પપ્પાને જોઈએ પરિણામ – કર્દમ ર. મોદી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી કર્દમભાઈનો (દેડિયાપાડા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kardamm@gmail.com અથવા આ નંબર પર +91 9429671298 સંપર્ક કરી શકો છો.]

પપ્પાને જોઈએ પરિણામ ને
મમ્મીને જોઈએ હોમવર્ક
છે ઘરમાં બધું જ છતાંય
મને લાગે એ નર્ક

પપ્પાને મોટો ઍન્જિનિયર ને
મમ્મીને જોઈએ ડૉક્ટર
હું તો છું દીકરો
કે પછી હૅલિકોપ્ટર ?

ભણવું મારે શું ભવિષ્યમાં
એ નક્કી કરે છે કોણ ?
નથી હું એકલવ્ય પણ
હું છું મારો દ્રોણ

કોણ કહેતું’તું ગાંધીજીને કે
રાષ્ટ્રપિતા કેમ બનાય
મારે તો થવું છે માણસ
કહો પિતાજી, કેમ થવાય ?

સ્કૂલ છે કે કતલખાનાં આ
જ્યાં લાગણી રોજ દુભાય!
લાગણી વગરનાં બાળકો તો
રમકડાં જ કહેવાય !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

22 thoughts on “પપ્પાને જોઈએ પરિણામ – કર્દમ ર. મોદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.