Archive for August, 2011

દાળની તપેલી – કૌશાલી પટેલ

[ રીડગુજરાતીને આ સત્યઘટના પર આધારિત કૃતિ મોકલવા માટે કૌશાલીબેનનો (શાર્લોટ, નોર્થ કેરોલીના) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaushalpatel.usa@gmail.com સંપર્ક કરી શકો છો.] જીવનમાં ઘણીવાર નાની નાની ઘટનાઓ એવી હોય છે કે જેનું આપણે આપમેળે મૂલ્ય સમજી શકતાં નથી. આવી ઘટનાઓની કિંમત આપણને ત્યારે સમજાય છે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ તે બતાવે છે. […]

હળવે હૈયે – સંકલિત

[હળવી શૈલીમાં લખાયેલી આ બંને કૃતિઓ થોડામાં ઘણું કહી જાય છે. આજની સાંપ્રત પરિસ્થિતિનો તે ચિતાર આપે છે. પ્રસ્તુત બંને કૃતિઓ ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર લેવામાં આવી છે.] [1] ‘ફક્ત ગૃહિણી ?’ – અપૂર્વ દવે ‘હું ફક્ત ગૃહિણી છું’ એવું કહેતી મહિલાના શબ્દોમાં રહેલી કરુણતા તમે માપી છે ? માપ કાઢવા પ્રયાસ કરતા નહીં, કારણ […]

વિધાતા સાથે એકરાર – અનુ. મોહન દાંડીકર

[ સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી આખો દેશ કરી રહ્યો હોય ત્યારે આ ઉજવણી સાથે કેટલીક કરુણ યાદો પણ જોડાયેલી છે. કેટલાય પરિવારો માટે આ યાદ ન કરવા જેવો દિવસ છે. પ્રસ્તુત પંજાબી કથામાં આ વાત રજૂ કરવામાં આવી છે. આ વાર્તાના મૂળ લેખિકા સુરજિત સરના છે, જેનો અનુવાદ શ્રી મોહનભાઈ દાંડીકરે કર્યો છે. આ વાર્તા ‘અખંડ […]

જીવનપ્રેરક વિચાર-સંચય – સં. બબાભાઈ પટેલ

[‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર.] [1] આપણે જ્ઞાનનો અર્થ જાણવું એવો કરીએ છીએ. પણ બુદ્ધિથી જાણવું એ જ્ઞાન નથી. મોમાં બુક્કો મારવાથી ભોજન થતું નથી. મોમાં ભરેલું બરાબર ચવાઈને ગળે ઊતરવું જોઈએ, ત્યાંથી આગળ હોજરીમાં પહોંચવું જોઈએ અને ત્યાં પચીને તેનો રસ થાય એટલે આખા શરીરને લોહીરૂપે પહોંચી તેનાથી પુષ્ટિ મળવી જોઈએ. આટલું થાય ત્યારે સાચું ભોજન […]

બારી – મીતા થાનકી

[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2011’માં તૃતિય ક્રમાંકે ઉત્તીર્ણ થયેલી આ વાર્તાના લેખિકા શ્રીમતી મીતાબહેન થાનકી પોરબંદરના નિવાસી છે. તેઓ બી.એડ. કૉલેજમાં વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. વિજ્ઞાન વિષયક તેમના ઘણા લેખો પ્રકાશિત થયા છે, પરંતુ વાર્તાલેખન ક્ષેત્રે તેઓ નવી શરૂઆત કરી રહ્યાં છે. તેમની આ વિજેતા વાર્તા ‘બારી’ માનવીય મનોવૃત્તિઓનું સૂક્ષ્મ આલેખન કરે છે. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.