કારતકમાં શી કરી ઝંખના !
માગશરમાં મન મોહ્યાં સાજન !
પોષે રોષ કીધા કંઈ કપરા
માઘે મબલખ રોયાં સાજન !
ફાગણમાં હોળી પ્રગટાવી
ખુદને આપણા ખોરોયાં સાજન !
ચૈતરમાં ચંપો મૂરઝાયો
વૈશાખી વા જોયાં સાજન !
જેઠે આંધી ઊઠી એવી
નેણ આષાઢી લ્હોયાં સાજન !
શ્રાવણનાં શમણાનાં મોતી
ભાદરવે ક્યાં પ્રોયાં સાજન !
આસોમાં સ્મરણોના દીવા
રુંવે રુંવે રોયાં સાજન !
One thought on “બારમાસી – પુરુરાજ જોષી”
કવિએ બારમાસી પ્રેમકથા કેટલી સુંદરતાથી કહી..