કોઈક – રેણુકા દવે

કોઈક તો એવું જોઈએ
……….. જેની સાવ અડોઅડ હોઈએ
આમ તો નર્યાં સપનાંઓને આંબવા લાગી હોડ
એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ
સપનાંઓને બાજુએ મૂકી
શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી,
તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું
……….. કોઈક તો હોવું જોઈએ
……….. જેની સાવ અડોઅડ હોઈએ

આમ તો નર્યાં ઝાંઝવાભર્યું રણ છે જીવનવાટ
પ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય આરો ના ઘાટ
ઝાંઝવાઓમાં નેજવાં જેવું
મઝધારે એક નાવનું હોવું
આમ ન કોઈ નામ ને તોયે મનમાં તો ભગવાનના જેવું
……….. કોઈક તો હોવું જોઈએ
……….. જેની સાવ અડોઅડ હોઈએ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આરઝૂ – આબિદ ભટ્ટ
અક્ષરે અક્ષર બરફ…. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »   

4 પ્રતિભાવો : કોઈક – રેણુકા દવે

 1. Mukund says:

  ખુબ સરસ, ખરેખર કોઈક તો હોવું જ જોઈએ

 2. Pratik says:

  Excellent
  ખૂબ સરસ …….

 3. આખરે તો ભગવાન જ હોય ને ?
  સરસ મઁતવ્ય છે .આભાર !

 4. Ashish says:

  ખુબ સરસ રચના કોક તો એવુ જોઇએજ …..
  ashish.synergy8@live.in

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.