ઘણીય વસ્તુઓ વેરવિખેર પડી હોય છે
તોય કહીએ છીએ તો ઘર.
વેરવિખેર મકાનો હોય
તોય કહેવાય છે તો શેરી.
વેરવિખેર હોય શેરીઓ,
પણ કહેવાય છે તો શહેર.
વેરવિખેર ટમટમે તારલા
તોય કહેવાય છે ગગન.
ઘણુંય હોય વેરવિખેર અંદર તોય તે
કહીએ છીએ તેને જ મન.
આમ વેરવિખેરનેય હોય છે
પરોવતો કોઈ એકતાનો તાર.
લાધે જો અને જ્યારે આ સત્ય
તો જીવનનો કદીયે લાગે નહીં ભાર.
2 thoughts on “વેરવિખેર – ધીરુ પરીખ”
સામ્પ્રત સમયના આધુનિક જિવનનિ વિડ્ંબનાભરિ વસ્તવિકતા સાથે માનવ મનનિ વ્રુત્તિનુ તાદાત્મ્ય બેનમુન છે
લાધે જો અને જ્યારે આ સત્ય
તો જિવનન કદિય લાગે નહિ ભાર
મર્મસ્પશિ અન્ત
==
ઘણુંય હોય વેરવિખેર અંદર તોય તે
કહીએ છીએ તેને જ મન