હરિ-ગીત – ભગવતીકુમાર શર્મા

કેમ કરું કેદારો ?
હરિવર કેમ કરું કેદારો ?
ગઢ જૂનેથી મહેતાજીનો
મળે નહિ હોંકારો….. હરિવર !

સૂર ન સમજું, તાલ ન પરખું,
શબદબબદના વાખા;
મારી ઓછપ મને પૂછતી
પલ પલ નવાં પલાખાં;

હરફ-કળી ઊઘડવાનો અણસારો
હરિવર, આપોને પરબારો… હરિવર !

હરિ તમારાં ચરણકમળમાં
મને મૂકજો ગિરવે;
જનમ-જનમનો વિજોગ વસમો
કોઈ કહાં લગ જીરવે ?

ઝલકનો પ્રગટે જો ઝબકારો;
કંઠમાં કલરવશે કેદારો !…. હરિવર !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “હરિ-ગીત – ભગવતીકુમાર શર્મા”

Copy Protected by Chetan's WP-Copyprotect.