હાર યા જીત છે ભલા માણસ,
એ જ તો બીક છે ભલા માણસ
જો, કશે દ્વાર પણ હશે એમાં,
છોડ, એ ભીંત છે ભલા માણસ
કોઈ કારણ વગર ગમે કોઈ,
એ જ તો પ્રીત છે ભલા માણસ
ફક્ત છે લેણદેણનો સંબંધ,
નામ તો ઠીક છે ભલા માણસ
વાર તો લાગશેને કળ વળતાં,
કાળની ઢીંક છે ભલા માણસ
માત્ર તારો વિચાર કરતો રે’,
આ તે કૈં રીત છે ભલા માણસ ?
9 thoughts on “ભલા માણસ – હેમાંગ જોષી”
બહુ મજા પડી ગઈ ભાઇ,
વાહ્…હળવેકથી વાતો થઈ ભલા માણસ સાથે…
સરસ
haji vadhare undan thi lakhai saki hot
કોઈ કારણ વગર ગમે કોઈ,
એ જ તો પ્રીત છે ભલા માણસ
બહુ સરસ…
…ભલાં માણસ …વાહ!
Khoob saras
હેમાંગભાઈ,
કાળની આ પ્રબળ ઢીંક સામે કેમ ટકવું… કેમ લડવું, ભલામાણસ ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
” ખરેખર ખરા માણસ છો,તમે…!
માત્ર તારો વિચાર કરતો રે’,
આ તે કૈં રીત છે ભલા માણસ