અરીસા ઉતારો – ગૌરાંગ ઠાકર

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર. આપ શ્રી ગૌરાંગભાઈનો (સુરત) આ નંબર પર +91 9825799847 પર સંપર્ક કરી શકો છો.]

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,
નહીં ’તો હરણને ન રણમાં ઉતારો.

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

તમારી નજર મેં ઉતારી લીધી છે,
તમે મારા પરથી નજર ના ઉતારો.

આ પર્વતના માથે છે ઝરણાનાં બેડાં,
જરા સાચવી એને હેઠાં ઉતારો.

ફૂલો માંદગીનાં બિછાને પડ્યાં છે,
બગીચામાં થોડાક ભમરા ઉતારો.

ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બારમાસી – પુરુરાજ જોષી
સનાતન લય – રેખાબા સરવૈયા Next »   

16 પ્રતિભાવો : અરીસા ઉતારો – ગૌરાંગ ઠાકર

 1. સરસ પણ સારપુર્ણ….!!!

 2. jyotihirani says:

  ખુબ સરસ ગઝલ્.

 3. suresh bhai says:

  ખુબજ સરસ મજાની ગઝલ્

  ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
  હવે ભીંત પરથી અરીસા ઉતારો.

 4. ખુબ સુંદર ગૌરાંગમાસા

 5. બધા જ શેર ચોટદાર..આ ગઝલ પૂ.મોરારિબાપુએ ઓસ્ટ્રેલિયાની કથામાં કહી તે બતાવે છે કે તે કેટલી ધારદાર છે…

 6. kanu yogi says:

  fine , very fine ..

 7. Amish says:

  હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
  પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

  અદ્ભુત્

 8. Ami gosai says:

  superb gazal ……….

 9. P.P.MANKAD says:

  Very good gazal, indeed.

 10. Dipti Trivedi says:

  ગઝલની સર્વોચ્ચ પંક્તિ ; મંદિર જવાનો હેતુ આ જ હોઈ શકે.

  હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
  પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

 11. Smitesh Ruparelia says:

  આ એક પારસિ શબ્દ પ્રયોગ “થોરા મા ઘનુ સમજો” ને યાદ કરાવતેી કવિતા.

 12. Anjana Prajapati says:

  ખરેખર ખૂબ સરસ ચ્હે… જીવન મા ઉતારવા જેવુ…

 13. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  ગૌરાંગભાઈ,
  જબરદસ્ત ગઝલ આપી. આભાર. મંદિરમાં જનાર આપની શિખામણ માને … અને, પગરખાંને બદલે જો અભરખા ઉતારે તો… કરોડો-અબજોના ખર્ચે બનાવેલાં મંદિરો લેખે લાગે !
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 14. પગરખા ઉતારવાનુ તો સાવ શહેલુ ! પણ અભરખા કોણે ઉતાર્યા ?
  એ પુરિ થાય્ એવિ ઈછ્છાથિ જ તો બધા જાય !!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.