ખબરઅંતર – રમેશ આચાર્ય

કેટલાંક વર્ષો પછી
સારા નોકરી-ધંધાવાળા થઈને,
તમે તમારા વતનને ગામ જાઓ.
અને સ્નેહીઓ તમારા ખબરઅંતર પૂછે
તમે બધાં સાથે હસો
અને તમારી ખુશી સમાચાર જણાવતાં
તેમના ખબરઅંતર પૂછો.
તે સમયે
તમે તમારા નાનપણમાં
રમાડેલું ગલૂડિયું
હવે વૃદ્ધ અને એકવડિયું,
હવાની ગંધે ગંધે
તમારી પાસે આવીને
તમારા હાથ ચાટવા માંડે.
તમે હસી પણ ન શકો,
કંઈ પૂછી પણ ન શકો,
માંડ આંખ લૂછી શકો.


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ભલા માણસ – હેમાંગ જોષી
દિલ – અદમ ટંકારવી Next »   

4 પ્રતિભાવો : ખબરઅંતર – રમેશ આચાર્ય

  1. gopal says:

    ગલુડિયુઁ તમારી પાસે આવીને હાથ ચાટવા માઁડૅ વાત ઘણુઁ કહી જાય છે.

  2. બહુજ સરસ આખ મા પાનેી આવિ ગયુ

  3. થોડા શબ્દોમા ભારે ગજબનો સદેશો ! અમારુ ચીવાવા “ટેન્ઝો” યાદ આવી ગયુ.

  4. shailesh k trivedi says:

    લેખક સુરેન્દ્રનગર્ના રમેશ આચાર્ય લાગે ચ્હે. આ મારા જુના મિત્ર.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.