દિલ મેં દીધું આપને દીઠા વિના
મંઝીલે પહોંચી ગયો રસ્તા વિના
એમનાં દર્શન થયાં મોકા વિના
સ્વપ્ન એક જોયું હતું નિદ્રા વિના
કોઈ માને કે ન માને સત્ય છે
ચાંદ જોયો છે અમે ડાઘા વિના
આપણે પણ મૌનનો દરિયો હવે
પાર કરીએ શબ્દની નૌકા વિના
જાય છે ક્યાં ઘરની દીવાલો બધી
આજ અમને કાંઈપણ પૂછ્યા વિના
કોણ અચાનક આવ્યું ઘરમાં અદમ
કેમ અજવાળું થયું દીવા વિના ?
8 thoughts on “દિલ – અદમ ટંકારવી”
ખુબ સુંદર…
ખુબ સુંદર…
lovely
nice!
સરસ
Very Nice
ખુબ સુન્દર……..
VERY NICE
–
કોણ અચાનક આવ્યું ઘરમાં અદમ
કેમ અજવાળું થયું દીવા વિના ?
Excellent!