કેટલીક વિગતો – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

ટેકનીકલ કારણોસર આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. છેલ્લા ઘણા સમયથી ચાલતા ‘રીડગુજરાતી’ના રૂપાંતરનું કાર્ય ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આ કાર્યમાં વિલંબ થવાનું મુખ્ય કારણ ખૂબ જ નાના પરંતુ જરૂરી એવા કેટલાક અગત્યના આંતરિક સુધારાઓ છે. કેટલું કાર્ય સંપન્ન થયું છે અને કેટલું કાર્ય બાકી છે, તેની ટૂંકી રૂપરેખા આ પ્રમાણે છે :

[1] ખાસ કરીને Internet Explorer વેબબ્રાઉઝરમાં થતી scrolling ની તકલીફ દૂર કરવામાં આવી છે. હવે કોઈ પણ વેબબ્રાઉઝરમાં આપ વિના વિલંબે કોઈ પણ પાનું ખોલી શકો છો.

[2] Page Footer એટલે કે દરેક પૃષ્ઠના અંતિમ ભાગને નવી રીતે સજાવવામાં આવ્યો છે. તેમાં ઉપયોગી સુવિધાઓની લીન્ક આપવામાં આવી છે. એ જ રીતે, મુખ્ય મેનૂને પણ નવા સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે.

[3] ‘રીડગુજરાતી મોબાઈલ’ સુવિધાની ચકાસણીનું કાર્ય હજી ચાલુ છે. BlackBerry, Android તથા અન્ય તમામ પ્રકારના મોબાઈલ પર ગુજરાતી કેવી રીતે જોઈ શકાય એની સંપૂર્ણ વિગત તૈયાર થયા બાદ સાઈટ પર મૂકવામાં આવશે.

[4] થોડીક મેમરીની સમસ્યાઓને કારણે, પ્રોગ્રામિંગ ક્ષતિ દૂર કરવાના હેતુસર ‘ગુજરાતી કેલેન્ડર’ હમણાં બે દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. જે ટૂંકસમયમાં જ પુનઃ શરૂ કરવામાં આવશે.

[5] ઘણા વાચકોની ફરિયાદ મળી છે કે Interenet Explorer બ્રાઉઝરમાં ‘ગુજરાતીમાં લખો’ સુવિધાનો લાભ લઈ શકાતો નથી અને લખાણ માત્ર અંગ્રેજી સ્વરૂપમાં જ રહે છે. આ ક્ષતિ સત્વરે જ દૂર કરવામાં આવશે.

[6] લેખો શોધવાની સુવિધા અને લેખકના નામ પરથી લેખો મેળવવાની સુવિધા બાબતે ખૂબ જ પત્રો મળ્યા છે. ટેકનિકલ સમસ્યાને કારણે આ શક્ય નથી બની રહ્યું પરંતુ એ માટે પ્રયત્ન ચાલી રહ્યો છે. જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલા લેખોનું કોઈક રીતે એકત્રિકરણ થઈ શકે તો આ સમસ્યા જલદીથી ઉકેલી શકાશે. પરંતુ આ માટે થોડી પ્રતિક્ષા કરવા વિનંતી.

[7] દરેક લેખના અંતે બાકી રહી ગયેલ ‘Next Article’ અને ‘Previous Article’ની લીન્ક પુનઃ શરૂ કરવામાં આવી છે.

[8] આંતરિક રીતે મહત્તમ મેમરીનો વપરાશ કરતા પ્રોગ્રામોને દૂર કરીને સાઈટને એકદમ હળવીફૂલ બનાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. વિશેષરૂપે, રીડગુજરાતી પર ટ્રાફિકના કલાકોમાં ક્યારે સાઈટ બંધ ન રહે તેવા ઉપાયો અમલમાં લાવવાનું કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત આંતરિક રીતે ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે જે આપને વાંચનમાં વધુ ને વધુ મદદરૂપ રહેશે.

આપના સૂચનો સદા આવકાર્ય છે.

લિ.
તંત્રી, રીડગુજરાતી
મૃગેશ શાહ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “કેટલીક વિગતો – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.