આઈ ડોન્ટ લાઈક ઈટ – કાજલ ઓઝા વૈદ્ય

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ કાજલબેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaajalozavaidya@gmail.com ]

શનિવારે હનુમાન મંદિરમાં નજર કરીએ કે ગુરુવારે સાંઈબાબાના મંદિરમાં જઈને ઊભા રહીએ તો ખૂબ નવાઈ લાગે એવું દ્રશ્ય જોવા મળે. જીન્સ અને ટી-શર્ટ પહેરેલા, કેપ્રીઝ અને શોર્ટ્સ પહેરેલા 14 થી 20-22-25ની ઉંમરના કેટલાય યુવાનો અને યુવતીઓ મંદિરમાં જોવા મળે.

સામે પક્ષે કોઈને ઘેર જઈએ અને માતા-પિતા આ જ ઉંમરના યુવાન દીકરાને ઓળખાણ કરાવે તો પગે લાગવાને બદલે આ ઉંમરનાં બાળકો ‘હાય’ કે ‘હેલો’ કહીને હાથ મિલાવવાનું પસંદ કરે છે. કદાચ માતા-પિતા આગ્રહ રાખે તો એ વડીલને પગે લાગે છે ખરા, પરંતુ કમને ! લગ્નમાં કે સામાજિક પ્રસંગે જ્યારે આ સત્તરથી પચીસના યુવાનોને લઈ જવાનો આગ્રહ કરવામાં આવે ત્યારે એમનો પહેલો સવાલ હોય છે, ‘મને ત્યાં શું મજા આવશે ?’ અથવા ‘મારું ત્યાં શું કામ છે ?’ કદાચ એમને પરાણે સાથે લઈ જવામાં આવે તો ત્યાં જઈને સતત પોતાના મોબાઈલ ઉપર રમ્યા કરવા સિવાય એ ભાગ્યે જ કોઈ વાતમાં રસ લે છે. ઘરે મહેમાનો આવે ત્યારે સાથે બેસવા કે વાતો કરવાને બદલે આ પેઢી પોતાના રૂમમાં બેસવાનું કે ટીવી જોવાનું પસંદ કરે છે. આ પેઢી વાંચતી નથી. આ પેઢી ફેસબુક અને ટ્વીટર પર સમય બગાડે છે. મોબાઈલના ચેટીંગમાં પૈસા ઉડાડે છે. આ પેઢીને વડીલો માટે માન નથી, આ પેઢીને સમજ નથી. આ પેઢીમાં કોઈ સિરિયસનેસ નથી…. આવી અનેક ફરિયાદો આજના 14થી 20 વર્ષના યુવાનોનાં માતા-પિતાના મોઢે આપણને અવાર નવાર સાંભળવા મળે છે.

આ નવી પેઢી માતા-પિતા સાથે ફિલ્મ જોવા જવાનું કે રેસ્ટોરામાં જવાનું પણ ટાળે છે. એમને પોતાના ફ્રેન્ડ્સની કંપની વધારે ગમે છે. મેક્સિકન, ઈટાલિયન, કોન્ટિનેન્ટલ કે થાઈ ફૂડ ખાતા ગુજરાતીઓ હવે રવિવારની સાંજે ઘેર ખાવાનું ટાળે છે. ઘણાં ઘરોમાં પત્ની નોકરી કરતી થઈ છે. બે આવકો ઘરને સધ્ધર અને જીવનધોરણને અધ્ધર કરે છે. વોશીંગ મશીન, માઈક્રોવેવ વસાવવામાં આવે છે. પત્ની જિમમાં જાય અને પોતાનું ફિગર સાચવે એ પતિને ગમે છે. ક્યારેક ડ્રિન્ક લેતી પત્ની, અંગ્રેજી બોલતી પત્ની અને ‘ઈન્ડિપેન્ડન્ટ’ પત્ની ગુજરાતી પતિની ઝંખના છે ખરી, પરંતુ એ જ પત્ની બેસણામાં સાડી પહેરીને, માથે ઓઢીને બેસે એવી મોટેરાંઓની અપેક્ષા હોય છે. દીવાળીમાં ઘર તો ધોળાવું જ પડે. મઠિયા, ચોરાફળી અને નાસ્તા બનાવવા જ પડે. શનિવારે સાંજે પાર્ટી કરતા ગુજરાતીઓ માટે ગુજરાતની દારૂબંધી જાણે અસ્તિત્વ જ ન ધરાવતી હોય એમ એ લોકો જીવે છે. છતાં શ્રાધ્ધ, બારમું, તેરમું કે સગાઈ-લગ્નના પ્રસંગોએ એમનું ગુજરાતીપણું ભારોભાર છલકાય છે. કોણે કોને કેટલો વ્યવહાર કર્યો, કોણે પ્રસંગ કરવામાં કંજૂસી કરી અને કોને ઘરે પ્રસંગમાં ડિનર કેટલું ખરાબ હતું એની ચર્ચા જ આવી શનિવારની પાર્ટીઓમાં મુખ્ય એજન્ડા બની રહે છે.

સંતાનો નવી દુનિયામાં જન્મ્યાં છે. ગેઝેટ્સ એમને માટે ડાબા હાથનો ખેલ છે. ત્રણ વર્ષની બેબી આઈપેડ રમે છે અને પાંચ વર્ષનો બાબો એન્ડ્રોઈડનો ફોન કેવી રીતે વાપરવો એ દાદાજીને શીખવે છે. ‘આઈ ડોન્ટ લાઈક ઈટ’ કહીને ભાખરી-શાકના ટેબલ પરથી ઊભા થઈ જતા આ પેન્ટી દેખાય એવી રીતે પેન્ટ પહેરતા જુવાનિયાઓ ‘ના’ કહી દેતા સહેજેય અચકાતા નથી. એમને માટે પૈસાની કોઈ કિંમત નથી. લાગણીઓનું મૂલ્ય એ એમની રીતે, એમની વ્યાખ્યામાં કરે છે. ‘ડેટિંગ’ અને ‘કમિટમેન્ટ’ના અર્થો એમને માટે જુદા છે. નેવુંના દાયકાની આસપાસ અને પછી જન્મેલી આ આખીયે મિલેનિયમ પેઢી જિંદગીને સાવ જુદા આયામથી જુએ છે.

ચાળીસથી પચાસનાં થઈ રહેલાં એમનાં માતા-પિતા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી જોવા પડોશીને ઘેર જતાં હતાં એ વાત એમને ભુલાતી નથી. બ્લુ સ્ક્રીન લગાડીને જોવાતા બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝનની રવિવારની ફિલ્મોથી શરૂ કરીને મલ્ટિપ્લેક્સીસ અને ફૂલ એચડી, એલઈડી ટેલિવિઝન્સ સુધીનો પ્રવાસ એમણે એકશ્વાસે પૂરો કર્યો છે ! એમની પહેલાની પેઢીને ટેકનોલોજી સાથે ભાગ્યે જ નિસબત રહી. આજે સિત્તેરની આસપાસ પહોંચેલાં મા-બાપ સતત માને છે કે એમનાં સંતાનો જે જીવે છે તે ખોટું છે. જે રીતે પૈસા વાપરે છે એ બેફામ છે. જે ખાય છે, પીએ છે એ બધું જ નુકશાનકારક છે. એ જે રીતે એમનાં સંતાનોને ઉછેરે છે એ તદ્દન ખોટું છે. તો આવાં ચાળીસી વટાવી ચૂકેલા ‘અણસમજુ’ ગણાતા સંતાનોનાં સંતાન માને છે કે એમનાં મા-બાપને કાંઈ સમજ પડતી નથી. એ લોકો સતત અર્થહીન અને ઈમોશનલ વાતો કર્યા કરે છે. એ લોકો જે રીતે લાઈફનું પ્લાનિંગ કરે છે એ નકામું છે. એ લોકો જે રીતે પૈસા બચાવે છે એ બેવકૂફી છે.

વધતા જતા મેડિકલના ખર્ચા અને ‘ઓન્લી ફોર્ટીન થાઉઝન્ડ’ના ફોનની વચ્ચે એમના પોતાના માટે ભાગ્યે જ કશું બચે છે. જિમ અને બ્યુટી પાર્લરમાં રેગ્યુલર જઈને પોતાની જાતને સાચવતી, પ્રમાણમાં નાની દેખાતી મમ્મીને દીકરી કહે છે, ‘લુક યોર એજ મોમ !’ તો સાસુ એને સંભળાવે છે કે ‘જેટલું ધ્યાન બ્યુટી પાર્લરમાં રહે છે એટલું રસોડામાં રહે તો સારું.’ આ બંનેની વચ્ચે સવારે ચાર વાગ્યે પાર્ટી કે ગરબામાંથી પાછી ફરતી દીકરીની ચિંતામાં મમ્મી આખી રાત જાગે છે અને પપ્પા એને ધમકાવી નાખતા એને અચકાતા નથી. ‘હું તો કમાઉં કે પછી ઘરનું ધ્યાન રાખું ?’ એ પૂછે છે…. પત્ની પાસે આનો જવાબ નથી ! એક તરફથી વડીલો, મોટેરાઓ અને સીનિયર સિટીઝન્સની ટીમ છે, જે માને છે કે જે કંઈ જૂનું છે તે જ સાચું છે. પરંપરાઓ અને જૂની માન્યતાઓને વળગીને એ પોતાની જિંદગી જીવવા માગે છે. નાનકડી પણ ફેરબદલ એમને સ્વીકાર્ય નથી એવું એ દ્રઢપણે કહી શકે છે. બીજી તરફ હાઈટેક-વેલઈન્ફોર્મ્ડ, કલેરિટી ધરાવતી, લાગણી અને કારકિર્દીને બરાબર માપીને નિર્ણય લઈ શકતી નવી પેઢી છે. આ બંનેની વચ્ચે ફંગોળાતી એક એવી પેઢી છે, જેને માતા-પિતા વખાણતાં નથી અને સંતાનો સુધારવાનો આગ્રહ રાખે છે !

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટની જગ્યાએ ઘાસલેટના દીવા હતા અને મુંબઈમાં ટ્રામ હતી એ વાત જાણનારા અને જોનારા મા-બાપ હજી જીવે છે, તો મુંબઈમાં મેટ્રો થવાની છે એ વાતે ખભા ઉછાળીને પોતાનો આનંદ પ્રગટ કરતી નવી પેઢી છે. આવનારી પેઢી માટે મોહનદાસ કરમચંદ ગાંધી એક ‘ઈન્ટરેસ્ટિંગ પર્સનાલિટી’ છે, જ્યારે એના બા-દાદા માટે એ ‘મહાત્મા’ છે…. પિત્ઝા, પાસ્તા, ફ્રેન્કી એમના માટે ફેવરિટ ફૂડ છે તો બા-દાદા માટે મેંદાના ડૂચા…. એકને ટેલિવિઝન પર આસ્થા, સંસ્કાર અને મોરારિબાપુની કથા જોવી છે, તો બીજાને ઝૂમ, ટ્રાવેલ એન્ડ લીવિંગ, ફૂડ કે પછી ‘બિન્દાસ’ ચેનલ જોવી છે. આ બંનેની વચ્ચે કરગરીને રિમોટ માંગવો પડે એને બદલે ઓરડામાં ટીવી વસાવવાનું ચાળીસીએ પહોંચેલી પેઢીને સહેલું અને સસ્તું પડે છે. ટાર્ગેટ એચિવ કરવાના…. પ્રમોશન માટેની સ્ટ્રગલ, ધંધો મેળવવા માટે નાના-મોટા કરપ્શન કરતી આ પેઢી ભયાનક સ્ટ્રેસમાંથી પસાર થાય છે. આ પેઢીને હાર્ટઅટેક આવે છે પચાસથી પંચાવનની વચ્ચે. બી.પી, ડાયાબિટીસ, સાઈકોસોમેટિક બીમારીઓ એમને ઘેરી વળે છે. પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થાય છે. લગ્નેત્તર સંબંધો આ પેઢીની સ્ટ્રેસ ઘટાડવાના બદલે સ્ટ્રેસ વધારે છે. સ્વાતંત્ર્યતા લાવનાર પેઢી…. અને સ્વાતંત્રતા ભોગવનાર પેઢીની વચ્ચે જીવતી આ ‘વિવિધ ભારતી-દૂરદર્શન’ની પેઢી પોતાની સ્વતંત્રતા માટે ક્યારેક બે-ચાર દિવસ ‘બ્રેક’ લે છે ! પાછા ત્યાં જ ફરવાનું છે એની એમને ખબર છે. એમને બંને પેઢી માટે અનહદ લાગણી છે. એ બંને પેઢીને સુખી જોવા માગે છે, પરંતુ આ બે પેઢીઓ કદાચ એકબીજાના સાથે સુખી થઈ શકે એમ નથી એવું સત્ય સ્વીકારવાનો સમય કદાચ આવી ગયો લાગે છે.

રજનીશે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું છે કે, ‘મેં આખી જિંદગી મારા પિતાને ખોટા ઠેરવવાનો પ્રયાસ કર્યો. મને જ્યારે સમજાયું કે એ સાચા હતા ત્યારે મારો દીકરો મને ખોટો ઠેરવવા તૈયાર થઈ ગયો હતો.’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કૃષ્ણજન્મનું રહસ્ય – મકરન્દ દવે
વેલી ઑફ ફલાવર્સ – બેલા ઠાકર Next »   

41 પ્રતિભાવો : આઈ ડોન્ટ લાઈક ઈટ – કાજલ ઓઝા વૈદ્ય

 1. ankit says:

  ખુબ જ સુંદર…કદાચ જ કોઇ કુટુંબ આમા થિ બાકાત હસે…

 2. Sweety says:

  ખૂબ સરસ લેખ, કાજલ બેન.
  કાલ આજ ઔર કાલ – ચલચિત્ર ની યાદ તાજા થઇ ગયી. તે માં પણ જૂની પેઢી અને નવી પેઢી ની વચ્ચે પીસાતી આજ ની પેઢી ની વ્યથા અને કથા છે, જે રાજ કપૂરે ત્રાદશ નિભાવી છે.

 3. kaushal says:

  ખૂબ સરસ લેખ, કાજલ બેન.

  આજ ની પેઢી ને અનુલક્ષી લેખ છે.

  આભાર

 4. trupti says:

  સુંદર લેખ.
  લગભગ દરેક કુટૂંબને પરિવાર આ સમસ્યા થી પસાર થઈ રહ્યુ હશે, થયુ હશે અને કાલે થશે. આને જ જનરેશન ગેપ કહેવાય.
  પણ આ વિષય પર એટલા લેખો લખાયા, પણ તેનો ઊપાય શું?

  • Hiral says:

   તૃપ્તિ બહેન,
   આ જ લેખ ‘જેમાં વચ્ચેની પેઢી પીસાય છે’ એવા નેગેટીવ અભિગમને બદલે
   ‘વચ્ચેની પેઢી કઈ રીતે બ્રીજ (પુલ/સેતુ) બની શકે છે’ એ વાત અને એવા પોઝીટીવ લોકો પણ છે.
   બસ, ઉપાય એ જ છે. સેન્ડવિચની જેમ પીસાવા કરતા જો થોડો અપ્રોચ બદલાય તો સુંદર સેતુ રચી શકાય.


   અગ્નિ, ચક્ર, કાગળ , નાણું, લીપી, પ્રિન્ટીંગ પ્રેસ, દવા, રસી, વગેરે શોધાયા એનો ઉપયોગ બંધ કરીને પછી જ નવી પેઢી અને જૂની પેઢી વગેરે કરવું જોઈએ.
   બાકી, જે પણ છે, તે ક્રમિક વિકાસના પગથીયા છે. એક પછી એક ડગલું માંડતા આજે માણસ અહી પહોચ્યો છે.

   અને વિજ્ઞાનની દ્રષ્ટીએ પણ આપણું મગજ સતત વિકાસ પામે છે. એ વાત કેમ ભૂલી જવાય?

   શું કહો છો?

   દરેક જૂની પેઢીને ગર્વ હોવો જોઈએ, કે એ લોકોએ જે મહેનત કરી એનું ફળ આજે એમના સંતાનોને મળે છે.

   હવે, એનો સદઉપયોગ કેવી રીતે કરવો એનું નામ જ તો કેળવણી છે. ખરું ને?

 5. Labhshankar Bharad says:

  સરસ, વાસ્તવિકતા દર્શાવતો લેખ. વચ્ચેની પેઢીની મુશ્કેલીઓ તરફ, બાકીની અન્ય બન્ને પેઢીઓએ ચોક્કસ લાગણીસહ ધ્યાન આપવાની જરૂર છે. આભાર- કાજલબહેન !

 6. Manisha says:

  Yes Facing the same situation……fact of life… Njoy it..

 7. Harsh says:

  ખરેખર ખુબ સરસ લેખ…

 8. Really verry nice article…..generation gap shows the difference of openion & Mind….but still every one trys to point out others mistake and ask them to correct it……..it is beter to live in present and enjoy every moment of life.

 9. Ankita says:

  ખુબ સરસ લેખ છે. અને લગભગ આજે આપડે બધા જ એ ભોગવી રહયા છીએ, આપડા પોતાના ઘર માં આપડે ગુલામ થઇ ગયા છીએ, બધું છે છતાં, શ્વાસ લેવા પુરતી સંતોષ ની હવા નથી, કદાચ ક્યાંક કોઈ રસ્તો મળી જાય તો આપડી આ ઉંધી ગતિ ઉર્ધ્વ ગતિ માં બદલાઈ જાય . ખરે ખર સુંદર લેખ છે, અહી મુકવા બદલ આભાર

 10. Moxesh Shah says:

  Excellent article. This is why Kajalben is so famous.
  True mirror image of reality of the society. Everybody will feel like she/he is part of this article. One of the most debatable and serious/sensitive issue like many others, where all the arguments are correct or incorreect, till accepted.

  Keep it up Kajalben. We want such more articles.

 11. vijay says:

  વાસ્તવિક્તા કઠે છૅ, કારણ કે સ્વિકાર થતો નથી.

  વીજય

 12. JyoTs says:

  ખુબ જ સુન્દર નિરુપણ્…..

 13. Rana Babu says:

  જેટલુ સાચુ તેટલું જ ખોટું પણ લાગે છે. હાલ નું જ ઉદાહરણ છે.ગાંધીજી નો અંશ હજુ અન્ના હજારે માં જીવે છે…અને હજુ આગળ આવો જ અંશ નવી પેઢી માં થી જ પેદા થશે.ભારત માં હાલ માં જે નવી પેઢીએ જાગૃતતા બતાવી છે તે એકવાર વિચાર માંગી લે તેમ છે. ભારતીય નવી પેઢી હજુ સાવ ખાડે નથી ગઇ…તે સાબિતી છે.

  • Kaushik says:

   અન્ના હજારે ની ગાંધીજી સાથે સરખામણી શકય નથી. બન્ને અલગ છે. બન્નેની સમજ જુદી- જુદી છે.

   • shirish dave says:

    સાચી વાત છે. કૌશિકભાઈ. અન્ના હજારે અને મહાત્મા ગાંધી સિદ્ધાંતો, પ્રણાલી અને આચારણની બાબતમાં બંને અલગ અલગ છે.

    મહાત્મા ગાંધી કોઈપણ આંદોલન કરતાં પહેલાં સંવાદ કરતા હતા, અને સંવાદ ચાલુ રાખતા હતા. કટૂતા રાખતા ન હ્તા. જ્યારે અન્ના હજારે એ નરેન્દ્ર મોદીની બાબતમાં આવું કશું કર્યું નથી. તેઓશ્રી સીધા આંદોલન જ કરવાના છે. તેઓશ્રીએ નરેન્દ્ર મોદીની મુલાકાત પણ માગી નથી કે એમને પત્ર પણ લખ્યો નથી.

    નરેન્દ્ર મોદીએ સામે ચાલીને એમને પત્ર લખ્યો છે અને આમંત્રણ આપ્યું છે. નરેન્દ્ર મોદી, અન્ના હજારે કરતાં ગાંધીની ઘણો નજીક છે.

    અન્ના હજારે, ઇન્દીરા ગાંધીની વધુ નજીક છે. ઇન્દિરા ગાંધી અને અન્ના હજારે બંને આંદોલન પ્રિય છે. સંવાદપ્રિય નહીં.

 14. લેખમાં, વીતેલા સમયને યાદ કરીને રોદણાં રડવા અને નવી પેઢીને ગાળો ભાંડવા સિવાય કશું નવુ નથી.

  Author seems to be a pure hypocrite.

 15. 100% AGREE…AGREE…AGREE

  THIS IS REALITY / SHAME AND MIRROR IMAGE OF OUR SOCIETY YOUNG GENERATION

  THE MAIN PLAY BACK ROLE IS PROVIDE BY INTERNET / TV / MOBILE / FRIENDCIRCLE AND ABOVE ALL SOME TIME CARELESS PARENTS TOO…

  KEEP SENDING SAME EYE OPENING ARTCLES…BEST ARTICLE AMONG READGUJARATI WEB

  THANK YOU

 16. Vinod Patel says:

  સમાજ્મા જે કઈ બની રહ્યું છે એનું આ લેખમાં સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે.કાજલબેનની તીક્ષ્ણ નજરમાં જે નવી અને જૂની પેઢીના પશ્નો છે એ એમની કલમમાં આબાદ રીતે ઝીલાયા છે.આજની પેઢીમાં પશ્ચિમની સંસ્કૃતિની અને નવી ટેકનોલોજીની ઊંડી અસર વર્તાય છે.જનરેશન ગેપના પ્રશ્નો તો દરેક પેઢીમાં રહેવાના જ.કાજલબેનને સુંદર શૈલીમાં હાલના અગત્યના પ્રશ્ન તરફ સૌનું ધ્યાન દોરવા માટે અભિનંદન.

 17. hiren maheta says:

  Its ur realistic observation of our fast changing social life.

 18. Niyati says:

  its very true…n reality of each n every person’s life
  bt none of d generation is wrong …
  bt may be this gap or distance can be reduced by time spending with each other by doing their favorite activity.

 19. Milan Shah says:

  ખુબ સરસ વાત. આ એક કડવુ સત્ય છે, જે કદાચ કોઇ ને સ્વીકારવાનુ ના ગમે. આપણી આસ પાસ ઘણા આવા ઉદહરણો જોવા મળતા હોય છે.

 20. sid says:

  Bakwas.aa vishay ne sau koi jane 6.egypt na pyramids upar lakhu hatu k aavnari pethi kharab pakse.darek juni pethi ne tenathi navi pethi kharab n vichitra lagavani.vishay nu mool shodhavano prayatn thayo nathi.juni pethi ne kaik anshe afsos 6 to kaik anshe irshya.samay ne tene vehto hoy tem vehvado.jagruti ni jaroor chokkas 6.pan parents no pan tema tetlo j vank 6.

 21. vraj dave says:

  વાહ ખુબ સરસ ચિત્રણ આપ્યું આ યુગનું.બાકી તો રામ બચાયે..

 22. Hitesh Zala says:

  Gandhi ji ne potano swarth nahoto emne naam nahotu kamavu ,atyare loko ne naam kamavu che

 23. મેહુલ ચીમના says:

  લેખ સત્ય હકીકતો પર છે. પરંતુ પ્રગતિના નકારાત્મક મુદ્દા જોવા કરતા , હકારાત્મક મુદ્દા જોવાની જરૂર છે. ૧૭ થી ૨૫ વર્ષના યુવાનો ની સમસ્યા કેવી રીતે ઉદ્ભવી તે જોવાની જરૂર છે. આપના સમાજ માં બાળકો ના ઉછેર માટે યોગ્ય માર્ગદર્શન ની જરૂર છે. કાજલબહેન જો લખી શકો તો બાળકો ના હકારાત્મક ઉછેર વિષે કઈક લખો કારણ કે મૂળ બીજ સારા વાવશું તોજ સારો છોડ ઉગશે…….

 24. Meet panchal says:

  કાજલ હુમેશા સરુજ લખે……..

 25. Ekta Dave says:

  Really very nyc Artical

 26. Vaishali Maheshwari says:

  Nice article describing how two generations are different from each other. We need a bridge that can help us stay together even with so many gaps 🙂

  Thank you Ms. Kajal Oza Vaidh for writing this and sharing it with us.

 27. yogipande says:

  Article is excellent –but this is not new and known since last 15 years –some concrete suggestion would have been better —otherwise this negative thinking is a fashion and any body can do and show it

 28. jignesh says:

  સરસ લેખ.પરંતુ જેમ ભગવદ્ ગીતામા લખ્યું છે તેમ પરિવર્તન એ સંસારનો નિયમ છે. એટલું ખરું કે પરિવર્તન હકારાત્મક હોવું જોઇએ. તેના માટે ફક્ત વાતો, વિચાર, લેખ, ચર્ચા પુરતી નથી પરંતુ વર્તન જ સચોટ ઉપાય છે. ગાંધીજીએ પણ કહ્યું હ્તુ કે મારું જીવન એ જ મારો સંદેશ. કહેવાનું તાત્પર્ય એ જ કે આપણા વડીલો પ્રત્યે આપણું જેવું વર્તન હ્શે તેમાથી જ આપણા બાળકો શીખશે અને તેવો જ વ્યવહાર આપણી જોડે કરશે. બાળકો આપણી વાતોમાંથી ઓછુ અને વર્તનમાંથી વધારે શીખતા હોય છે. ઉ.ત. આપણે બાળકને કહીએ કે ખોટું ના બોલવું જોઇએ અને પછી કોઇનો ફોન આવે ત્યારે તેને જ કહીએ કે, કહી દે કે પપ્પા ઘર માં નથી.

 29. kanubhai vyas says:

  khub j saras vato kahi che aape. hal aape kidhu te pramane j nave pedhi nu vartan chale che.

 30. kalpesh sanghvi says:

  રેઆલિ ખુબજ સુન્દર આલેખ્ન તમે પિર્સિયુ ,,,,,,આવુ જ અમ્ને આપ્તા રહે જો……આભાર …..મે તમેને રુબ્રુરુ સામ્ભ્લેલા અને તમારા પ્લય જોયેલુ…..

 31. Piyush Panchal says:

  ખુબ સરસ લેખ છે.

 32. shobha adalja says:

  ખુબ જ સરસ લેખ.

 33. dhatri dave says:

  article is fab.But its important to note that why do teenagers do this?like in marriages,parents should explain their children importance of each ceremony.Lets stop blaming people and actually do something

 34. M.D.Gandhi, U.S.A. says:

  બે પેઢીની વચ્ચે ભીંસાતો આજનો “૪૦-૫૦ નો યુવાન” બહુ મુંઝાય છે, પણ કાંઈ પણ કરી શકવાને અસમર્થ છે. આ બધું સત્ય છે, પણ તેને ધ્યાનબહાર કાઢી નાંખવું પણ સહેલું નથી. અને હવે તો જ્યાં સુધી “નવી પેઢી” “બાળકો પેદા કરવાનું” બંધ નહીં કરે ત્યાં સુધી પેઢી દર પેઢી આવું ચાલ્યાંજ કરવાનું……

 35. Arvind Patel says:

  Today’s buz word is UPDATION.
  Updation is very important in life. In life, in business or say in every phase of life, updation is necessary.
  No need to cling into past only. whatever changes are there, advisable to adopt it. Be tune with changes. Then & then we will be happy. Just to criticise the newer thing & be strick with past things, is not right things.

  CHANGES( Parivartan ) is the law of nature. It is inavitable. Let us digest the changes. We will be happy.
  Normally old generation condem newer genration. But it is not good. Let give inspiration to newer genration. This is the way of life.

 36. shirish dave says:

  કાજલબેનની વાત મહદ અંશે સાચી છે. પણ સંતાનોના વિચારો અને આચારો તેમના વડિલોએ તેમનો ઉછેર કેવી રીતે કર્યો છે તેના ઉપર આધાર રાખે છે. સમાજમાં સુવિધાના સાધનોની પણ મનુષ્યના વિચારો અને આચારો પર અસર પડે છે.
  વડિલો વિષે પણ આવું જ થયું.
  બાળકો સાથે સંવાદનું પ્રમાણ ઘટ્યું કે સંવાદનો અભાવ થયો, એટલે તેમના બાળકો માનસિકરીતે તેમનાથી દૂર ગયા અને વડિલોનો પ્રભાવ ઘટ્યો. સામાજીક પરિસ્થિતિ ન બદલાય તો પણ આવું બની શકે છે. વૈચારિક વિભીન્નતા અસંવાદને લીધે ઉત્પન્ન થાય છે. વિસંવાદ એ, અસંવાદની એક આડપેદાસ છે.
  બાળકો તમને સવાલ કરે તે પહેલાં તમે બાળકોને સવાલો કરો તેથી બાળકો વિચાર કરતા થશે અને તેઓ તમારી ભૂમિકા ઉપર આવશે અને એ દિશામાં તમને સવાલો કરતા થશે. આમ બાળકો અને વડિલો એક વૈચારિક ભૂમિકા ઉપર આવશે. સંવાદ વધશે. વડિલોનું માન પણ વધશે.

  વડિલો જો, સંત રજનીશમલ જેવી એક માર્ગીય સંવાદ પ્રવાહ ચલાવે તો તેમને સુધરવાનો અવકાશ ન રહે. બાવાના બેય બગડે અને બેય બાવા થઈને બગડે એટલે સમાજ પણ બગડે.

  રજનીશમલની જેમ, આંચકા લાગે તેવા શબ્દ પ્રયોગ કે પ્રાસાનુપ્રાસ વાળા શબ્દ પ્રયોગ કરવાથી સત્ય સિદ્ધ થતું નથી એ વાત સંત રજનીશમલ ન સમજી શકે, તે સમજી શકાય તેવું છે.

  પણ વડિલોએ એક વાત સમજવી જોઇએ કે તેમને માથે સંતાનોની જવાબદારી છે. નાગે કુલે ફત્તેહખાં જેવું નથી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.