પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !
પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,
અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ !
બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો !
અરે ! હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હૃદય એ જ ઈચ્છું, પ્રભુ !
8 thoughts on “એક ઈચ્છા – કલાપી”
કલાપિનું સામાન્યત્ઃ અપ્રાપ્ય કાવ્ય અહિં પ્રસિદ્ધ કરવા બદલ અભિનંદન અને ધન્યવાદ.
ખુબ સરસ રચના…..
વાહ… ખુબ સરસ… અત્યંદ સુંદર રચના….
Bahu saras
જોરદાર રચના
વાહ્!!!!
KAVI KALAOI MATE SHU LAKHU HU
AATLU LAKHYU A NA MATE TO PAN DHNYA THAI GAYO
Wah!shurvir Wah!