[ લોક-વ્યવહાર અને રાજનીતિનાં રહસ્યોને સરળ ભાષામાં સમજાવતી વિશ્વપ્રસિદ્ધ કૃતિ ‘ચાણક્ય નીતિ’ના પુસ્તક ‘સંપૂર્ણ ચાણક્ય નીતિ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1]
अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम ।
नीचप्रसंग कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।।
[ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે – ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ મનુષ્યોની સેવા. ]
અત્યંત ક્રોધ, કટુ વાણી, દરિદ્રતા, પોતાના જ સ્વજનો સાથે વૈરવૃત્તિ, નીચ લોકોનો સાથ, કુળહીનોની સેવા –નરકમાં વસતા આત્માનાં લક્ષણો છે. પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને નરક છે. મનુષ્ય પોતે જ પોતાની આસપાસ સ્વર્ગ કે નરકનું નિર્માણ કરે છે. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય, જેની વાણીમાં કડવાશ જ હોય, જે દરિદ્ર હોય અને પોતાના જ સ્વજનોનો દ્વૈષ રાખતો હોય તેને સુખ-શાંતિ ક્યાંથી મળે ? સ્વર્ગ એટલે સુખ-શાંતિ અને નરક એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ. જે દુર્જનોનો સંગ કરે તેની પાસે સજ્જનો ક્યારેય ફરકે નહિ અને તેનું તમામ સ્તરે પતન થઈ જાય છે. છેવટે તેને કુળહીન મનુષ્યોની સેવા કરવાનો વખત આવે છે.
[2]
आयुः कर्म च वितं च विधा निधनमेव च ।
पचैतानि हि सृज्यन्ते गर्भस्थस्यैव देहिनः ।।
[ આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ – આ પાંચ બાબતો જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.]
જ્યારે જીવ તેની માતાના ગર્ભમાં આકાર લે છે ત્યારે જ વિધાતા તેનું આયુષ્ય, કર્મ, તેની ધન-સંપત્તિ, વિદ્યા અને તેનું મૃત્યુ નક્કી કરી નાંખે છે. તેમાં પછી ક્યારેય કોઈ ફેરફાર કરી શકતું નથી. આ કારણે જન્મ પછી દરેક વ્યક્તિએ નિષ્કામ ભાવે કર્મ કરવું જોઈએ અને ફળની આશા ન રાખવી જોઈએ. તેને જે મળવાનું છે તે કોઈ રોકી શકશે નહિ. તેના નસીબમાં જે નહિ હોય તેનો શોક કરવો જોઈએ નહિ.
[3]
धर्माडडख्याने श्मशाने च रोगिणां या मतिर्भवेत ।
सा सर्वदैव तिष्ठेश्चेत को न मुच्येत बन्धनात ।।
[ ધાર્મિક કથા સાંભળતી વખતે, સ્મશાનની ધરતી પર અને રોગિષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો હંમેશા માટે સ્થિર રહે તો મનુષ્ય સંસારની મોહમાયા અને બંધનમાંથી છૂટી શકે છે. ]
જ્યારે કોઈ વ્યક્તિ ધાર્મિક ઉપદેશ સાંભળે છે ત્યારે તેના મનમાં ઉત્તમ વિચારો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે જ્યારે મનુષ્ય કોઈ મૃત વ્યક્તિના અગ્નિ સંસ્કાર માટે સ્મશાન જાય છે તો તેને સમજાય છે કે જીવન કેટલું ક્ષણભંગુર હોય છે. તે સમયે તેના મનમાં પાપ મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય છે. તેવી જ રીતે બીમારીના સમયે વ્યક્તિ ભગવાનને યાદ કરે છે. ચાણક્યનું કહેવું છે કે જો વ્યક્તિ કાયમ માટે આવી રીતે વિચારતો થઈ જાય તો સંસારના બધાં જ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે.
[4]
अधमा धनमिच्छन्ति धनं मानं च मध्यमाः ।
उतमा मानमिच्छन्ति मानो हि महतां धनम ।।
[ અધમ પુરુષને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષને ધન અને સમ્માન બંનેની કામના હોય છે જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સમ્માન ચાહે છે. મહાપુરુષોનું ધન માન-સમ્માન જ હોય છે.]
નીચ અને અધમ મનુષ્યોને માત્ર ધનની જ લાલસા હોય છે. તેઓ ધનને જ સર્વસ્વ માને છે. ધન મેળવવાથી આખી દુનિયા વશમાં કરી શકાય છે તેવી દુર્બુદ્ધિવાળા તે હોય છે. લોભ-લાલચ પાછળ તેઓ અંધ હોય છે. મધ્યમ પુરુષ અર્થાત સામાન્ય મનુષ્યને ધનની ઈચ્છા હોય છે, પણ સ્વમાનના ભોગે નહિ. તે પોતાની મહેનતનું ફળ માગે છે. તેને અપમાન વેઠીને ધન લેવું ગમતું નથી. તે સમ્માન સહિત ધનની ઈચ્છા રાખે છે, પરંતુ મહાપુરુષો તો માત્ર માન-સમ્માનની ખેવના કરે છે. તેમને મન માન-સમ્માન જ સાચું ધન હોય છે. તે સમાજમાં પૂજનીય, વંદનીય ગણાય છે. એમને મન ધન ધૂળ સમાન હોય છે.
[5]
पठन्ति चतुरो वेदान धर्मशास्त्राण्यनेकशः ।
आत्मानं नैव जानन्ति दर्वी पाकरसं यथा ।।
[ જેઓ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવા છતાંય આત્મા-પરમાત્માના સંબંધ વિશે કશું નથી જાણતા, તેઓ આત્મજ્ઞાન મેળવ્યા વિના રહી જાય છે. ચાણક્યે આવા લોકોને કડછી સાથે સરખાવ્યા છે. જેમ કડછી સ્વાદિષ્ટ શાકમાં ફરે છે, પણ સ્વાદની મજા માણી શકતી નથી. તેવી જ પરિસ્થિતિ આ અજ્ઞાનીઓની હોય છે. ]
શાસ્ત્રોને વાંચી અને સમજી-વિચારી તેને જીવનમાં ઉતારવાથી તેનો અભ્યાસ અર્થપૂર્ણ નીવડે છે. જો શાસ્ત્રો વાંચ્યા પછી પણ માણસને આત્મજ્ઞાન ન લાધે તો તેનો શાસ્ત્રાભ્યાસ નિરર્થક સાબિત થાય છે.
[6]
न ध्यातं पदमीश्वरस्य विधिवत्संसारविच्छितये
स्वर्गद्वारकपाटपाटनपटुधर्मोडपि नोपार्जितः ।
नारीपीनपयोधरोरुयुगलं स्वप्नेडपि नालिगितं
मातुः केवलमेव यौवनवनच्छेदे कुठारा वयम ।।
[ જે વ્યક્તિએ સંસારરૂપી જાળને કાપવા માટે ભગવાનનું સ્મરણ નથી કર્યું અને સ્વર્ગના દ્વારે પહોંચવા માટે જેણે ધર્મરૂપી ધનનો સંગ્રહ નથી કર્યો, જેણે સ્વપ્નમાં પણ નારીને પ્રેમ નથી કર્યો, તેવી વ્યક્તિ યુવાનીમાં તેને જન્મ આપનાર માતાના યૌવનરૂપી વૃક્ષને કાપનાર કુહાડો જ છે કે બીજું કંઈ ? ]
તમે પૃથ્વી પર જન્મ લીધો છે, કંઈક નવું કરો, કંઈક સિદ્ધ કરો, જેથી જીવનમાં કંઈક મેળવ્યાનો આનંદ મળે. તમને પેદા કરનાર માતાએ તમારો નવ માસ સુધી ભાર વેઠ્યો છે તેને વ્યર્થ ન જવા દો. જ્યારે એક માતા બાળકને જન્મ આપે છે ત્યારે તે બાળક પાસે અનેક અપેક્ષા રાખે છે, તેના માટે ઘણાં સપનાં જુએ છે. તેને પૂરાં કરવા પ્રયત્ન કરો.
[7]
गुणाः सर्वत्र पूजयन्ते न महत्योडपि सम्पदः ।
पूर्णेन्दु किं तथा वन्घो निष्कलड्को यथा कृशः ।।
[ દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણોના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું. ]
તેનો ભાવાર્થ એ છે કે પૂનમના ચંદ્રમાં અનેક ધબ્બા દેખાય છે, જ્યારે બીજનો ચંદ્ર એક પાતળી રેખા જેવો હોય છે. જેમાં કોઈ ડાઘ નથી હોતો એટલે જ સંપૂર્ણ ચંદ્ર કરતાં તે વધુ સુંદર લાગે છે. આ ઉદાહરણ આપી ચાણક્ય કહે છે કે સાફ ચારિત્ર્યવાળી ગુણવાન વ્યક્તિની સહુ કોઈ પ્રશંસા કરે છે અને તે આદરને પાત્ર બને છે.
[8]
न निर्मितः केन न दष्टपूर्वः न श्रूयते हेममयः कुरड्रः ।
तथाडपि तृष्णा रघुनन्दनस्य विनाशकाले विपरीतबुद्धिः ।।
[ આજ સુધી ન તો સોનાના મૃગ (હરણ)નું અસ્તિત્વ હોવાના પુરવા મળ્યા છે કે ન તો કોઈએ તેને જોયું છે. તેમ છતાંય શ્રીરામચંદ્ર સોનાના મૃગ (હરણ)ને પકડવા તેની પાછળ દોડ્યા હતા. એક વાત છે કે જ્યારે વ્યક્તિનો ખરાબ સમય અથવા નિરાશાના દિવસો આવે છે, ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.]
ચાણક્ય આ શ્લોક દ્વારા સમજાવે છે કે પોતાના ખરાબ સમય દરમિયાન ભગવાન શ્રીરામચંદ્ર પણ સૂઝબૂઝ ગુમાવી સોનાના મૃગ પાછળ દોડ્યા હતા તો આવા સંજોગોમાં કોઈ પણ સામાન્ય વ્યક્તિ અવિચારી પગલું ભરી જ શકે છે.
[9]
परोपकरणं येषां जागर्ति हृदये सताम ।
नश्यन्ति विपदस्तेषां सम्पदः स्युः पदे पदे ।।
[ જેઓનાં મનમાં બીજાઓ માટે ઉપકાર કરવાની ભાવના રહેલી હોય છે, તેઓની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તેઓને ડગલે ને પગલે ધનસંપત્તિ મળે છે.]
ચાણક્ય કહે છે કે બીજા લોકોનું ઉત્તમ થાય તેવું ઈચ્છનારી વ્યક્તિનું તો કુદરત પણ કશું નથી બગાડતી. બીજા લોકોનું ખરાબ થવાની ઈચ્છા રાખનારને પોતે જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજાને નુકશાન ન કરનારને કોઈ હેરાન નથી કરતું. દરેક તેને આદર જ આપે છે.
[10]
दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोतरदायकः ।
ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः ।।
[ દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ – આ ચાર બાબતો મૃત્યુ સમાન છે.]
પતિ અને પત્ની સંસારરૂપી રથનાં ચક્ર છે. તે બરોબર ન ચાલે તો સંસારમાં ડગલે ને પગલે વિઘ્ન ઊભાં થાય છે. દુષ્ટ પત્ની પોતાના પતિ માટે અભિશાપરૂપ હોય છે. તે સજ્જન પુરુષનું જીવવું હરામ કરી નાંખે છે. દુષ્ટા પત્નીના સ્વાર્થના ધસમસતા પ્રવાહમાં ઘરની સુખ-શાંતિ તણાઈ જાય છે અને જે ઘરમાં શાંતિ ન હોય તેનું સમાજમાં કોઈ સ્થાન હોતું નથી. કહેવાય છે કે જેને સાચો મિત્ર મળે તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. સાચા મિત્ર મળવા બહુ મુશ્કેલ છે. સુખમાં સાથી બનવા કોણ તૈયાર થતું નથી ? મન-કમને સુખમાં તો બધા ગુણગાન ગાય છે, પણ વ્યક્તિ મુશ્કેલીના મહાસાગરમાં ફસાઈ જાય ત્યારે તેનો હાથ પકડે તે જ સાચો મિત્ર. તાલીમિત્રો તો પવન ફરે તેમ પોતાનો સઢ ફેરવી લે છે અને ઊગતા સૂર્યને પૂજવા લાગે છે. સેવક આજ્ઞાકારી અને વફાદાર હોવો જોઈએ. તે સ્વામીના કહ્યામાં ન હોય તો કુટુંબ કે પેઢીના અન્ય સભ્યો પણ સ્વામીની અવગણના કરવાના. ઉદ્ધત સેવક સ્વામીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવી દે છે. સાપનો ઘરમાં વાસ હોય તો તે ગમે ત્યારે ડંખ મારે છે. તેનો વહેલી તકે ઘરમાંથી નિકાલ કરવો જોઈએ.
[કુલ પાન : 174. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ. ફોન : +91 79 25506573]
123 thoughts on “સંપૂર્ણ ચાણક્ય નીતિ – ચાણક્ય”
Resp.Mrugeshbhai
Thank you for such agood article
raj
Extremely good article keep spreading knowledge…..awaiting article of what chankaya neeti to remove brastachar….Thanks
Dear Sir,
This Article is realy varry nice…..I am regular reader of read gujarati and i realy apresiate & congratiulate you…..i like changes you have done…..but can’t you upload full gujarati books? like this one ..sampurna chanakya niti and many other famous gujarati books….
Nice
hi friends,
any one have chankya “kotilya niti” book of published by sastu sahitya prakashan… then pls contact me umeshk025@gmail.com……
ખુબ સરસ વાતો કહિ ચાનક્ય નિતિ વિશે.આવા લેખો દરોજ આપો..
VERY NICE ARTICLE……
ખુબ સરસ્
This was more of philosophy than politics… ચાણક્ય તો રાજનીતી માં પારંગત હતા… આમા તો મને જાણે ગીતોપદેશ લાગ્યો…. આ ચાણક્ય નીતી નથી…
Is this a joke? Are you serious about the title?
શ્રી પરેશભાઈ,
કદાચ આપ રીડગુજરાતીના સ્વરૂપથી પરિચિત નહીં હોવ તેમ લાગે છે. રીડગુજરાતી પર જે તે પુસ્તકમાંથી થોડોક અંશ લઈને પ્રકાશિત કરવામાં આવે છે. એ સાથે જે તે પુસ્તકનું નામ શીર્ષક તરીકે રાખવામાં આવે છે. આ પુસ્તકનું નામ ‘સંપૂર્ણ ચાણક્ય નીતિ’ છે જેથી આ લેખનું શીર્ષક એ પ્રમાણે રાખવામાં આવ્યું છે. કહેવાનો અર્થ એવો નથી કે ફક્ત આ દશ શ્લોકમાં જ સંપૂર્ણ ચાણક્યનીતિનો સમાવેશ થાય છે ! લેખની શરૂઆતની નોંધ એનું સ્પષ્ટીકરણ છે.
-તંત્રી.
ચાનક્ય નુ પુસ્તક ક્યથિ મલે.
Resp.Mrugeshbhai,
Is it possible, more articles from chanakyaniti?
whenever you get room or time to publish it?
thanks
raj
જરૂર શ્રી રાજભાઈ, હું ફરી ક્યારેક વધારે આ પ્રકારના લેખો માટે કોશિશ કરીશ. આભાર.
સુંદર ઉપદેશ. ચાણક્ય નીતિ વિષે જાણ હતી પરંતુ આટલું સરસ વર્ણન આજે પ્રથમ વાર જાણવા મળ્યું આભાર
આભાર્.
હુ પન એજ કહેવાનો હતો
સુંદર ઉપદેશ. ચાણક્ય નીતિ વિષે જાણ હતી પરંતુ આટલું સરસ વર્ણન આજે પ્રથમ વાર જાણવા મળ્યું
Khub sars
મને પુસ્તક વાચવુ ન ગમે પણ તમરો આ આર્ટિકલ વાચ્યા પચ્હિ હુ આજ થિ બુક વાચ્વા નુ ચાલુ કરુ ચ્હુ
આભાર્
Very nice ……. Dila ki bat
Taddan saachi vaat chhe tamari !!
Atlu sachot varnan me pan pehli vaar j vanchyu….
Saathe jeevan ma utarvanu pan ghanu badhu chhe !!
ઘણા દિવસથી જેની રાહ હતી તે મલ્યુ.
अदभुत्
It’s wonderful Article……
Nice.
ખુબ સરસ
મને ચનક્ય બોવ ગેમે ચે. એ બોવ ચલાક ચે એત્લ તેમે પન એ વચો અને ગ્નન મલ્વો. ત્ય્ર ઇત ઓકે ગોૂદ બ્યે થન્ક્યોઉ.
અદભુત! અમે શોધમાઁ હતા ખોબો પાણીની અને તમે તો આખે આખો કુવો ધરી દીધો, બાપલ્યા!!! ઘણી ખમ્મા તમોને! અમોને આવુ નિતનવુ પીરસતા રહેજો વ્હાલા! જેથી આગળની પેઢીને પણ ખબર પડે કે આ દુનિયાને દિશા આપણે બતાવતા હતા, બતાવીએ છીએ અને સદા બતાવતા રહીશુ……
આપનો ખુબ ખુબ આભારી
સુ ચાનક્યનિતિથિ ભ્રસ્તાચારિ નેતાઓને પાથ ભનાવિ સકાય?
thanks jo me nahi janta tha wo a sab padne ke bad samja hu aur ae kosis karuga ke ye bate padne ke bad ek achha insan ban saku god blesh you
ખુબ આભાર મને આનદ થયો
nice……
chanakya niti ……
very nice…
ચાણક્ય નીતિ ના આવા લેખ લખતા
રહેજો જેથી કરીને નવી પેઠી ને ખબર
પડે કે ચાણક્ય જેવા મહાન વિદ્વાન
પુરુષ હિન્દુસ્તાન જેવા દેશ માં થઇ
ગયા.ખુબ ખુબ આભાર
good
Saras
very informative article ! thanks! jay hind! jay bharat! jay gujarat!
good very good aavu navu navu amne janavata rahejo jethi ame yungster chie etle amne khabar pade thanks
ખુબ જ સરસ માહિતી આપવામાં આવી છે સંપુર્ણ ચાણક્ય નીતિ બુકમાંથી.
તમારો ખુબ ખુબ આભાર.
તમારો ખુબ ખુબ આભાર.
ખ્ રેખર ખુબ સરસ.
આપનો આભાર
જય માતાજી
વેરિ ગુડ્
thanks for the article
I like chankya niti very much.
ખુબ ખુબ સારાસ અને સામજ વા લયાક્
બહુ સરસ
સરસ્
સરસ
verry good
બહુ સરસ છે; વેરિગુઙ.ખુબ ખુબ આભાર. થેન્ક્સ.
સરસ ચન્ક્ય નિતિ છે બધા વાચવુ જોએ
બહુ સરુ લગ્યુ
& knowledgable
વેરિ ગુડ્
વેરિ ગુડ્…………………
superb …..
ભગવાન ચાણક્ય ઇસવેીસન ૬૦૦ નેી સાલ મા થૈ ગયા, આજ સુધેી આવો વિર્લો પેદા થયો નથેી, એ તો દૈવેી તત્વ જ હોય શકે.
I really like smpurna chanakya niti. I am also having hindi book of chanakya. If you have whole book in Pdf I would like to have same and if I have to pay something I will.
khub sarar chankaya vat 6e..mane bov j game 6e..mara email id ma sent karava hu request karu 6u..plz
VERY VERY GOOD
I LIKE IT
I like the chankya niti…
Absolutely Good… Thanks Dear
i like chankya niti
This Article Is Very Very Good And I Really Like Sampurna Chankya Niti.
Reading is not only my hobby but also my life
read–dale carnegie book (how to win enjoy your life and job)
& other dale carnegie book
thanks for the article
સરસ કામ છે આભાર
જોરદાર
ભગવાન ચાણક્ય ઇસવેીસન ૬૦૦ નેી સાલ મા થૈ ગયા, આજ સુધેી આવો વિર્લો પેદા થયો નથેી,
I really like smpurna chanakya niti. I am also having hindi book of chanakya. If you have whole book in Pdf I would like to have same and if I have to pay something I will.
Amazing true knowledge i like it
ખુબ આભાર ચાણકય નીતી થી ઘણુ શીખવા મળ્યુ ફેન્ટાસ્ટીક
સમ્પુર્ન ચાણકયક્ નિતિા વાચિ આનન્દ્ થયો આપેલ અધુરિ વિગત પુરન્ણ્ કરાવવા ક્રુપા કર્ર્શો ધન્વદ
Nice thoughts
JO AA BOOK VIDYARTHI ONAA SCHOOL ABHYAAS MA RAAKHVAMA AAVE TO TEMANO BUDHI AANK VADHE TEMA KOI SAK NATHI
Khub saras
ચાનક્ય નિ નિતિ સાથે જિવન વિતાવનાર વ્ય્કતિ જિવન મા ક્યારે પન પરિનમ થિ નહિ નિ ચિન્તા નહિ કરે
This book is very nice…i always love and respect to chankya …and he is one of my favorite.i always want to follow him rules…thanking you
Very good
it is really nice book,
love u chankya……….for the incredible through…….
Very good article for knowlege
Thanks a lots for this sir..
બહુજ સરસ
Wah
Chankya niti ne jivan ma utarva layak che phakta vanchva mate nahi
આ સરસ
very nice and useful for life
its realy true. i like it.
Thanks
nice story…i like this..
Very nice
yes its good.
Shree chankya pase thi swachh jivan jiv va mate no rasto malyo.je vat school.samaj.family.dosto.pase shikhva janva nathi malyu te shree chankya a samaj ne banavyu.hu temno kubaj aabhari chhu.he is god in prithvilok
સરસ
i m very impress from chanky .
chanky niti is the best niti and if we have to do something diffrent thn pls use that niti so 100 person that person will be sucess in his life
Chanakya is very great persone in our indian history.His ideas are very useful in our politics.I very like their ideas and their personality. Their ideas always give us a wonderful thought,it help us to face any problem.chankya have a power of words.so, thak you very much to wrote sampurna chankya niti.write more and more about other great person,and spread their ideas.
chankya is the best witty.
I like and always inspire by chankya’s thoughts.so thank to you becuase you make small but sweat chanakya niti.
you are write vishakha.
this artical is so popular. and i wish that any other people read more and more.
Nice
સ્ત્રીઓના ચરિત્ર અંગે કેમ આવું
વિચારતા ..હતા ચાણક્ય ???એના વિસે જણાવા વિનંતી..
ગોૂદ્
ખુબ સરસ
Jivann ma utarava jevu se a vicharo
i like
very nice artical
khub sars mahiti mali
Good
Chanakya Neeti Books Read Always Positive Thinking Come & Work Easily Move………..
ખૂબ જ સરસ લેખ છે
Thanks a lots bahu saral bhasha ma varan kryu che…
Chankya is my favourite hero
Basu sars chhe bhai chalya niti
ખુબ જ સરસ્
Mast
Very nice
Chankya is very intelligent and great person in our indian history. His ideas and though are very powerful. I like chankya niti book. I think we should have keep his lession in our life..
Very nice … Chankya niti pramane aa kalyugma sacho manas Maryo jay chhe to eva manasne bachavi shakay tevo koi ukel janavava maherbani karshoji
Nice education chanakya niti
I want Vidur Niti book in gujarati language
એક દમ મસ્ત્