આરઝૂ – આબિદ ભટ્ટ

રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !

હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.

જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.

દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.

બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.

જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !

યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.

સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હાસ્યરંગની રંગોળી – સંકલિત
કોઈક – રેણુકા દવે Next »   

7 પ્રતિભાવો : આરઝૂ – આબિદ ભટ્ટ

 1. Harsh says:

  ખુબ સરસ. . .

 2. Labhshankar Bharad says:

  “રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ ….” ખૂબ સુંદર શેર ! મરણને ઉજળું કરવા, જીવનમાં કંઈક તો કરવું પડે ને ? રેણુકાબહેનને ધન્યવાદ.

 3. Labhshankar Bharad says:

  સુધારો :-
  “રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ ….” ખૂબ સુંદર શેર ! મરણને ઉજળું કરવા, જીવનમાં કંઈક તો કરવું પડે ને ? આબિદ ભટ્ટને ધન્યવાદ.

 4. sudhir patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 5. dhruv says:

  I have never met Abid. But this name is on my walls since nearly two years. It happen that my grand daughter Ayan was learning reading and writing. she got Navaneet-samarpan and open one page, took a pencil and copied on wall, what apeared on that page. ‘Be Gazal – Abid Bhatt.

  We have not removed this because it is first writting.

  dhruv

 6. Harsh says:

  ખુબ સરસકેમ છે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.