અરીસા ઉતારો – ગૌરાંગ ઠાકર

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર. આપ શ્રી ગૌરાંગભાઈનો (સુરત) આ નંબર પર +91 9825799847 પર સંપર્ક કરી શકો છો.]

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,
નહીં ’તો હરણને ન રણમાં ઉતારો.

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

તમારી નજર મેં ઉતારી લીધી છે,
તમે મારા પરથી નજર ના ઉતારો.

આ પર્વતના માથે છે ઝરણાનાં બેડાં,
જરા સાચવી એને હેઠાં ઉતારો.

ફૂલો માંદગીનાં બિછાને પડ્યાં છે,
બગીચામાં થોડાક ભમરા ઉતારો.

ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “અરીસા ઉતારો – ગૌરાંગ ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.