Archive for August, 2011

કૃષ્ણ અને માનવસંબંધો – હરિન્દ્ર દવે

[વાંચવા અને વસાવવાલાયક એવા ખૂબ જ પ્રચલિત પુસ્તક ‘કૃષ્ણ અને માનવસંબંધો’માંથી એક પ્રકરણ ટૂંકાવીને અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે.] રામ-રાવણ વચ્ચે પણ યુદ્ધ થયું હતું; છતાં ગીતા પાંડવ-કૌરવના યુદ્ધ વખતે જ કેમ લખાઈ ? પાંડવ-કૌરવ યુદ્ધને વ્યાસ ભગવાને ‘જ્ઞાતિસમાગમ’ તરીકે ઓળખાવ્યું છે. એટલું જ નહિ, પણ આવા મહાભારત-યુદ્ધમાં કોઈ પણ મન મૂકીને લડ્યું ન હતું. […]

દિલ – અદમ ટંકારવી

દિલ મેં દીધું આપને દીઠા વિના મંઝીલે પહોંચી ગયો રસ્તા વિના એમનાં દર્શન થયાં મોકા વિના સ્વપ્ન એક જોયું હતું નિદ્રા વિના કોઈ માને કે ન માને સત્ય છે ચાંદ જોયો છે અમે ડાઘા વિના આપણે પણ મૌનનો દરિયો હવે પાર કરીએ શબ્દની નૌકા વિના જાય છે ક્યાં ઘરની દીવાલો બધી આજ અમને કાંઈપણ પૂછ્યા […]

ખબરઅંતર – રમેશ આચાર્ય

કેટલાંક વર્ષો પછી સારા નોકરી-ધંધાવાળા થઈને, તમે તમારા વતનને ગામ જાઓ. અને સ્નેહીઓ તમારા ખબરઅંતર પૂછે તમે બધાં સાથે હસો અને તમારી ખુશી સમાચાર જણાવતાં તેમના ખબરઅંતર પૂછો. તે સમયે તમે તમારા નાનપણમાં રમાડેલું ગલૂડિયું હવે વૃદ્ધ અને એકવડિયું, હવાની ગંધે ગંધે તમારી પાસે આવીને તમારા હાથ ચાટવા માંડે. તમે હસી પણ ન શકો, કંઈ […]

ભલા માણસ – હેમાંગ જોષી

હાર યા જીત છે ભલા માણસ, એ જ તો બીક છે ભલા માણસ જો, કશે દ્વાર પણ હશે એમાં, છોડ, એ ભીંત છે ભલા માણસ કોઈ કારણ વગર ગમે કોઈ, એ જ તો પ્રીત છે ભલા માણસ ફક્ત છે લેણદેણનો સંબંધ, નામ તો ઠીક છે ભલા માણસ વાર તો લાગશેને કળ વળતાં, કાળની ઢીંક છે […]

મને ખબર પડતી નથી – રીના મહેતા

સાંજ રોજ જ આટલી શાંત અને સુંદર હોય છે પણ મને ખબર પડતી નથી. મારી બારીમાં ડોકાતું છૂટાંછવાયાં સફેદ વાદળ ભરેલું ભૂરું આકાશ સામેના વૃક્ષની ઊંચી ડાળ જોડે ભેટવા આવે છે મને. પણ નીચું માથું રાખેલી મને એની ખબર પડતી નથી. હું જ્યારે બેસું આકાશ સામે આકાશ જેવી શાંત, સ્થિર, આનંદિત ત્યારે જ મને ખબર […]

Copy Protected by Chetan's WP-Copyprotect.