ગીત – મનોહર ત્રિવેદી

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

ઝાડ મારે ના પોતાનાં ફૂલને
સૂરજનાં કિરણો પણ બોલ્યાં : સવાર પડી, બીક તને કોની છે, ખૂલને !
એક પછી એક એની પાંખડીઓ પસવારી
ઝાકળ લ્યો, હેતે નવરાવે
પંખીયે ટહુકાને મોકળા મૂકીને એના
કાન મહીં ફોરમ છલકાવે

ડાળખીએ નમી કહ્યું લાડથી : આ વાયરાની સાથે જરીક તુંય ઝૂલને !
કાંટા તો ઝબ્બ દૈને વાગે છતાંય
એનાં ફૂલોને દેતા ના ડંખ
નાની-શી વાતનો ઘૂમીઘૂમીને પેલા
ભમરાઓ ફૂંકે છે શંખ:
સમજ્યાં જે વાત નંદ-યશોદા ને ગોપીઓ તે સમજાશે ક્યારે ગોકુલને ?
ઝાડ મારે ના પોતાનાં ફૂલને

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ગીત – મનોહર ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.