આવડે પણ ખરું – સુધીર પટેલ

કદી સ્વપ્ન સાચું પડે પણ ખરું,
-ને મનગમતું સામે જડે પણ ખરું !

વસે આંખમાં એ યુગોના યુગો,
કદી આંસુ થૈને દડે પણ ખરું.

કરી બંધ દિલ-દ્વાર બેઠા અમે,
તમે આવો તો ઊઘડે પણ ખરું !

ગઝલ બોલતાં ક્યાંય શીખ્યા નથી,
તને જોઈને આવડે પણ ખરું.

મળે સાથ તો હો અનુકૂળ બધું,
નહીં તો તણખલું નડે પણ ખરું !

ભલે હોય ના ક્યાંય ગોચર ‘સુધીર’
છતાં સાવ ભીતર અડે પણ ખરું !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “આવડે પણ ખરું – સુધીર પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.