ગઝલ – હરેશ ‘તથાગત’
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ડૉ. હરેશભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825849553 સંપર્ક કરી શકો છો.]
બંદગી જેને વહાલી હોય છે,
એમને ઘર પાયમાલી હોય છે.
દાનમાં એ દઈ શકે આખું જગત,
હાથ જેના સાવ ખાલી હોય છે.
આંસુ કેવળ એજ ટપકે આંખથી,
યાદની જેને બહાલી હોય છે.
દૂર હો એનેય જકડે બાહુમાં,
જીવ પણ કેવો ખયાલી હોય છે.
ત્યાં મિલનને ને અહીં નોખાઈને,
સાથસાથે રાતપાલી હોય છે !
પૂછ મા શતરંજ જેવા શખ્સનું,
ચાલ બસ ઊંધી જ ચાલી હોય છે !
મૃત્યુનો સંદેશ જે લાવે કદી,
જિંદગી સહુની ટપાલી હોય છે !



દાનમાં એ દઈ શકે આખું જગત,
હાથ જેના સાવ ખાલી હોય છે…
ખુબ સરસ.
Nice ……….
Wow! Nice
ખુબ સરસ રચના