મને ખબર પડતી નથી – રીના મહેતા

સાંજ
રોજ જ આટલી શાંત અને
સુંદર હોય છે
પણ મને ખબર પડતી નથી.
મારી બારીમાં ડોકાતું
છૂટાંછવાયાં સફેદ વાદળ ભરેલું
ભૂરું આકાશ
સામેના વૃક્ષની ઊંચી ડાળ જોડે
ભેટવા આવે છે મને.
પણ નીચું માથું રાખેલી
મને એની ખબર પડતી નથી.
હું જ્યારે
બેસું
આકાશ સામે
આકાશ જેવી
શાંત, સ્થિર, આનંદિત
ત્યારે જ મને ખબર પડે કે
હું પણ
હોઈ શકું
સાંજ
રોજ સાંજે.


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દાળની તપેલી – કૌશાલી પટેલ
ભલા માણસ – હેમાંગ જોષી Next »   

7 પ્રતિભાવો : મને ખબર પડતી નથી – રીના મહેતા

 1. Kabir says:

  ખુબ જ સરસ રચના…

 2. Sandhya Bhatt says:

  શાંત,સુંદર,સહજ લાગણીઓનો આવિર્ભાવ…

 3. Preeti says:

  ખુબ જ સરસ

 4. ખુબ જ સરસ

 5. ravi says:

  ખુબજ સુંદર

 6. MAYURI SHAH says:

  POETRYIS A SPONTENIOUS OVERFLOW OF POWERFUL FEELINGS…
  ISN’T IT?

 7. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  રીનાબેન ,
  મનની લાગણીઓને વાચા આપતી આપની ગઝલ ગમી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.