અક્ષરે અક્ષર બરફ…. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]

થીજતી ગઈ સર્વભાષા અક્ષરે અક્ષર બરફ,
એમ ફૂંકાયો પવન કે બ્હાર ને અંદર બરફ.

કૈંક સદીઓથી સમયના થર ઉપર થર જામતા,
પીગળે થોડુંક…. બાકી સર્વનું જીવતર બરફ.

તું હવે પ્રગટાવ શ્રદ્ધા હૂંફ – અજવાળું મળે,
રાત અંધારી અને માણસ બરફ – ઈશ્વર બરફ.

ગ્રંથ વાંચો કે પછી વ્યાખ્યાન કોઈ સાંભળો,
ધર્મ સ્થળ-સંસદ-સ્કૂલો બધ્ધે જ થર પર થર બરફ.

ચીતરેલો સૂર્ય લાગે, ચીતરેલાં તાપણાં,
એ હદે ને એટલો ચોમેર કૈં નક્કર બરફ.

એક બાળક નીકળ્યું કાગળની હોડી લઈ સહજ,
ઘર-નદી-દરિયો અને જ્યાં શ્રાવણી ઝરમર બરફ.

કોઈ તોડો કોઈ પણ રીત….. કે ખળખળવું બને,
જાતમાં ને એકબીજામાં ય આ અંતર બરફ.

સંતજી મારીને આંટો શ્હેરમાં ચાલ્યા ગયા,
ભક્તજનની ઔર પાછી થૈ ગઈ નીંદર બરફ.

છે બરફનું શ્હેર મિસ્કીન ને બરફનું મન છતાં,
શોધવાને નીકળે છે ગૌતમી ઘરઘર બરફ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “અક્ષરે અક્ષર બરફ…. – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

Copy Protected by Chetan's WP-Copyprotect.