હરિગીત – રવીન્દ્ર પારેખ

હરિ, ભલે હુંશિયારી મારો, પણ અક્કલમાં ટાંચા
અંગ્રેજી મીડિયમમાં આવો ટોપ તો માનું સાચા

ફૂલ તો છોડો, ફૂલ ઉપરનું ઝાકળ પણ ના તોડ્યું,
મટકી ફોડી પણ એકઝામનું એક્કે પેપર ફોડ્યું ?
ફોડ્યું હોત તો ગુરુએ બે ત્રણ માર્યા હોત તમાચા

મથુરા જઈ મામો ટચકાવ્યો તેમાં ધાડ શું મારી ?
ઐં તો આખો દેશ ટપોરી જેવો મન પર ભારી !
લોહી વહે કે આંસુ, બંને હણતાં સૌની વાચા…..

ઐં તો ચોખાદાળના ભાવો સાથે રોજ પનારો,
હરિ, તમે તો ભાવના ભૂખ્યા, બોલો ભાવ તમારો
ભાવ વગરના ભાવ સમજવામાં તો હરિ પણ કાચા

હરિ, ભલે હુંશિયારી મારો, પણ અક્કલમાં ટાંચા
અંગ્રેજી મીડિયમમાં આવો ટોપ તો માનું સાચા


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જે ઠર્યું અંતરે…. – હરિકૃષ્ણ પાઠક
વેરવિખેર – ધીરુ પરીખ Next »   

5 પ્રતિભાવો : હરિગીત – રવીન્દ્ર પારેખ

 1. Kabeer says:

  એક દમ સચિ વાત ભૈ ઃ)
  અંગ્રેજી મીડિયમમાં આવો ટોપ તો માનું સાચા

 2. ખૂબ જ સરસ રવિન્દ્રભાઈ

 3. sima shah says:

  ખરેખર સાવ સાચી વાત………….

 4. patelkinjal442@yahoo.in says:

  સર,નવમિ લાઇન મા ‘હરિગિત’ નુ બન્ધારન કેવિ રિતે બને?

  તમારિ વાન્ચક

 5. કાલિદાસ વ. પટેલ { વાગોસણા } says:

  પારેખ સાહેબ,
  મજાનું કાવ્ય આપવા બદલ આભાર.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.