મને ખબર પડતી નથી – રીના મહેતા
August 20th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : રીના મહેતા |
7 પ્રતિભાવો »
સાંજ
રોજ જ આટલી શાંત અને
સુંદર હોય છે
પણ મને ખબર પડતી નથી.
મારી બારીમાં ડોકાતું
છૂટાંછવાયાં સફેદ વાદળ ભરેલું
ભૂરું આકાશ
સામેના વૃક્ષની ઊંચી ડાળ જોડે
ભેટવા આવે છે મને.
પણ નીચું માથું રાખેલી
મને એની ખબર પડતી નથી.
હું જ્યારે
બેસું
આકાશ સામે
આકાશ જેવી
શાંત, સ્થિર, આનંદિત
ત્યારે જ મને ખબર પડે કે
હું પણ
હોઈ શકું
સાંજ
રોજ સાંજે.
Related

·
Print This Article
·
Save article As PDF ·
Subscribe ReadGujarati
આ પ્રકારનું અન્ય સાહિત્ય:
-
હે જી મારા નાનપણાના ગામ ! મારા બાળપણાના ધામ !
તને કરું રે પરણામ, તને કરું રે પરણામ.
તારી આ માટી, તારું પાણી, હે ગામ મારા !
તારી આ ઝાડવાંની છાયા,
એની લાગી છે મને માયા;
છોડવાં નો’તાં એને છોડવાં આજે :
જાણે હૈયાનાં ખેંચાયે છે ચામ...... મારા નાનપણાના ગામ....
ના રે કળાયા કદી, નેહના વેલા એવા,
ભોંયે આ તારી પથરાયા;
જાવા ઉપાડું મારા પાયને ત્યાં તો એમાં,
ડગલે ને ...
[વાંચો...]
-
કામનો કામનો કામનો રે,
................. તું અહીંયા આવ્યો શા કામનો ?
સંત સ્વરૂપી ગંગા ન નહાયો,
................. ભજન કિયો ન સીયારામનો રે.... તું
પાપ કરતાં પાછું ન જોયું,
................. ડરી બેઠો નહીં ઠામનો રે.... તું
આ રે કાયામાં શું રે મોહ્યા છો ?
................. કોથળો છે હાડચામનો રે.... તું
ભાણ કહે તું ચેતી લે પ્રાણિયા,
................. પછી નહીં રહે ઘાટ ગામનો રે... તું
-
જવાનીના દિવસો, જવાનીની રાતો
............ અનાયાસ આંખોથી આંખો લડી છે
અમસ્તી શરૂઆત અવસરની થઈ છે
............ અમસ્તી જ હૈયે તિરાડો પડી છે
............ અમે પણ કરી પ્રેમ હૈયું સજાવ્યું
............ અમે પણ પ્રતીક્ષાને પામી બતાવ્યું
............ રમકડું અપાવે ને બાળક ને એમ જ-
............ અમે એમ ધડકનને સપનું અપાવ્યું
અમે આજ શ્વાસોમાં ઝળહળવું લાવ્યા
............ અમે એકબીજામાં ઓગળવું લાવ્યા
બધા બંદગીના પ્રકારો પૂછે છે
............ ખુદા થઈ જવાની કઈ રીત જડી ...
[વાંચો...]
ખુબ જ સરસ રચના…
શાંત,સુંદર,સહજ લાગણીઓનો આવિર્ભાવ…
ખુબ જ સરસ
ખુબ જ સરસ
ખુબજ સુંદર
POETRYIS A SPONTENIOUS OVERFLOW OF POWERFUL FEELINGS…
ISN’T IT?
રીનાબેન ,
મનની લાગણીઓને વાચા આપતી આપની ગઝલ ગમી. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}