લગ્ન – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા)
ત્યાર પછી મિત્રાએ પુનઃ વિનંતી કરી પૂછ્યું –
અને લગ્ન એટલે શું, ગુરુજી ?
ત્યારે તે બોલ્યા –
તમે બંને સાથે જન્મયાં; અને સદાને માટે સાથે જ રહેશો
હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેય
તમે સાથે જ રહેવાનાં છો.
સાચે જ, પરમેશ્વરની શાંત સ્મૃતિમાંય તમે સાથે જ રહેશો.
તોયે, તમારા સહ-વાસમાં કોઈ ગાળા પાડજો.
અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો.
તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો.
પણ તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે ઘૂઘવતા
સાગરના જેવો એને રાખજો.
તમે એકબીજાની પ્યાલીઓ ભરી દેજો,
પણ બેય એક જ પ્યાલી મોઢે માંડશો નહીં.
એકબીજાને પોતાના રોટલામાંથી ભાગ આપજો, પણ એક
જ રોટલાને બેઉ કરડશો નહીં.
સાથે ગાજો અને નાચજો તથા હર્ષથી ઊભરાજો, પણ બેઉ
એકાકી જ રહેજો –
જેમ વીણાના તાર એક જ સંગીતથી કંપતાં છતાં
પ્રત્યેક છૂટો જ રહે છે તેમ.
તમારાં હૃદયો એકબીજાને અર્પજો,
પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં.
કારણ તમારા હૃદયોનું આધિપત્ય તો કેવળ
જગજજીવનનો જ હાથ લઈ શકે.
અને સાથે ઊભાં રહેજો, પણ એકબીજાને અડોઅડ નહીં;
જુઓ મંદિરના થાંભલા અલગ-અલગ જ ઊભા રહે છે
અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઊગતાં નથી.



ઘડીયાળના બે કાન્ટા ની જેમ… સાથે છતા અલગ……
ખુબ સરસ અનુવાદ……
જિવનની ધન્યતા પ્રભુપણામા જ છે.
Khub j saras
સ્કોૂલ્/કોલેજમા વાન્ચવાનેી તેવ પાદિ હતિ તે તે હવે નિવ્રુત્તિમા પ્રવ્રુત્તિ મઝા આવે ચ્હે. આ વેબ ગમેી. અભિનન્દન્
જિબ્રાન સાહેબની અજબ ગજબની ફિલોસોફીમા કયાં ચાંચ ડુબે ?
કદાચ આવા લગ્નો તો,(જો હોય તો દેવોને) પણ દુર્લભ!!!
Very very good.I liked it too much.Really,’Tyagine bhogvi Jano’ e vat sachi 6e.