હોય ઈચ્છા પ્હોંચવા કણકણ સુધી
તો પ્રથમ જાવું પડે દર્પણ સુધી
એ ઊડ્યાં ખેતર બધું લઈ ચાંચમાં
હાથ મારો ના ગયો ગોફણ સુધી
જે તરસ છીપી નહીં કોઈ તટે
એ તરસ પથરાઈ છેવટે રણ સુધી
કમનસીબે નીંદ પણ આવી નહીં
સ્વપ્ન તો આવ્યું હતું પાંપણ સુધી
કેટલી અહીં અટકળો ટોળે વળી
લાગણી પ્હોંચી ગઈ સમજણ સુધી
કાષ્ઠમાંથી મોક્ષદાતા થઈ ગયું
શર ગયું જે રામથી રાવણ સુધી
આ અજાણ્યા માર્ગ પર જાશું પછી
ચાલ પહેલાં દોડીએ બચપણ સુધી
5 thoughts on “ગઝલ – આશ્લેષ ત્રિવેદી”
ખૂબ જ સરસ.
બહુ સરસ કવિતા
સ્વપ્નતો આવ્યુ હતુ પાપન સુધી
કમનસિબે નિન્દ પન ત્યારે ઉદિ
જશવન્ત્
SAMRAN RUPI RAN MA AE CHHE KAN KAN SUDHI,
JAVU BOLO KAI RITE DARPAN SUDHI…
Waw! Sapn ane nid ni ketli saras vat kari 6e
very nice!
કમનસીબે નીંદ પણ આવી નહીં
સ્વપ્ન તો આવ્યું હતું પાંપણ સુધી……વાહ્ , ખુબ જ સુન્દર..