાં વિશ્વાસ નથી કરતા !’
*********
બંટી : ‘હું નાનો હતો ત્યારે એક વખત ટ્રક નીચે આવી ગયો હતો.’
રાજુ : ‘તો પછી બચી ગયો ?’
બંટી : ‘મને બરાબર યાદ નથી. આ તો વરસો પહેલાની વાત છે ને…’
*********
સર : ‘આજે હોમવર્ક કેમ નથી કર્યું ?’
બંટી : ‘ઘરે લાઈટ નહોતી.’
સર : ‘તો મીણબત્તી સળગાવવી હતી ને…’
બંટી : ‘પણ માચિસને અડકાય એવું નહોતું.’
સર : ‘કેમ ?’
બંટી : ‘માચિસ મંદિરમાં હતી.’
સર : ‘તો ડોબા, નહાઈ લેવું જોઈએ ને ?’
બંટી : ‘નહાઉ ક્યાંથી ? મોટર બંધ હતી.’
સર : ‘તો ચાલુ કેમ ના કરી ?’
બંટી : ‘કીધું તો ખરું ! લાઈટ નહોતી !’
*********
છગનના ઘરમાં છાપરામાંથી પાણી ટપકવા લાગ્યું. એણે કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછ્યું, ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?’
‘કાલે રાત્રે જમતી વખતે જ્યારે મને સૂપ પૂરો કરતાં બે કલાક થઈ ગયા ત્યારે !’ છગન બોલ્યો.
*********
છગન : ‘તારો ભાઈ આજકાલ શું કરે છે ?’
મગન : ‘એણે એક દુકાન ખોલી હતી પણ હમણાં તો જેલમાં છે.’
છગન : ‘અરે ! એમ કેમ ?’
મગન : ‘કારણ કે એણે દુકાન હથોડાથી ખોલી હતી !’
*********
ગણપતમીઠાઈવાળાની દુકાન બહાર એક પાટિયું મારેલું હતું : ‘એક નોકરની જરૂર છે પરંતુ એને ડાયાબિટીસ હોવો જરૂરી છે….!’
*********
ડોક્ટર (બાબાને) : ‘ચાલો… ઊંડો શ્વાસ લો….. શ્વાસ મુકો….. ઊંડો શ્વાસ લો…. શ્વાસ મુકો…. બોલો, હવે કેવું લાગે છે ?’
બાબો : ‘સુપર્બ ! તમે કયું પરફ્યુમ વાપરો છો ?’
*********
શિક્ષક : ‘મોન્ટુ, એક વસ્તુનું નામ આપ જેને જોઈ શકીએ પણ પકડી ન શકીએ ?’
મોન્ટુ : ‘સાહેબ, તમારા કાન !’
*********
ફેરિયો : ‘ચપ્પુ-છરીની ધાર તેજ કરાવી લો……’
એક બહેન : ‘ભાઈ, અક્કલ પણ તેજ કરી આપો છો ?’
ફેરિયો : ‘હા બહેન, જો તમારી પાસે હોય તો….’
*********
છગન એક રેસ્ટોરાંમાં નાસ્તો કરવા ગયો. નાસ્તામાં પિત્ઝા મંગાવ્યા.
વેઈટર : ‘સર ! આ પિત્ઝાના કેટલા ટુકડા કરી આપું ? ચાર કે છ ?’
છગન : ‘ભાઈ ! ચાર જ ટુકડા કરજે. છ હું ખાઈ નહીં શકું !’
*********
એક ચર્ચમાં આવી સૂચના લખી હતી :
‘મહેરબાની કરી તમારા પર્સ અને અન્ય ચીજો ગમે ત્યાં ન મૂકી દેશો. લોકોને કદાચ એવું લાગે કે ભગવાને એમની પ્રાર્થના સાંભળી લીધી !!!’
*********
કરસનકાકા : ‘મારા મોબાઈલનું બિલ કેટલું છે ?’
કોલસેન્ટર : ‘કરન્ટ બિલ જાણવા માટે 123# ડાયલ કરો.’
કરસનકાકા : ‘મૂર્ખ, કરન્ટ બિલ નહીં, મારું મોબાઈલ બિલ !’
*********
જ્યોતિષી : ‘તમારી હથેળીની રેખા કહે છે કે તમે જ્યાં રહો છો તેની નીચે ખૂબ જ ધન છે, પરંતુ તે તમારા કામમાં લાગવાનું નથી.’
છગન : ‘તમે સાચી વાત કરો છો. હું ફલેટમાં રહું છું અને મારી નીચેના ફલેટમાં બેંક આવેલી છે….’
*********
ડૉક્ટર : ‘તમારી માંદગીનું કારણ મળતા વાર લાગશે, કદાચ દારૂ પીવાથી…..’
મગન : ‘કશો વાંધો નહીં સાહેબ, તમને ઊતરી જાય ત્યારે આવીશ…!!’
*********
ટીનુ : ‘મીનુ, ચા અને પતિમાં શું સમાનતા છે ?’
મીનુ : ‘બંનેએ આખી જિંદગી ઉકળવાનું હોય છે અને એ પણ પત્નીના હાથે….!!!’
*********
નટુ : ‘ભારતીય સ્ત્રી જન્મોજનમ એના એ જ પતિને માંગે છે.’
ગટુ : ‘હાસ્તો !’
નટુ : ‘ખબર છે કેમ ?’
ગટુ : ‘ના, કેમ ?’
નટુ : ‘કારણ કે પતિને સુધારવાના/બદલવાના આગલા જનમમાં કરેલા પ્રયાસો નકામા ન જાય ને માટે…!!’
*********
લગ્નપ્રસંગમાં વહુની સેથીમાં સિંદુર પુરતા વરરાજાને જોઈને….
છગન : ‘યાર મગન, આ રિવાજ ઉલ્ટો હોવો જોઈએ. ખરેખર તો વહુએ વરના માથામાં સિંદુર પૂરવું જોઈએ.’
મગન : ‘ચૂપ બેસ અવે, જો એવું થાય તો તો દુનિયાના કેટલાય ટાલિયા માણસો કુંવારા રહી જાય…..!!’
*********
પત્ની : ‘તમને મારામાં સૌથી સારું શું લાગે છે ? મારી બુદ્ધિ કે મારું સૌંદર્ય ?’
પતિ : ‘મને તો તારી આ મજાક કરવાની આદત જ સૌથી સારી લાગે છે…..!’
*********
કંજૂસ કનુએ એનાં છોકરાંઓને કહ્યું : ‘જે આજે રાત્રે ખાવાનું નહિ ખાય એને પાંચ રૂપિયા મળશે !’
ચારે છોકરાં પાંચ-પાંચ રૂપિયા લઈને ઊંઘી ગયા.
સવારે કનુએ કહ્યું : ‘જે પાંચ રૂપિયા આપશે એને જ ખાવાનું મળશે….!!’
*********
આંખના ડૉક્ટર : ‘તમને ખરેખર ચશ્માં છે.’
દર્દી : ‘તપાસ કર્યા પહેલાં તમને કઈ રીતે ખબર પડી ?’
આંખના ડૉક્ટર : ‘દરવાજો છોડી તમે બારીમાંથી આવ્યા.’



ખૂબ સરસ. મજા પડી ગઇ. જોકે કેટલાક જોક્સ પુનરાવર્તન પામ્યા છે.
આંખના ડૉક્ટર : ‘તમને ખરેખર ચશ્માં છે.’
દર્દી : ‘તપાસ કર્યા પહેલાં તમને કઈ રીતે ખબર પડી ?’
આંખના ડૉક્ટર : ‘દરવાજો છોડી તમે બારીમાંથી આવ્યા.’
Good One!
હાહા હા… ગોવિંદા-ડેવિડ ધવન સ્ટાઈલ ના જોક્સ વાંચવાની મઝા આવી.
દરવાજો છોડી બારીમાંથી આવ્યા, કારણ કે આંખો નબળી છે. જોક લખનાર એવોર્ડ ને પાત્ર છે. 😀
U r right. I agree with u…………
સરસ સરસ મજા આવિ.
જય ગુજરાત…
nice …
friends need help..if possible can anyone tell me where can i get whole gujarati calender to print with tithis and festivals….thank you…
Go to any of the Swaminarayan Mandir and you can get one. Go around Diwali time, they will be coming up with the new one.
Thank you so much….
JyoTs,
આપને વેબસાઈટ swaminarayan.org પરથી કાયમ માટે આપને જરુર છે એવું કેલેન્ડર મળી શકશે.
tithidarshan calender collects all tithis & festivals for buy cont.98240 25440/92274 5220,or tithidarshan@gmail.com.
you can purchase from any book stall also.
ખુબ સરસ… મજા આવી…..
સુન્દર અને મૌલિક . મજા આવી.
હાક્યે રાખો બાપલાવ…જય જય ગરવીગુજરાત…
Whats Diffrent You and ME ,You are my Brother but I am not Your Brother.
Fine,But Old Jocks Pls,Sumite New Jocks
પત્નીઃ તમને તો કક્ત તમારા જ તરફ ના પરીવાર વાળા વાહલા છે!
પતીઃ ના તેમ સેજ પણ નથી. મને મારા સાસુ-સસરા કરતા તારા સાસુ-સસરા વધારે વહાલા છે!
=======================
ગધેડા નુ ટોળુ જોઈ ને પતી એ તેની પત્ની ને કીધું…. જો સામે થી તારા સગા-વાલા આવે છે. પત્ની એ કહ્યું હા સાચેજ. પણ આ બધા લગ્ન થયા પછીના સગા-વાલા છે….
Are Vaah Bhai Tamaruy ke pade ho………………………………
hasvanu mali gyu hahahaha………………..
ખુબ સરસ… મજા આવી…..
બહુ સરસ …. ઘના સમય પચિ જોયુ… મઝા આવિ ગયિ…
very nice……
Nice jokes! jay hind! jay bharat! jay gujarat!
ખુબ સરસ… મજા આવી…..
બધાજ તુચકા ખુબજ મજાના. ખુબ મજા આવિ.કરાચિ-પકિસ્તાન થિ મારા સ્નેહ્-વન્દન કબુલ કરશોજિ.
Dear and respected Surani Saheb!!!!
મને ખુબ જ આનદ થયો કે આપે છેક પાકિસ્તાનથી આપના સ્નેહવન્દન પાઠવ્યા!!!!!
હુ ખુબ જ દિલથિ આપના સ્નેહવન્દન સ્વિકારુ છુ.
મારા પણ સ્નેહવન્દન સ્વિકારશોજિ.
Very fine joks. Enjoy. Thanks a lot.
કંજૂસ કનુએ એનાં છોકરાંઓને કહ્યું : ‘જે આજે રાત્રે ખાવાનું નહિ ખાય એને પાંચ રૂપિયા મળશે !’
ચારે છોકરાં પાંચ-પાંચ રૂપિયા લઈને ઊંઘી ગયા.
સવારે કનુએ કહ્યું : ‘જે પાંચ રૂપિયા આપશે એને જ ખાવાનું મળશે….!!’
ખૂબ સરસ …. આ માં મજા આવી