જોવું – વંચિત કુકમાવાલા

નવલા ઘાટે ઘડી રહ્યું છે મુજને મારું હોવું
…………………………… આ ખૂબ ગમે છે જોવું

ક્ષણની સંગે ચરણ ચાલતાં
…………………………… સમય પકડવો હાથ
સાવ અનોખી સુગંધ કોઈ
…………………………… મુજને ભીડે બાથ
વેર-વિખેરી શૂન્ય બનીને મુજમાં મને પરોવું
…………………………… આ ખૂબ ગમે છે જોવું

સઘળે ઝળહળ તિમિર સ્વયં જ્યાં
…………………………… બની જાય છે દીવો
ભીતર વહેતા ધોધમારને
…………………………… કીયે ખોબલે પીવો
હાથવગા રૈ, હળવે હળવે, હાથવગું સૌ ખોવું
…………………………… આ ખૂબ ગમે છે જોવું

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “જોવું – વંચિત કુકમાવાલા”

Copy Protected by Chetan's WP-Copyprotect.