બહેનડી – પ્રવીણભાઈ કે. મહેતા ‘બાલપ્રેમી’

[ સૌ વાચકમિત્રોને રક્ષાબંધનપર્વની શુભકામનાઓ. ભાઈ-બહેનના આ પવિત્રપર્વ નિમિત્તે પ્રસ્તુત છે વ્હાલી બહેનડી માટેનું આ બાળગીત, જે ‘એક હતો ઢીંગો, એક હતી ઢીંગી’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.]

મને વ્હાલી મારી બહેનડી નાની,
રૂપે રંગે એ તો કેવી મજાની !

નયન નમણેથી અમીની ધારા વહે !
મુખડું મનોહર સદા હસતું રહે.

એનાં કંઠે ગુંજે નિત ગીતો રસાળાં !
સાંભળી એ હું ભૂલું દુઃખડાં સારાં !

એનાં ગોરાં ગાલે હું થીપકી દઉં ધીરી,
એનાં દૂર જતાં મુજ આંખ થાય અધીરી !

મુજ આંગણ-બાગ, એ ફૂલની ક્યારી !
પેલી પગલી પડે જુઓ નાની ન્યારી !

એ વિશ્વશાંતિ કેરો સંદેશ લાવે,
દેવદૂત શી એ મુજને શાને રે ન ભાવે ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – રશીદ મીર
હરિ-ગીત – ભગવતીકુમાર શર્મા Next »   

0 પ્રતિભાવ : બહેનડી – પ્રવીણભાઈ કે. મહેતા ‘બાલપ્રેમી’

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.